Maha Gujarat
MehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્ય

અસ્તિત્વનો જંગ ખેલી રહેલા પાટણનાં ઐતિહાસિક કિલ્લાની દિવાલો કલેકટરશ્રીનાં સૂચનોનો સહેજ પણ અમલ થયો નથી

ગત જાન્યુયારીમાં કલેકટર અને તેમની ટીમે કિલ્લાઓની સંભાળ લેવાની આપેલી સૂચના છ મહિના પછી હજુ હવામાં જ ઝુલે છે

પાટણ શહેર જેવા પ્રાચિન અને ઐતિહાસિક શહેરની પ્રાચિન ઓળખ સમાન ઐતિહાસિક કિલ્લા અને કોટની રાંગો અને દિવાલો અત્યારે એકદમ ભંગાર અને ખખડધજ બની ચૂકી છે. શહેરીકરણ વધતાં અને વિકાસનાં નામે શોપીંગ સેન્ટરો કે રહેણાંક વિસ્તારો બનાવવાની લ્હાયમાં પાટણનાં ઐતિહાસિક કિલ્લાઓની કથળી ગયેલી હાલત સામે જોવાની કોઈને પડી નથી. જેની સીધી અસર અત્યારે આ કિલ્લાઓની દિવાલો પર પડી છે.
પાટણ શહેરમાં આવેલા અને બચી ગયેલા ભગ્નાવસ્થામાં પહોંચી ગયેલા કિલ્લાને જો બચાવવામાં ન આવે તો કદાચ આગામી વર્ષ્ાોમાં આ કિલ્લાઓ જમીન દોસ્ત થઈ જશે. અત્યારે આ કિલ્લાની દિવાલો ઠેરઠેરથી ખવાઈ ગઈ છે. માનવીય અતિક્રમણ અને કુદરતી આપત્તિઓનો માર ઝિલીને પોતાના અસ્તિત્વ સામે જંગ ખેલી રહેલી આ દિવાલો સરકારનું શરણું ગોતીને જીવતદાન માંગી રહી છે. શહેરની ફરતે હાલમાં બગવાડા દરવાજો એકલો અટુલો ભાસે છે તેની સાથે જોડાયેલા કિલ્લાની દિવાલનો છેડો છેક વેરાઈ ચકલા પાસે બદ્રીદાસનીે વાડી, જુના બસસ્ટેન્ડ, છીંડીયા દરવાજા, અઘારા દરવાજા, ફાટીપાળ દરવાજાથી પટોળાહાઉસવાળા સાંકડા રસ્તેથી કાળકા મંદિર તરફ સુધીનાં રોડ પર તદન ભગ્નાવસ્થામાં જોવા મળી રહયા છે.
કાળકા મંદિર રોડ પરથી છેક, કનાસડા દરવાજા નજીક નગરપાલિકાની કચેરીની પાછળનાં ભાગે થોંડો ભાગ અને તે પછી છેક મોતિશા ગેટ પાસે ઢોરડબ્બા નજીક જોવા કેટલોક અંશ જોવા મળી રહયો છે. બાકીનાં ભાગોમાં વિકાસ આ દિવાલોને ખાઈ ગયો છે. અને છીડીંયાથી ફાટીપાળ દરવાજા સુધી જે સળંગ કોટ હયાત છે તેમાં ઠેર ઝાડ ઉગી ગયા છે. તો ક્યાંક તેની પર મંદિરો અને રીતસરનાં ઘર પણ હાલમાં હવામહેલ બનીને ઉભા છે. કોટની દિવાલોમાં લાગેલી પ્રાચિન અને ઐતિહાસિક સ્મૃતિ સમાન ગવાક્ષ્ાો એ પ્રતિમા એ રાજ ચિહનો ગાયબ થઈ થતાં ત્યાં બાકોરા જોવા મળી રહયા છે. અને ક્યાંક ક્યાંક તો જાણે આખે આખી ઈંટો પણ ખવાઈ ને ડાકણની પીઠ જેવી દિવાલો થઈ ગઈ છે. થોડા સમય પહેલાં પૂરાતત્વ વિભાગે છીંડીયા દરવાજાનું રિનોવેશન કરીને તેને મૂળ સ્વરુપમાં લાવીને તેની બહાર સારી વ્યવસ્થા કરી છે. તો થોડા સમય પહેલાં શહેરનાં દક્ષ્ાિણ છેડાનું રક્ષ્ાણ કરતા અને અગાઉ ભૂકંપમાં ધરાશાઈ થયેલા ખાનસરોવર દરવાજાનું પણ રિનોવેશન શરૂ ર્ક્યુ હતું. પરંતુ કિલ્લાની બચેલી દિવાલો પ્રત્યે પાટણનાં વહિવટી તંત્રનું ધ્યાન હજુ જતું નથી. અગાઉ જયારે ગત જાન્યુઆરી ર0ર4માં પાટણનાં કલેકટર અરવિંદ વિજયન, પાટણનાં પ્રાંત ઓફિસર મિતુલ પટેલ સહિતનાં અધિકારીઓએ પાટણનાં કિલ્લાઓની મુલાકાત લઈને પાટણનાં ઐતિહાસિક મહત્વને ગહનતાથી સમજવા માટે અને પાટણ શહેરનાં પ્રવાસન થકી વિકાસ માટે ઐતિહાસિક મહત્વ ધરાવતા પૌરાણીક મંદિરો અને સ્થળોની મુલાકાત લઈને તેની ઐતિહાસિક્તા જાળવવા માટે તેમાં થયેલા દબાણોને દૂર કરવા ગંભીર નોંધ લઈને સૂચનો ર્ક્યા હતા. અને પાટણનાં જર્જરિત કિલ્લાની રાંગો, દિવાલો અને બુરજોની દુરસ્તી કરવા કલેકટરે સૂચના આપી હતી. પરંતુ એ મુલાકાતનાં પાંચ મહિનામાં જ આ સૂચનો કોઈને કેટલા યાદ રહયા હશે તે એક પ્રશ્ર્ન છે કારણ કે, કલેકટરનાં આ સૂચનોનો એક રાતી પાઈનો અમલ થયો નથી. તસ્વીરો પાટણનાં નવનિર્માણ પામતાં નવા આઈકોનિક બસસ્ટેન્ડના પ્લેટફોર્મની સામે આવેલા પ્રાચિન કિલ્લાની ભગ્ન અને ધ્વસ્ત જર્જરિત દિવાલોની દરિદ્રતા દર્શાવવા માટે પૂરતા છે. મોટી મોટી ખાલી વાતો કરતા પાટણના નાગરીકોને પણ ક્યાં પડી છે.

Related posts

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીઓ ઇકો બ્રિક્સ કાર્યક્રમ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત પાટણ” અભિયાનમાં જોડાયા

museb

પાટણના રાજમહેલ રોડ ઉપર બનતો ઓવરબ્રીજ : સર્વિસ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ : ટ્રાફીકની ગંભીર સમસ્યાઓ

mahagujarat

ચાણસ્મા હોસ્પિટલ સંકુલ માટે પી.એસ. પટેલ દ્વારા 1.51 કરોડનું દાન

mahagujarat

શ્રી પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ડી.જે. પટેલ પુનઃ વરણી..

mahagujarat

સિધ્ધપુરમાં પીવાના પાણીનો સપ્લાય કરતી નગરપાલિકાની પાઈપો માંથી મળેલા માનવ અંગો ગૂમ થયેલી યુવતિ લવીના હરવાણીના જ હતા

mahagujarat

હાલ ૨૦ એપ્રિલથી ૩૦ જૂન સુધી દોડશે આખરે પાટણ-ભિલડી લોકલ ટ્રેનનો પ્રારંભ થયો

mahagujarat

Leave a Comment