Maha Gujarat
Other

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા યુવાનો માટે નવું કૌશલ્ય અભિયાન….

ટોયોટા ટ્રેનિંગ સેન્ટર અને જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્યુફેક્ચરિંગ સાથે એક અનોખી પહેલ

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES), પાટણ દ્વારા ઉત્તર ગુજરાતના યુવાનોને વૈશ્વિક સ્તરના કૌશલ્ય અને રોજગારના અવસરોથી જોડવા માટે એક મહત્વપૂર્ણ અને દુરંદેશી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્યુફેક્ચરિંગ (JIIM) તથા ટોયોટા ત્સુશો NTTF ટ્રેનિંગ સેન્ટર સાથે સંયુક્ત રીતે “મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી” ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તાવાળી તાલીમ અને ડિપ્લોમા પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.

આ અભિયાનનો મુખ્ય હેતુ ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને “શીખો અને કમાવો”ના મંત્ર સાથે પ્રેક્ટિકલ અને ઉદ્યોગલક્ષી શિક્ષણ આપવાનો છે, જેથી તેઓ માત્ર નોકરી શોધનાર નહીં પરંતુ કૌશલ્યવાન અને આત્મનિર્ભર યુવા તરીકે ઉભરી શકે. જાપાનની આધુનિક ટેકનોલોજી, કાર્યશૈલી અને શિસ્તને ભારતીય સંદર્ભ સાથે સંકલિત કરીને તાલીમ આપવામાં આવશે, જે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવશે.

“Earn While Learn” સાથે મફત GTU સંલગ્ન ડિપ્લોમા ઇન મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી – ટોયોટા કંપની દ્વારા સ્પોન્સર્ડ

આ ડિપ્લોમા પ્રોગ્રામ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) સાથે સંચાલિત થશે અને તેમાં 80% પ્રેક્ટિકલ ટ્રેનિંગ ટોયોટા ટ્રેનિંગ સેન્ટર, વિઠલાપુર ખાતે તેમજ 20% થિયરી અને પરીક્ષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને તાલીમ દરમિયાન દર મહિને ₹12,727 નો સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, જેથી તેઓ “Earn While Learn” ના સિદ્ધાંત સાથે શૈક્ષણિક અને આર્થિક રીતે સશક્ત બની શકે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને 100% પ્લેસમેન્ટ સપોર્ટ આપવામાં આવશે.

NGES કોલેજ કેમ્પસ સંચાલક ડૉ. જય ધ્રુવે જણાવ્યું કે, “આ પહેલ ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે, જેથી તેઓને વિશ્વસ્તરીય કૌશલ્ય સાથે સંપૂર્ણ રોજગારક્ષમ બનાવી શકાય. અમારો હેતુ માત્ર શિક્ષણ આપવાનો નથી, પરંતુ દરેક વિદ્યાર્થીને ‘Fully Employable’ બનાવવાનો છે, જેથી તેઓ આત્મનિર્ભર બની પોતાના અને સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે.”

ઉત્તર ગુજરાતના યુવાનો માટે વૈશ્વિક કૌશલ્યનો નવો દ્વાર – NGES ની અનોખી પહેલ

આ પહેલ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો 30 એપ્રિલ, 2026ના રોજ સવારે 11:00 કલાકે પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલ, પાટણ ખાતે યોજાશે. ધોરણ 10 પાસ અને વધુ લાયકાત ધરાવતા તથા 18 થી 25 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ માટે આ સોનેરી તક છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ સમયસર મોબાઈલ નંબર 9924556101 પર ફરજિયાત નોંધણી કરીને આત્મનિર્ભર બનવા આ સેમિનારમાં અવશ્ય ઉપસ્થિત રહેવું.

તેમણે વધુમાં ઉમેર્યું કે આ પ્રકારની ઇન્ડસ્ટ્રી-લિંક્ડ તાલીમ યુવાનોને માત્ર નોકરી માટે તૈયાર જ નહીં કરે, પરંતુ તેમને આત્મવિશ્વાસ, પ્રેક્ટિકલ કુશળતા અને વૈશ્વિક કાર્ય સંસ્કૃતિ સાથે પણ સજ્જ બનાવશે.

ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના તમામ વર્ગોને આ પહેલમાં સહભાગી થવા અને યુવાનોને આ તકનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.

Related posts

પાટણની ડૉ. પંડ્યા અભ્યાસગૃહ શાળાને ઐતિહાસિક દરજ્જો આપવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત

mahagujarat

લોક કલ્યાણ માટે કાર્યરત મહિલા સામાજિક આગેવાનોને ” આ. મંજુલાબેન કિરિટભાઈ સોલંકી સ્મૃતિ વંદન ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે.

mahagujarat

મહેસાણા-પાટણ-ભિલડી રેલલાઇનને ડબલ કરવામાં આવશે…

mahagujarat

પાટણમાં આયોજિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુની શિવકથા ની પોથીયાત્રા ભક્તિ સભર માહોલમાં યજમાન પરિવારોને ત્યાંથી પ્રસ્થાન પામશે..

mahagujarat

પાટણના અગાશીયા વીરદાદા મંદિરનાો પાટોત્સવ યોજાયો…

mahagujarat

પાટણના પારેવા સર્કલ થી ખાલકશા પીર રોડની હાલત સુધારો.

mahagujarat

Leave a Comment