કેન્સર નિદાન-રસીકરણ તેમજ સન્માન કાર્યક્રમનું આયોજન
એક મુઠ્ઠી ધાન સામાજિક એકતા કો દાન…. અભિયાન અંતર્ગત ૯૫ મણનો એકતા લાડુ બનાવાશે
બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ, પાટણ તેની સ્થાપનાના દશ વર્ષ પૂરા થવા નિમિત્તે ૨૦૨૪ ના વર્ષને દશાબ્દી વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. આ દશાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સમાજના બાળકો અને યુવાનો વ્યસનમુક્ત બને તેને અગ્રતા આપીને સમાજના ભવિષ્યને સુરક્ષિત કરવા આ દશાબ્દિ વર્ષને ૫વ્યસનમુકિત જાગૃતિ વર્ષથ તરીકે ઉજવવા સમાજના યુવાનો દ્વારા સંકલ્પ કરાયો છે. આ ઉપરાંત સમાજની દીકરીઓ માટે મેગા સર્વાઇકલ (ગર્ભાશય મુખનું ) કેન્સર પ્રતિરોધક રસીકરણ તેમજ મહિલાઓ માટે કેન્સર નિદાન કેમ્પ, સમાજના સરકારી નોકરી મેળવનારનું સન્માન, દાતાઓનું સન્માન જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હોવાનું યુવા સંગઠનના હાર્દિક પટેલ અને પ્રમુખ સોહન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
સમાજની દીકરીઓને ગર્ભાશયના મુખનું કેન્સર પ્રતિરોધક રસી તથા સ્ક્રિનિંગ કેમ્પ, વ્યસન મુક્તિ અભિયાન, એકતા લાડુ. સમૂહલગ્ન અને સમાજના દીકરાઓ માટે પાટણ ખાતે રીડિંગ લાઇબ્રેરી જેવી અનેક પ્રવૃત્તિઓ આ વર્ષ નિમિત્તે કરવામાં આવનાર છે. આ ઉપરાંત આગામી સમયમાં આ સંગઠન દ્વારા સમાજ સેવાના એક નવતર પ્રોજેકટ તરીકે રણમાં મીઠાના અગરમાં કામ કરતા અગરિયા પરિવારોને ખાસ કરીને અગરિયા પરિવારના કુપોષિત મહિલાઓ અને બાળકો માટે એક પ્રેરણારૂપ કામગીરીનો પ્રોજેફટ ટૂંક સમયમાં હાથ ધરવાનું આયોજન હોવાનું તેમણે જણાવ્યું હતું.
બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન ૨૨૦૦ યુવાનોનું સંગઠન છે. ભૂતકાળમાં આ સંગઠને કોરોના સમયે ૧૫ દિવસ તમામ સમાજના લોકોને ફ્રી મોસંબી જ્યુસનું વિતરણ પણ કરેલ છે જેની સરકારે નોંધ લઈ સંગઠનનું સન્માન કરેલ હતું. ત્રણ સિનિયર સિટીજન યાત્રાઓ પણ કરાવી છે, જે યાત્રાની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી છે અને તેનો રેકર્ડ પણ યુવા સંગઠનના નામે નોંધાયેલ છે. આ વર્ષે જે વિવિધ કાર્યક્રમો છે તેમાં એક અગત્યનો કાર્યક્રમ સમૂહલગ્ન પણ છે, જેમાં એવી ઉત્તમ વ્યવસ્થા આપી યુવક-યુવતીઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે કે જેનાથી લોકો ઘરે લગ્ન કરવાને બદલે સમૂહ લગ્નમાં જોડાય. આમ, સમાજમાં ખોટા આર્થિક ખર્ચાઓ ઘટાડી સમાજને આર્થિક સધ્ધર કરી શકાય. આ સિવાય મહીલા સંગઠનને સાથે રાખી શુભ- અશુભ પ્રસંગે બિનજરૂરી ખર્ચ ઘટાડવા પણ પ્રયાસો કરવામાં આવ્યા છે, જેમાં સફળતા પણ મળી છે.
બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન વિવાદોથી પર રહી સકારાત્મક કાર્યક્રમ કરી સમાજની એકતા વધુ મજબૂત કરવામાં પ્રયત્નશીલ રહયુ છે. આ માટે એકતા લાડુ બનાવી સમાજના દરેક ઘરે તેનો પ્રસાદ પહોંચાડવામાં આવશે. આ માટે નસ્ત્રએક મુઠ્ઠી ધાન સામાજિક એકતા કો દાન…સ્ત્રસ્ત્ર અભિયાન હાથ ધરીને સમાજના દરેક ઘેર ઘેરથી મુઠીદાન મેળવીને એકતા લાડુ બનાવી સામાજિક એકતા સદભાવના અને સમર્પણ નો સંદેશો સમાજના દરેક ઘરે પહોંચાડવાનો આ દશાબ્દિ વર્ષ ઉજવણીનો ઉદ્દેશ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
૪૨ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા તારીખ ૧૯-૫-૨૦૨૪ ને રવિવારે ગોલાપુર લેમોનેટ ફાર્મ ખાતે કાર્યક્રમો આયોજિત કરાયા છે જેમાં વિશાળ ‘એકતા લાડુ’ તૈયાર કરવાનું આયોજન કરાયું છે. આ એકતા લાડુની વિશેષતા એ છે કે તે ૯૫ મણનો લાડુ હશે અને તેમાં વરરર કિલો લોટ, ૧૨૦૦ કિલો ખાંડ, ૯૦૦ કિલો શુદ્ધ ઘી અને ૩૦૦ લીટર દૂધનો ઉપયોગ કરવામાં આવનાર છે. આ લાડુ ૪૦ ફુટ ઊંચાઈનો અને ૫૦ બાય ૫૦ ના ઘેરાવા સાથેનો બનશે. જેનાથી અઁકતા લાડુની બાબતમાં ૨૦૦૬ના સુરતના મહા લાડુ બાદ પાટણમાં તે ઇતિહાસનું પુનરાવર્તન થશે.
આયોજકોએ જણાવ્યા મુજબ આ લાડુ ૪૨ લેઉવા પાટીદાર સમાજના ૧૦,૦૦૦ ઘરોમાં પ્રસાદરૂપે પહોંચાડવામાં આવશે. તે ઉપરાંત સમાજના વિદેશમાં વસતા લોકોને જેમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, લંડન, અમેરિકા વિગેરે ખાતે પણ કુરિયર દ્વારા આ એકતા લાડુનો પ્રસાદ પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, આ સંગઠન માત્ર બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ માટે નહીં પણ અન્ય સમાજ માટે પણ પ્રેરણાદાયક છે. યુવા સંગઠનની પ્રવૃતીઓને ધ્યાને લઈ વહીવટી તંત્ર પણ સાથ સહકાર આપી રહ્યું છે.