Maha Gujarat
IndiaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાષ્ટ્રીયશિક્ષણ

ગૌ ભાગવત કથા ના આમંત્રણ આપવા માટે ત્રણ ગૌ રથો નું પ્રસ્થાન થયું

દરેક ગામોમાં ગૌ ભક્તો આમંત્રણ આપવા માટે રુબરુ જશે

હરીઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ અનાવાડા ના લાભાર્થે આગામી ડિસેમ્બર મહિનાની પહેલી તારીખ થી સાતમી તારીખ સુધી યોજાનાર ગૌ ભાગવત કથા નું આમંત્રણ આપવા માટે આજરોજ સુરભી રથ, કપિલા રથ તથા દેવકી રથ નું પ્રસ્થાન નાની બાળકીઓએ કળશ ધારણ કરી, ઉપસ્થિત મોટી સંખ્યામાં ગૌ ભક્તોએ ગૌ માતા ની આરતી ઉતારી પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજ દ્વારા શ્રીફળ વધેરી પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં રથ નું પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે વાળીનાથ ચોક ખાતે ઉપસ્થિત મોટી સંખ્યામાં ગૌ ભક્તો ને આશિર્વચન આપતાં પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજે જણાવ્યું હતું કે,પાટણ ના આંગણે પૂજ્ય કાંચી પીઠ ના શંકરાચાર્ય સહિત અનેક સંતો ના પગલાં પડવાથી આ પંથક ધન્ય બનશે એમણે જણાવ્યું હતું કે આ રથયાત્રા દરમિયાન દરેક ગામોમાં દરેક ને આમંત્રણ આપવામાં આવશે તથા ગામડાઓ માં બેનરો, સ્ટિકરો તથા પત્રિકાઓ નું વિતરણ કરવામાં આવશે પ્રત્યેક પરિવાર ગૌ ગ્રાસ સ્વરૂપે રૂપિયા પચાસ નું દાન કરશે તથા ગામના મુખ્ય વિસ્તારોમાં રથ નું ભ્રમણ થશે અને ગૌ હોસ્પિટલ નિર્માણ કાર્ય ના સહયોગ અને કથા નું રસપાન કરવા માટે દરેક ને અનાવાડા ગૌશાળા ખાતે લાવવા માટે ગ્રામ સમિતિ બનાવી ગામના યુવાનો તેનું આયોજન કરશે રથયાત્રા દરમિયાન રાત્રે ભજન કીર્તન તથા ગૌ ડાયરો થશે અત્રે જણાવતા આનંદ થાય છે કે પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઉંઝા તાલુકાના મિત્રો પણ રથ લઈને ઉંઝાના ગામે ગામ રથ લઈને ભ્રમણ કરી રહ્યા છે પાટણ માં માતૃશક્તિ સંમેલન તથા સજ્જન શક્તિ સંમેલન બાદ ઉંઝા માં પણ માતૃશક્તિ સંમેલન થયું હતું જેમાં મોટી સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત રહી હતી આવનાર સમયમાં સમગ્ર પાટણ માં બેનરો તથા કમાનો દ્વારા સમગ્ર અનાવાડા તરફ ના રસ્તા પર સુશોભન કરવામાં આવશે શંકરાચાર્ય સહિત દેશભરના સંતો તથા રાજકીય/ ધાર્મિક/ સામાજિક આગેવાનો ને સત્કારવા માટે ગૌશાળા તરફથી સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે આગામી સમયમાં પાટણ શહેરમાં શહેર સમિતિ દ્વારા શહેર ને ત્રણ ભાગમાં વહેંચી દરેક સોસાયટીમાં રથ જશે જેની મુખ્ય સમિતિ સહિત અન્ય ત્રણ સમિતિઓ ની રચના કરવામાં આવી છે સોસાયટીઓમા રથયાત્રા સમયે સમગ્ર પાટણ ગૌ‌ મય બની જશે ગામોમાં તથા શહેરની સોસાયટીમાં જ્યારે રથ આવે ત્યારે સૌને સહકાર આપવા માટે પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજે સૌને પ્રાર્થના કરી છે

 

Related posts

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા યુવાનો માટે નવું કૌશલ્ય અભિયાન….

mahagujarat

સ્વર સંદિપ મ્યુઝિકલ કલબ, પાટણ દ્વારા રફી-કિશોર-મુકેશ સંગીત સપ્તાહ ૨૦૨૬નો પ્રારંભ થયો પાટણના ચોરેચોટે, સભાગૃહોમાં સંગીતના સુરો સાથે ધુમમચાવશે

mahagujarat

પાટણની નૂતન વિનય મંદિર શાળામાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ : સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ, શૈક્ષણિક કીટ વિતરણ અને ખેલ પ્રતિભાઓનું સન્માન

mahagujarat

તૃતીય પીઠાધીશ પદે ડો. વાગીશકુમારજી મહારાજશ્રીનું વિધિવત કાંકરોલી ખાતે ગાદીતિલક થયું

museb

પાટણમાં આયોજિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુની શિવકથા ની પોથીયાત્રા ભક્તિ સભર માહોલમાં યજમાન પરિવારોને ત્યાંથી પ્રસ્થાન પામશે..

mahagujarat

આગામી 29 એપ્રિલે પાટણમાં ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નિકળશે

museb

Leave a Comment