ઉત્તર ગુજરાત કૉ.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ અને બેંકસ્ ફેડરેશન લિ.મહેસાણા,સહકાર ભારતી અને સહકાર સેવા ટ્રસ્ટ,મહેસાણાના સંયુક્ત ઉપક્રમે દૂધસાગર ડેરી હોલ,મહેસાણા ખાતે ‘ લીગલ અને ટેક્ષેશન સેમીનાર તથા અકસ્માત વીમા ચેક્સ અર્પણ સમારોહ ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ,તબીબી શિક્ષણ,કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને, મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલના મુખ્ય મહેમાનપદે, સહકાર ભારતી, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને નાફક્બ,ન્યૂ દિલ્હીના ડિરેક્ટર અને બન્ને ફેડરેશનોના ચેરમેનશ્રી કાંતિભાઈ પટેલની નિશ્રામાં યોજાયું જેમાં ભારતીય જનતા પાર્ટીના મહેસાણા જિલ્લા અધ્યક્ષ શ્રી ગીરીશભાઈ રાજગોર,પ્રદેશ ભાજપા પૂર્વ મહામંત્રી શ્રી કે.સી.પટેલ,અર્બન બેંકના ચેરમેન શ્રી જી.કે. પટેલ,ફેડરેશન એમ.ડી.શ્રી જશુભાઈ પટેલ,મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંક વાઈસ ચેરમેન શ્રી કેશુભાઈ પટેલ,ફેડરેશન વાઈસ ચેરમેન શ્રી શિવરામભાઈ પટેલ,સેમીનાર તજજ્ઞ શ્રી હસમુખભાઈ દોશી ખ્યાતનામ સી.એ.,સહકાર ભારતીના સંગઠન પ્રમુખ શ્રી જીવણભાઈ ગોલે,શ્રી જીતુભાઈ વ્યાસ,પાટણ જિલ્લા સહકારી સંઘ અધ્યક્ષ શ્રી સુરેશભાઈ પટેલ,મહેસાણા જિલ્લા સહકાર ભારતી અધ્યક્ષ શ્રી સુનીલભાઈ મહેતા,પાટણ જિલ્લા સહકાર ભારતી અધ્યક્ષ શ્રી હરિભાઈ પટેલ,ઉત્તર ગુજરાત ક્રેડીટ ફેડરેશન વાઈસ ચેરમેન શ્રી દલાભાઈ પટેલ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો.
સરકાર ન કરી શકે તેવું સમાજસેવાનું કામ આ સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓ કરી રહી છે
આ બેઠકમાં ફેડરેશન અધ્યક્ષ શ્રી કાંતિભાઈ પટેલ(ખોડીયાર ગ્રુપ) તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ફેડરેશન દ્વારા સરકાર ન કરી શકે તેવું સમાજ સેવાનું કામ આ સહકારી બેંકો અને ક્રેડીટ સોસાયટીઓ કરી રહી છે અને તેમને સતત જીવંત રાખવાની,સહકારી અને સરકારી કાયદાઓથી જાગૃત રાખી અને વિના પગારે સમાજ સેવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.આ સંસ્થાઓ દ્વારા નાના અને મધ્યમ વર્ગને બેઠો કરવાનું કામ જે સરકારનું કામ છે તે સહકારી સંસ્થાઓ કરી રહી છે.અકસ્માત વીમો હોય કે તાલીમ આપવાની હોય ગુજરાતમાં આ ફેડરેશન અગ્રેસર હોય છે.તેમને સરકારના પ્રતિનિધિ તરીકે સ્ટેમ્પ ડયૂટી નો દર જે પાંચ હજાર ઉપરથી શરૂ થાય છે તેની મર્યાદા વધારવા અપીલ કરી હતી અને સંસ્થાઓને સહયોગ કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે સહકારી સંસ્થાઓ મધ્યમ અને નાના માણસોને વ્યાજખોરો ની ચુંગાલમાંથી બચાવવાનું સરકારનું કામ કરી રહી છે તેમને સરકારે બિરદાવવા જોઈએ અને આત્મનિર્ભર યોજના ને ચાલુ રાખવી જોઈએ તેમ જણાવ્યું હતું
આજે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલનું સન્માન ઉત્તર ગુજરાત કો.ઓપ.ક્રેડીટ સોસાયટીઝ ફેડરેશન અને ઉત્તર ગુજરાત કો.ઓપ.બેન્કસ ફેડરેશન તથા સહકાર ભારતી ,મહેસાણા અને પાટણ જિલ્લા દ્વારા શાલ,બુકે અને મોમેન્ટ આપી કરવામાં આવ્યુ હતું. આજના કાર્યક્રમમાં શરૂઆતમાં ટેકનિકલ શેસન હતું જેમાં ૮૦પી ઈન્કમટેકસ અને કાયદાકીય બાબતો ઉપર સેમિનારમાં તજજ્ઞ મહેસાણાના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ શ્રી હસમુખભાઈ દોશી એ ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના ઉદઘાટન બાદ મંત્રીશ્રી,ધારાસભ્ય શ્રી અને મહેમાનો ના વરદ્ હસ્તે ફેડરેશન દ્વારા ચાલતી અકસ્માત વીમા યોજના ના લાભાર્થીઓને એક એક લાખના કુલ વીસ ચેક મળી ₹૨૦,૦૦,૦૦૦/- મૃતકોના વારસો ને અર્પણ કરવામાં આવ્યા હતા.
એમ.ડી.શ્રી જશુભાઈ પટેલે ફેડરેશન દ્વારા કરવામાં આવેલા કામો અને સમાજ કલ્યાણના કાર્યો માટે સરકારનો સાથ સહકાર મળી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ફેડરેશન દ્વારા ચાલતી વીમા યોજના અને નાના માણસોને શાહુકારોની ચુંગાલમાંથી મુક્ત કરવાનું કામ સહકારી સંસ્થાઓ કરી રહી છે જે સરકારનું કામ છે તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે અર્બન બેંક ના ચેરમેન શ્રી જી.કે.પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. અતિથિ વિશેષ સ્થાને ઉપસ્થિત મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ગીરીશભાઈ રાજગોરે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા સહકારી ક્ષેત્રના વિકાસમાં રાષ્ટ્રીય લેવલે સહકારી મંત્રાલય અલગ બનાવી સોનામાં સુગંધ ભળે તેમ અમિતભાઈ જેવા પીઢ સહકારી નેતાને તેનો કારભાર સોંપ્યો જેના કારણે પાયાના લેવલથી બદલાવ આવી રહ્યો છે.કારણ કે અમિતભાઈ પાયાના સહકારી કાર્યકર છે તેથી તેમના અનુભવો નો વિનિયોગ થશે. તેમણે ડબલ એન્જિન ની સરકાર સહકાર દ્વારા સમાજ કલ્યાણ માટે કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.
મુખ્ય મહેમાન પદેથી ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સહકાર દ્વારા સમાજ વિકાસમાં મદદ મળે છે. તેમણે તેમના જીવનનો પ્રસંગ યાદ કર્યો હતો કે તેવો જ્યારે એન્જિનિયરિંગ કરી આવ્યા ત્યારે જિલ્લામાં ખુબ જ નહિવત પ્રમાણમાં સહકારી સંસ્થાઓ જોવા મળતી હતી તેથી મોટા વ્યાજે ધંધા માટે લોન લેવી પડતી અને નફાનો મોટો ભાગ વ્યાજમાં ચાલ્યો જતો હતો.આ સમયમાંથી બહાર લાવવાનું કામ સહકારી સંસ્થાઓ ની સ્થાપના દ્વારા શક્ય બન્યું છે જેમાં મુરબ્બી શ્રી કાંતિભાઈ પટેલ જેવા આગેવાનોનું અમૂલ્ય યોગદાન રહેલું છે.કાર્યક્રમ ઉદ્ઘાટક અને અધ્યક્ષ શ્રી ઋષીકેશભાઈ પટેલે તેમના અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ફેડરેશન દ્વારા અકસ્માત વીમા યોજના અને આત્મનિર્ભર યોજનામાં ફેડરેશન ની કામગીરીના વખાણ કરતાં દરેક મંડળીઓ પોતાના તમામ સભાસદો ને વીમા યોજનાથી જોડે તેવો આગ્રહ કરતાં જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જન ધન યોજના, વિમાયોજનાઓ,મુદ્રા યોજના જેવી અનેક પહેલો કરી સમાજના નાના અને મધ્યમ વર્ગના આર્થિક ઉત્થાનની બેનમૂન મુહિમ ઉપાડી છે જેને દરેક સહકારી કાર્યકરો સહયોગ કરી યોજનાઓનો લાભ અપાવે તેવી પહેલ કરી હતી.તેમને વધુમાં જણાવ્યું હતું કે તેમને પણ એક ક્રેડીટ સોસાયટી ઊભી કરેલી અને તેમાં લોકોએ ખૂબ સરસ ઉત્સાહ બતાવેલ પરંતુ પોતાનો વ્યવસાયી ક્ષેત્ર જુદા પ્રકારનું હોઈ તેમને તે સોસાયટી અન્યોને ચલાવવા આપી અને પારદર્શિતા જાળવવામાં પોતાની ભૂમિકા અદા કરી હતી, તેમણે ઉમેર્યું હતું કે, સહકાર ક્ષેત્રમાં અમિતભાઈ જેવા પીઢ અનુભવી નેતાનું માર્ગદર્શન અને સહકારીતામાં સમયાંતરે મળી ચિંતન, સમાવેશન થવું જોઈએ તેમજ પારદર્શિતા જળવાવી જોઈએ.
આ સાથે ઉત્તર ગુજરાત કો.ઓપ.ક્રેડીટ સોસાયટીઝ ફેડરેશન અને ઉત્તર ગુજરાત બેન્કસ ફેડરેશન ની વાર્ષિક સાધારણ સભા ફેડરેશન અધ્યક્ષ શ્રી કાંતિભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં એજન્ડા મુજબનાં કામોને મંજૂરી આપવામાં આવી હતી.અંતે કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ફેડરેશન સેક્રેટરીશ્રી કીર્તિભાઇ પટેલે કરી હતી.