September 18, 2026
Maha Gujarat
Other

સ્વર સંદિપ મ્યુઝિકલ કલબ, પાટણ દ્વારા રફી-કિશોર-મુકેશ સંગીત સપ્તાહ ૨૦૨૬નો પ્રારંભ થયો પાટણના ચોરેચોટે, સભાગૃહોમાં સંગીતના સુરો સાથે ધુમમચાવશે

પાટણના પ્રખ્યાત સંગીતકાર, ગાયક સંદિપ ખત્રી, અનિતા ખત્રીના સ્વર સંદિપ મ્યુઝિકલ કલબ પરિવાર દ્વારા રફી-કિશોર-મુકેશ સંગીત સપ્તાહનો ગઇકાલે રાત્રે કાળકા માતા મંદિરના પ્રાગણમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. સુરોની સફરનું આ પાંચમું વર્ષ છે.

મહાકાળી માતાના ઉપાસક, સાહિત્યકાર અશોકભાઇ વ્યાસના મુખ્ય મહેમાન અને આર્શિવાદ સાથે આ સંગીતના અનોખા સપ્તાહનો પ્રારંભ મહાકાળી માતા સમક્ષ દીપ પ્રકટાવી અને સંદિપ ખત્રીના પ્રાર્થના ગીત સાથે થયેલ. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી કાનજીભાઇ પટેલ, હર્ષદભાઇ ખમાર, મહાસુખભાઇ મોદી, દીપક ખત્રી હતા. આ પ્રસંગે સંદિપ ખત્રીના કુશળ સંચાલન નીચે તૈયાર થયેલ કલાકારોએ રફી, મુકેશ, કિશોર, લત્તા, આશા ભોંસલેના સ્વરે ગાયેલા ગીતો પ્રસ્તુત કરેલ.

તા. ૧૯-૭-૨૦૨૬થી તા. ૨-૮-૨૦૨૬ સુધી ચાલનારી આ સંગીત સપ્તાહ યાત્રામાં પાટણના ચૌરેચોટે, ચાર રસ્તે, જુદા જુદા હોલ સભાગૃહમાં ૨૫ જેટલા કાર્યક્રમો દ્વારા ૫૦ જેટલા કલાકારો ૫૦૦ જેટલા ગીતો ગાઇને ધુમ મચાવશે. આ ઉપરાંત તા. ૨-૮-૨૦૨૬ના રોજ યુનિવર્સિટીના રંગભવનમાં સવારે ૮ થી રાત્રીના ૧૧ સુધી નોન સ્ટોપ પાટણના ઇતિહાસમાં પહેલીવાર ૧૨૫ ગીતોનો કાર્યક્રમ યોજાશે. આજના પ્રથમ કાર્યક્રમનું સુંદર સંચાલન આત્મારામભાઇ નાયી અને જ્યોતીકાબેન પટેલે કર્યું હતું.

 

Related posts

અનાવાડા ગામે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ

mahagujarat

આશા, સંવાદિતા, શાંતી અને સ્થીરતા ને સાચા અર્થમા ચરિતાર્થ કરતું પ્રમુખ પદ એટલે ભારતની જી ૨૦ની અધ્યતા – ડૉ.આશુતોષ પાઠક

mahagujarat

8 મેં રેડ ક્રોસ દિન. પાટણ જિલ્લા રેડ ક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું

mahagujarat

પાટણમાં તુલસી વિવાહ – દેવ દિવાળીનો ઉત્સવ ભવ્ય શ્રદ્ધાથી ઉજવાયો

museb

શ્રીમતી આનંદીબેન ચૌધરીના સૌજન્ય થી સર્વ મંગલમ આશ્રમ સાગોડિયા ની શાળા ના 231 વિદ્યાર્થીઓને વોટર પાર્ક ના પ્રવાસે લઈ જવાયા: વોટર રાઇડર્સ ની મજા માણી.

mahagujarat

પાટણથી પ્રભાસ પાટણ-સોમનાથની સીધી ટ્રેન શરૂ કરો

mahagujarat

Leave a Comment