પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી દ્વારા સાહિત્યીક, શૈક્ષણિક, રોજગારલક્ષી સહિત વિવિધ સેવાના કાર્યો દાતાઓનાં સહકારથી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ શહેર સહિત આજુબાજુનાં ખીમીયાણા, સંડેર, બાલીસણાનાં વૃધ્ધાશ્રમો તથા અનાથાશ્રમ અને સેવાવસ્તીમાં વસવાટ કરતા ગરીબ અને મધ્યમ પરીવારો પણ દિપાવલી પર્વની ઉજવણી કરી શકે તે માટે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ સેવાયજ્ઞમાં અમદાવાદ, અમેરીકા સહિત અનેક સ્થળોએ વસવાટ કરતા લાઇબ્રેરીનાં સ્વજનો તરફથી સપ્રેમ આર્થિક દાન મળતા થતાં કુલ ૫૦૦ કિલોથી વધુ મીઠાઈ અને ફરસાણ તૈયાર કરી ૫૦૦ ગ્રામ દેવડા અને ૫૦૦ ગ્રામ ચવાણાના કુલ ૧ હજાર પેકેટ જાત દેખરેખ હેઠળ બનાવડાવી તેનું રુબરુ સ્થળ પર જઈ: લાઇબ્રેરી પરીવાર ના સભ્યો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રમુખ ડો.શૈલેષ સોમપુરા, સુનિલભાઈ પાગેદાર, રાજેશભાઈ પરીખ, અશ્વિનભાઈ નાયક, જયોતિન્દ્રભાઈ ભટ્ટ, વિમલભાઈ ખમાર, નારણભાઈ પટેલ, કેશવલાલ ઠકકર, નરેશભાઈ પ્રજાપતિ, દિલીપભાઈ પ્રજાપતિ, મનુભાઈ ખત્રી, મુકેશભાઈ યોગી, નટુભાઈ દરજી, હસુભાઈ સોની, નગીનભાઇ ડોડીયા, જયોતીબેન પટેલ, કમલેશભાઈ સ્વામી, ચેતન દેસાઈ, નટુભાઇ દરજીવગેરે સભ્યોએ દિવાળીનો સમય હોવા છતાં સમય ફાળવી સેવા આપી હતી. આ પ્રસંગે દાન આપનાર દાતાઓનો લાઇબ્રેરી પરીવાર દ્વારા અભાર વ્યકત કરવામાં આવ્યો છે..