December 9, 2024
Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાષ્ટ્રીય

આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમ યોજાશે

બે દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં ફરીદા મીર અને કિંજલ દવે શ્રોતાઓને ડોલાવશે

જિલ્લા વહિવટીતંત્ર પાટણ દ્વારા સંગીત રસિકોને ભાવભર્યું આમંત્રણ

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લામાં માતૃગયા તીર્થ સિધ્ધપુર ખાતે આગામી તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બર-૨૦૨૪ ના રોજ સાંજે ૮.૦૦ કલાકે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. હરિકૃષ્ણ ફાર્મ, પુષ્પવાટીકા સોસાયટીની બાજુમાં, બિંદુ સરોવર, સિધ્ધપુર ખાતે યોજાનારા બે દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં પ્રથમ દિવસે ફરીદા મીર અને બીજા દિવસે કિંજલ દવે સહિતના ખ્યાતનામ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમની સંગીતમય પ્રસ્તુતિ કરશે.

જિલ્લા વહીવટીતંત્ર, પાટણ દ્વારા બે દિવસીય માતૃવંદના કાર્યક્રમના આયોજનની તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ સમગ્ર કાર્યક્રમની કામગીરીના સંકલન માટે નોડલ અધિકારીશ્રી તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, પાટણની નિયુક્તિ કરવામાં આવી છે.

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા ગુજરાતના પવિત્ર અને સુપ્રસિધ્ધ યાત્રાધામો ખાતે પ્રતિવર્ષ બે દિવસીય ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં દર વર્ષની જેમ સિધ્ધપુર ખાતે માતૃ વંદના ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જિલ્લા વહીવટીતંત્ર, પાટણ દ્વારા જિલ્લાની સંગીતપ્રેમી જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related posts

ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં પ્રદેશના ઈન્ચાર્જ તરીકે કે. સી.પટેલની નિયુકિત કરવામાં આવી

museb

રેડ ક્રોસ પાટણ દ્વારા ગવર્મેન્ટની સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયરમેન ટ્રેનિંગ કોર્સ કોલેજમાં રક્તદાન કેમ્પ યોજાયો

mahagujarat

શ્રીમતી આનંદીબેન ચૌધરીના સૌજન્ય થી સર્વ મંગલમ આશ્રમ સાગોડિયા ની શાળા ના 231 વિદ્યાર્થીઓને વોટર પાર્ક ના પ્રવાસે લઈ જવાયા: વોટર રાઇડર્સ ની મજા માણી.

mahagujarat

પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના હળવા આંચકા આવ્યા

mahagujarat

પાટણમાં સનાતન ધર્મની વિરાટ ધર્મસભા યોજાશે : ભવ્ય શોભાયાત્રા નિકળશે

museb

શ્રી રોટલીયા હનુમાનજીનો પ્રથમ પાટોત્સવ-રોટલીયોત્સવ ઉજવાશે

mahagujarat

Leave a Comment