September 28, 2026
Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાશિક્ષણ

“સ્વસ્થ મન, ઉજ્જવળ ભવિષ્ય” — બીઆઈપીએસમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે પ્રેરણાદાયી સેમિનાર

વિશ્વ માનસિક આરોગ્ય દિવસના અવસરે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ અને સમજણ ફેલાવવાના હેતુસર એક વિશેષ પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત ડૉ. વિપુલ શાહ તથા ડૉ. બિપિન પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। બંને વિખ્યાત નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ સાથે સહજ અને અસરકારક સંવાદ કરતાં સમજાવ્યું કે — “સ્વસ્થ મન જીવનની દરેક સફળતાનું મજબૂત આધારસ્તંભ છે।”
તેમણે માનસિક સંતુલન, આત્મવિશ્વાસ, સકારાત્મક વિચારધારા, અને તણાવ નિવારણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી, સાથે જ રોજિંદા જીવનમાં માનસિક આરોગ્ય જાળવવા માટેના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું।
આ પ્રસંગે સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. ચિરાગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યુ હતું કે BIPS હંમેશાં વિદ્યાર્થીઓના માનસિક, શારીરિક અને નૈતિક — ત્રણેય દિશામાં સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે।

સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ અનુભવી લીધું કે —“સ્વસ્થ મન એટલે સુખી જીવન, અને મજબૂત મન એટલે સફળતા તરફનું પ્રથમ પગલું.”

Related posts

Myempire Casino Free Spins: Genießen Sie Online-Casino Spiele in Deutschland

Admin

ભારે ટ્રાફીક ધરાવતો અતિ મહત્ત્વનો પાટણ-ઊંઝા રોડ ઉપર સુજલામ સુફલામ નહેર ઉપરનો પુલ ક્યારે બનશે? : પાંચ વર્ષથી ભયજનક ડાયવર્ઝન અપાયેલું છે

mahagujarat

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન-જનજાગરણ કાર્યક્રમ યોજાયો

museb

ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ માં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાટણ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ સેમિનારનું આયોજન

museb

સમી ખાતે નારી સંમેલન યોજાયું: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોરે નારી સશક્તિકરણના મહત્વ પર માર્ગદર્શન આપ્યું

mahagujarat

Leave a Comment