Maha Gujarat
MehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

આશા, સંવાદિતા, શાંતી અને સ્થીરતા ને સાચા અર્થમા ચરિતાર્થ કરતું પ્રમુખ પદ એટલે ભારતની જી ૨૦ની અધ્યતા – ડૉ.આશુતોષ પાઠક

યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ સરકારી આઈ. ટી.આઈ, વાગડોદ મુકામે જી ૨૦ – G20 સમીટ ઉપક્રમે Y 20 યુવા સંવાદ કાર્યક્રમમાં ડૉ.આશુતોષ પાઠકે યુવા સંવાદના પંચામૃત વિષયો ઉપર મનોનીય પ્રવચન આપ્યું. અને જી ૨૦ શું છે અને તેના સભ્ય દેશો ઉપરાંત આમંત્રીત રાષ્ટ્રો તમજ આમંત્રીત આંતરરાષ્ટ્રીય સંગઠનો વિશેષ વિશે જ્ઞાન આપ્યુ હતું અને જી ૨૦ની ૧૯૯૯ માં સ્થાપનાથી લઈને અધ્યતન વિકાસનો ચિતાર રજુ કર્યો હતો. યુવા સંવાદ કાર્યક્રમમાં ડૉ. પાઠકે યુવાનોને ૨૧મી સદીના કૌશલ્યો અને ટકાઉ રોજગારી ઉપર સદ્રષ્ટાંત સમઝુતી આપીને મેક ઈન ઈન્ડિયા તેમજ વ્યવસાયમા નાવિન્યતાની અગત્યતા વિશે સવિશેષ સમઝુતી આપી હતી.

ગ્લોબલ વોર્મિંગ અને પ્રાકૃતિક આપત્તિ વિશે બોલતા ડૉ. પાઠકે જણાવ્યુ હતું કે વૈશ્વિક ગરમીને નિયંત્રણમાં લેવા માટે આપણે ઉત્સર્જન ને નિયંત્રણમાં રાખીને શાળા કોલેજમાં અભ્યાસ કરતા યુવા વિદ્યાર્થીઓ કોઈપણ એક અને ખાસ કરીને ફળાઉ વૃક્ષને પોતાના વિદ્યા સંકુલમાં રોપે અને તેને ઉછેરે સાથે સાથે દેશી કુળના વૃક્ષોને પણ પ્રધાન્ય આપવાની હિમાયત કરી હતી તેમજ વાતાવરણ માં પ્રાણવાયુની માત્રા જાળવવા પિંપળ, વડ, આસોપાલવ વગેરેના વૃક્ષોને પણ મિયાવાકિ પધ્ધતી થી ઉછેરવાની ચર્ચા કરી હતી.


યુવાનોમાં નાગરિકત્વની તેમજ દેશપ્રેમની ભાવના વિકસે તે હેતુથી યુવા સંવાદમા યુવાનો નો લોકશાહીમાં શુ ફાળો હોવો જોઈએ તેની ચર્ચા કરીને સંસદીય લોકશાહી અને પ્રમુખપદીય લોકશાહીના ભેદ વિશે ચર્ચા કરીને લોક પ્રતીનિધીના ગુણોથી યુવાનોને અવગત કરાવ્યા હતાં અને હાલની વૈશ્વિક ધ્રુવિકરણની પરિસ્થીતીમાં વિશ્વ શાંતી માટે ભારતના વલણથી યુવાનોને વાકેફ કર્યાં હતાં.

સાથેસાથે હાલમા જ્યારે સમગ્ર વિશ્વ વૈશ્વિક મહામારીની પીડામાંથી ઉભરી રહ્યું છે ત્યારે પહેલું સુખ તે જાતે નર્યા ની ઉક્તીની યથાર્થતાની સમજણ આપીને પોષણયુક્ત આહારની અઘત્યતા સમજાવીને મિલેટ યર એટલે કે બાજરી, જુવાર, મકાઈ અને રાગી જેવા અનાજનુ વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે તંદુરસ્તી માટે આ પ્રકારના અનાજનું શારિરીક તંદુરસ્તીમાં અતી મહત્વ છે અને આંતરડા ને જે ફાઈબર આવા જાડા અનાજમાંથી મળે છે તે અન્ય કોઈ બાહ્ય પોષક પુરક અન્ન તત્વમાંથી નથી મળતાં તેની ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમા સરસ્વતી તાલુકા વિકાસ અધિકારીશ્રી લિમ્બાચિયા સાહેબ, નાયબ મામલતદાર શ્રી. આશિષભાઈ ચૌધરી, આઈ.ટી.આઈ ઇન્સ્ટ્રકટરશ્રી. રાણા સાહેબ, યુવા ભાજપા પ્રમુખશ્રી ભરતજી ઠાકોર, સરસ્વતી તાલુકો, આઈ.ટી.આઈ કર્મચારીઓ અને અન્ય પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Related posts

પાટણમાં કોંગ્રેસના રાહુલ ગાંધીની જંગી જાહેરસભા

museb

રેડ ક્રોસ પાટણ દ્વારા ગવર્મેન્ટની સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયરમેન ટ્રેનિંગ કોર્સ કોલેજમાં રક્તદાન કેમ્પ યોજાયો

mahagujarat

પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં આસો નવરાત્રિનું ભવ્યાતિભવ્ય આયોજન

mahagujarat

રિમઝિમ વરસતા વરસાદની હેલીમાં પણ વર્ષાગીતોના ભરચક કાર્યક્રમ ‘રિમઝિમ મલ્હાર-૨૦૨૫’ એ જમાવટ કરી

mahagujarat

પાટણમાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રની સ્થાપનાનાં સુવર્ણજયંતિના ત્રિવિધ અવસરની ઉજવણી કરાઇ

museb

જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે રાજયમાં સોલાર પાર્કના નિર્માણનો નવતર અભિગમ

mahagujarat

Leave a Comment