September 11, 2026
Maha Gujarat
MehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજ્ય

પાટણમાં આયોજિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુની શિવકથા ની પોથીયાત્રા ભક્તિ સભર માહોલમાં યજમાન પરિવારોને ત્યાંથી પ્રસ્થાન પામશે..

તારીખ 27મી એપ્રિલના રોજ શિવ કથા દરમિયાન ભક્તિ સભર માહોલમાં શિવ વિવાહ નો પ્રસંગ ઉજવાશે..

પાટણ તા. 13
ધર્મની નગરી પાટણ શહેરમાં ભૈરવ મંદિર રોડ પર આવેલા પાંજરાપોળ ની પવિત્ર જગ્યા પર અખાત્રીજના પવિત્ર દિવસે તારીખ 22 એપ્રિલના રોજ યોજાનાર ઇન્ટરનેશનલ શિવ કથાકાર પરમ પૂજ્ય ડો.લંકેશ બાપુની શું
મધૂર વાણીએ શિવકથા નું આયોજન કરવામાં આવ્યું છે.
શિવ કથા ના પ્રારંભ પ્રસંગે ભક્તિ સંગીતના સુરો વચ્ચે પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ ના સાનિધ્યમાં ભવ્યાતિ ભવ્ય પોથીયાત્રા યજમાન પરિવાર અશ્વિનભાઈ શંકરલાલ પટેલ (દાઢી) ના નિવાસ્થાન અષ્ટવિનાયક બંગ્લોઝ ખાતેથી તારીખ 22મીના બપોરે 3-00 કલાકે નીકળી અન્ય યજમાન પરિવાર એવા સ્વ.દિલીપભાઈ નાનજીભાઈ પટવા ના લક્ષ્મી નગર સ્થિત નિવાસ્થાને પહોંચશે. જ્યાં ઇન્ટરનેશનલ શિવકથાકાર પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ નું સ્વર્ગસ્થ દિલીપભાઈ નાનજીભાઈ પટવા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત સામૈયુ કરવામાં આવશે.ત્યારબાદ ત્યાંથી વાંજતે ગાજતે પોથી યાત્રા શિવ કથાકાર પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ ની આગેવાની હેઠળ 4:30 કલાકે પ્રસ્થાન પામી ભૈરવ મંદિર રોડ પર આવેલા પાંજરાપોળ ની પવિત્ર જગ્યા પર કથા સ્થળે સંપન્ન બનશે.


જ્યાં પોથીયાત્રાનું શાસ્ત્રોક મંત્રોચાર વચ્ચે સ્થાપન કરી શિવ કથા નો પ્રારંભ કરવામાં આવશે. આ શિવ કથા દરમિયાન તારીખ 27મી એપ્રિલના રોજ શિવ વિવાહ નો પ્રસંગ પણ ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવશે તો પાટણની ધર્મપ્રેમી જનતાએ આ શિવ કથા ના રસપાન માટે ઉપસ્થિત રહેવા આયોજક પરિવારો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
પાટણ ખાતે ઇન્ટરનેશનલ શિવ કથા કાર પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુના શું મધુર કંઠે આયોજિત કરાયેલી આ શિવ કથા ના આયોજનને સફળ બનાવવા યજમાન પરિવારો સહિતના ધર્મ પ્રેમી કાર્યકર્તાઓ દ્વારા તડામાર હાલમાં કથા સ્થળે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

Related posts

પાટણના નગરદેવીના મંદિરમાં અનોખો દીપોત્સવી મહોત્સવ યોજાશે

mahagujarat

શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં “ગંગાબા રોજગાર કેન્દ્ર”માં બ્યુટીપાર્લરનાં વર્ગો શરૂ કરવામાં આવ્યા

mahagujarat

લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા આરોગ્ય સેવા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ યોગદાન સ્વરૂપે અંદાજિત 9,80,000/ નવ લાખ એંસી હજાર રૂપિયાનું ABG (Arterial Blood Gas) મશીન ધારપુર મેડિકલ કોલેજને દાન આપવામાં આવ્યું.

mahagujarat

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

પાટણના કોલેજ કેમ્પસમાં જવાના રેલ્વે નાળાની કફોડી હાલત…

mahagujarat

પાટણનું કહેવાતું આઇકોનીક બસ સ્ટેશન : કામ ક્યારે પૂર્ણ થશે?

mahagujarat

Leave a Comment