September 29, 2026
Maha Gujarat
Patanરાજ્ય

રિમઝિમ વરસતા વરસાદની હેલીમાં પણ વર્ષાગીતોના ભરચક કાર્યક્રમ ‘રિમઝિમ મલ્હાર-૨૦૨૫’ એ જમાવટ કરી

રવિવારની મેઘલી રાતે પાટણ ની પ્રસિધ્ધ સંગીત સંસ્થા ‘ ધ્વનિ સંગીત પરિવાર’ દ્વારા યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત વરસાદના ભીનાં ગીતોનો ‘ રિમઝિમ મલ્હાર- ૨૦૨૫ ‘ કાર્યક્રમ અવિસ્મરણીય બનો રહ્યો. ચિક્કાર સંગીતપ્રેમીઓથી ભરાયેલા ખીચોખીચ હૉલમાં પ્રાચીન તથા અર્વાચીન ફિલ્મી વર્ષાગીતોએ જે રમઝટ જમાવી છે તે જોઈને તો એમ જ લાગે કે ગીત-સંગીતની બાબતમાં પાટણ સદાય જાગૃત રહ્યું છે. હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલય ના સંચાલક અને માર્ગદર્શક ડૉ. સમ્યક પારેખની વ્યક્તિગત દેખરેખ હેઠળ તૈયાર થયેલા નાનાં નાનાં ભૂલકાઓથી માંડીને પરિપક્વ કંઠ ધરાવતા સિનિયર વિદ્યાર્થીઓએ અફલાતૂન જમાવટ કરી દીધી હતી. સંગીતપ્રેમીઓથી હકડેઠઠ ભરાયેલા હૉલ ને નિહાળીને સંસ્થાના પ્રમુખ અશોકભાઇ વ્યાસના હૈયે હરખ માતો નહોતો અને એમની ગીતોની છણાવટને સૌએ મનભેર માણી હતી.

એક એકથી ચઢયાતા વર્ષાગીતોને માન્યા, પ્રાચી, એલિન, દેવલ, ક્રિના, ફ્રેયા, દ્રષ્ટિ, પિહુ, વાણી, હ્રીયા, કેવિન, તત્વમ,પ્રયાગ,મેશ્વા, ધ્યાના, માન્યા ભોજક, વિદિશા મોદી, ઋષિ પટેલ, હરેશભાઈ નાથ, કૃષ્ણા બારોટ, શિખા નાયક, આશા રાવલ, ખ્યાતિ નાયક-ભાવસાર, સાગર સલાટ, ડો.ભાવિન ગઢવી તથા ડો. સમ્યક પારેખ વગેરે એ પોતાના મખમલી મુલાયમ સ્વર માધુર્ય થી પીરસતા જ ગયા. જેમઆકાશના અસંખ્ય તારલાઓમાંથી કયો તારો વધુ પ્રકાશિત છે એ શોધવું અઘરું છે તેમ કયા ગીતની પહેલી વાત કરવી એ અસમંજસમાં પડી જવાય એવું છે. શાસ્ત્રીય સંગીત ની તાલીમ હોય તો સ્વર આપોઆપ નિખરે અને ગીતની અસલ નજાકત પ્રકટ થાય. દાખલા તરીકે કુહુ કુહુ બોલે કોયલીયા, મેઘા છાયે આધી રાત,મેરે નૈના સાવન ભાદો, કાંટો સે ખીચકે યે આંચલ…કોની વાત પહેલી કરવી ?

આ વૈભવસારી કાર્યક્રમમાં ડૉ. વ્યોમેશ શાહ, ડૉ.  હમીદ મન્સૂરી, શ્રી કાનજીકાકા, શ્રીમતી ચંદ્રિકા દર્શક ત્રિવેદીની પરોક્ષ હાજરી રહી હતી. જ્યારે શ્રી સુરેશભાઇ ચુનીલાલ પટેલ, ડૉ. ભાવિન ગઢવી, શ્રી કમલેશ સ્વામી, શ્રી દર્શકભાઈ ત્રિવેદી, શ્રી મહાસુખલાલ મોદી, ડૉ.  સ્મિતાબેન વ્યાસ, ડૉ. અતુલભાઈ અગ્રવાલ, ડૉ. રાજ મહારાજા, શ્રી મનીષ ખમાર વગેરે એ પ્રત્યક્ષ હાજરી આપી કાર્યક્રમને ખૂબ દિલથી માણ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મંત્રી શ્રી અતુલભાઈ નાયક, પ્રોજેકટ ચેરમેન શ્રી કિશોરભાઇ રાવલ, શ્રી વિજય ભાવસાર, શ્રી અશ્વિનભાઈ નાયક વગેરે એ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ નું સંચાલન કરતા શ્રી આત્મારામભાઈ નાયી એ બે ગીતો વચ્ચેના અવકાશને શેર શાયરીથી ભરી દઈને કાર્યક્રમને સમૃધ્ધ બનાવી દીધો હતો.

Related posts

પાટણના ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા તૈયાર કરાયેલ પાણીની પરબનું લોકાર્પણ કરાયું

mahagujarat

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીઓ ઇકો બ્રિક્સ કાર્યક્રમ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત પાટણ” અભિયાનમાં જોડાયા

museb

પાટણની નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવર્સિટીના કેમ્પસ વચ્ચે આવેલ રસ્તો ખુલ્લો રાખવા માટે જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનનો આદેશ

museb

પાટણ ખમાર જ્ઞાતિના ધો. 1થી12 સુઘી ના તેજસ્વી તારલાઓને સન્માન કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

museb

પાટણના ખોડાભા હોલ ખાતે હેરિટેજ થીમ સાથે હેરિટેજ ગરબા-૨૦૨૫ નું આયોજન કરાયું..

mahagujarat

પાટણની આજની હાલત પી.એમ. ની “મન કી બાત સુધી પહોંચાડો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે પાટણ આવે ત્યારે તેમના પ્રવચનોમાં તેમને પાટણમાં વિતાવેલ ભૂતકાળને યાદ કરે છે

mahagujarat

Leave a Comment