February 15, 2026
Maha Gujarat
MehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

મહેસાણા-પાટણ-ભિલડી રેલલાઇનને ડબલ કરવામાં આવશે…

આ રેલ લાઇનનો મહત્ત્વની રાષ્ટ્રીય રેલલાઇનમાં સમાવેશ….!

રેલ્વે તંત્ર દ્વારા મહેસાણા-પાટણ-ભિલડી વચ્ચેની ૯૦:૬૩ કી.મી.ની રેલલાઇનને ડબલીંગ કરવાનું નક્કી કરી તેનો સર્વે કરવાનું કામ હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે. આ સર્વે માટે તાજેતરમાં પશ્ર્ચિમ રેલ્વેના અમદાવાદ ડીવીઝન દ્વારા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ સર્વેમાં ભૂમી અન્વેષણ, ડ્રોન લાઇડર સર્વે સહિત અંતિમ સ્થળ સર્વેનું સંચાલન કરવાનું, હાઇડ્રોલોજીકલ અને ક્ષેત્રિય ડેટા એકત્રીત કરવાનું, બ્રિજોના જીએડીએસ અને વિગતવાર એલ સેકસન, પ્લાન્સ ઇએસપીએસ સહિત ભૂમી અહેવાલો, નવી ભૂમી સંપાદન કરવાની દરખાસ્તો સહિત ભૂમિ સીમાઓના સિમાંકન વિગેરે તૈયાર કરવાનું, જમા કરવાનું, વિગતવાર અહેવાલો રજૂ કરવાના કામના એજન્સીઓ પાસે ટેન્ડર માંગવામાં આવેલ છે. આ સર્વેનું કામ માત્ર ૬ મહિનામાં જ પૂર્ણ કરવાની મુદ્દત રખાયેલ છે.

સર્વ કરવાના કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું..

પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણા, પાટણ, ભિલડીની ૯૦ કી.મી.ની રેલલાઇનનો મહત્ત્વની રાષ્ટ્રીય રેલલાઇનમાં સમાવેશ કરી આ સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. આ ઉપરાંત અમદાવાદ-વિરમગામ-સામખ્યારી રેલલાઇનને ચાર લાઇનમાં ફેરવવાનો પણ સર્વે કરવામાં આવશે.

ગુજરાતના 87 જેટલા રેલવે સ્ટેશનો ને નવિનીકરણ કરી વર્લ્ડ કલાસ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે અમૃત ભારત વિકાસ યોજના માં પાટણ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરાયો હોવાનું પણ જાણવા મળેછે

હર્ષદ ખમાર દ્વારા …

Related posts

પાટણ જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયને (IAS) પદભાર સંભાળ્યો

mahagujarat

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી ધામધૂમથી ઉજવવામાં આવી

museb

પાટણ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણી છોડવા કે. સી. પટેલની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

museb

પાટણનાં નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો દ્વિદિવસીય સંગીત સમારોહ યોજાશે

mahagujarat

પાટણની નર્તન નૃત્ય કલા સંસ્થાનો ‘નૃત્યોપાસના’ કાર્યક્રમ યોજાયો

museb

પાટણના રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં એસ.કે. ટ્રસ્ટના પ્રફુલભાઇ કે. શાહ દ્વારા સ્માર્ટ ક્લાસનું દાન : અર્પણવિધિ કાર્યક્રમ

mahagujarat

Leave a Comment