પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 17 સપ્ટેમ્બરના રોજ આવનાર જન્મદિવસ નિમિત્તે તારીખ 1 થી 17 સપ્ટેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં અંગદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે પાટણ યુનિવર્સિટીના ક્ધવેન્શન હોલ ખાતે અંગદાન જનજાગરણ કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટીના ક્ધવેન્શન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દિલીપભાઈ દેશમુખજી એ જણાવ્યું કે, આજે દેશમાં 5 લાખ લોકો વિભિન્ન અંગો માટે પ્રતીક્ષામાં છે. એક મનુષ્ય ચાર પ્રકારનું દાન કરી શકે છે. રક્તદાન, ચક્ષુદાન, મૃત્યુબાદ દેહદાન અને જરૂરિયાત મુજબ અંગોનું દાન એટલે અંગદાન. પ્રથમ ત્રણ દાન લોકો આપે છેુ અંગદાન માટે જનજાગરણ જરૂરી છે. બ્રેઈન ડેડ વ્યક્તિ પાંચ અંગોનું દાન આપી શકે છે.
આ વિષય લોકો સુધી પહોચાડવા તેમણે યુવાનોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, તમારા અંગો ની ચિંતા કરો બીજું એ છે કે તમારું એક્સિડેનટલ ડેથ ના થાય એની ચિંતા કરજો તમે બ્રેઈનડેડ થાવ એ મારી ઈચ્છા નથી આપના કોઈ પરિચિત બ્રેન્ડડેડ થાય તો એમને સમજાવાની કોશિશ કરજો એને મનાવજો તો એ એક માંથી અનેક પક્રિયા બનવાનું ચાલુ થશે. આપના પ્રયાસથી કોઇની જિંદગી બચી જશે જેમ કુદરતી મૃત્યુ પછી આપણે શરીર પરથી દાગીના ઉતારી લઈએ છીએ તો આપણા કોઈ બ્રેઈન ડેડ થાય ત્યારે અથવા તો કોઈ મૃત્યુ થાય ત્યારે ભગવાને આપેલા દાગીના કેમ ઉતરી નથી લેતા?
આ પ્રસંગે યુનીવર્સિટીના કુલપતિ પ્રો. રોહિતભાઈ દેસાઈએ પણ યુવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, યુવાનો સામાન્ય રીતે રક્તદાન કરે છે અને તેના વિષે લોકોને સમજાવે પણ છે પરંતુ આજે અંગદાન વિષે સમાજમાં જનજાગરણની આવશ્યકતા છે. આ પ્રસંગે રજીસ્ટ્રાર ડો. કે. કે પટેલ,ભાજપા અગ્રણી કે સી પટેલ, કારોબારી સભ્ય શૈલેશભાઈ પટેલ, સહકારી અગ્રણી સ્નેહલભાઇ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, ડો. ભાવેશ પટેલ, પાલિકા પ્રમુખ હિરલ બેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. અંગનું દાન મહાન છે, કારણ કે અંગ પ્રાપ્ત કરનાર વ્યક્તિ એક નવું જીવન મેળવે છે. આપણા દેશમાં એવા લાખો લોકો છે જેમને આવી જરૂરિયાત હોય છે. અંગદાનને એક જન આંદોલન બનાવીને ઘણા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકાય છે. આ અંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દિલીપ દેશમુખે પ્રજાજનોમાં અંગદાન અંગેની જાગૃતિ કેળવાય તે માટે તેમને ગુજરાતમાં સંપાદન અભિયાન હાથ ધર્યું છે તેમને નેશનલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને પોતાનું લીવર પણ ટ્રાન્સફર કરાવેલ છે. તે વખતે ઊભી થયેલ પરિસ્થિતિઓને ધ્યાને લઈને ગુજરાતમાં અંગદાનનું વેઇટિંગ સંપૂર્ણ નાબૂદ થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. રોજ બરોજની આકસ્મિક ઘટનાઓમાં સારવાર દરમિયાન તબીબો દ્વારા કેટલીક વાર દર્દીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતો હોય છે. આ બ્રેઇનડેડ વ્યક્તિનું જો અંગદાન થાય તો તેના દ્વારા અન્ય 8 જેટલા વ્યક્તિને નવું જીવન મળી શકે છે.
ઓનલાઈન અંગદાન નો સંકલ્પ લેવા ક્લિક કરો https://angdaan.org/pledgeform/ અને મહાન દાનના ભાગીદાર બનો. વધુમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને અંગદાન અંગેનું સંકલ્પ પત્ર આપીને જિલ્લામાં પહેલ કરી હતી. તેમજ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી દિલીપ દેશમુખનું સન્માન કરવામાં આવ્યું હતું. અગ્રણીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા