Maha Gujarat
Other

લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા આરોગ્ય સેવા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ યોગદાન સ્વરૂપે અંદાજિત 9,80,000/ નવ લાખ એંસી હજાર રૂપિયાનું ABG (Arterial Blood Gas) મશીન ધારપુર મેડિકલ કોલેજને દાન આપવામાં આવ્યું.

આ પ્રસંગે GMERS મેડિકલ કોલેજના ડીન શ્રી ડૉ. હાર્દિક શાહ, તબીબી અધિક્ષક શ્રી ડૉ. પારુલ શર્મા, RMO શ્રી ડૉ. રમેશ પ્રજાપતિ, તેમજ બાયોકેમિસ્ટ્રી વિભાગના વડા શ્રી ડૉ. હિમાંશુ પટેલ તેમણે લાયન્સ ક્લબ પાટણનો આ મહત્વપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
લાયન્સ ક્લબના પ્રમુખ લા.નિકુલ ચુનાવાલા, મંત્રી લા.રાજુભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ લા. મનોજ પટેલ સહ ખજાનચી લા. ભદ્રેશ મોદી, સહિત બિપિન પરમાર, નરેશ પરમાર અને અન્ય ડોક્ટર્સ અને લેબોરેટરી ટેકનિશિયન સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન લા. ગૌરવ મોદી, લા. અમીષ મોદી, લા. પરીન પંચીવાલા એ ભારે જહેમત ઉઠાવી હતી.

આ ABG મશીનના ઉપયોગથી ગંભીર દર્દીઓમાં ઓક્સિજન લેવલ, એસિડ-બેઝ બેલેન્સ તેમજ શ્વસન સંબંધિત તકલીફોનું ઝડપી અને ચોક્કસ નિદાન શક્ય બનશે. ખાસ કરીને ઇમરજન્સી વિભાગ, આઇસીયુ અને ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ દર્દીઓની સારવાર વધુ અસરકારક અને સમયસર કરી શકાશે.
લાયન્સ ક્લબ પાટણના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સમાજ અને આરોગ્ય ક્ષેત્રના વિકાસ માટે આવી સેવાકાર્યો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે. આ દાનથી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતાં ગરીબ અને સામાન્ય દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસેવા ઉપલબ્ધ થશે, જે સમાજ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરેલ છે.

Related posts

સુરતના બારડોલી માર્ગ ઉપર ગોજારો કાર અકસ્માત પાટણના ત્રણ સગાભાઇ-બહેનોના કરૂણ મોત…

mahagujarat

મહાશિવરાત્રીથી પાટણ-સોમનાથની ટ્રેન આપો

museb

પાટણ રેલવે સ્ટેશન પર નવી ટ્રેન સુવિધા : ચેન્નઈ સેન્ટ્રલ-ભગત કી કોઠી વચ્ચેની સુપરફાસ્ટ ટ્રેનને મળ્યું સ્ટોપેજ

mahagujarat

શ્રીહરી સેવા પરિવાર-પાટણ દ્વારા શ્રી દિલીપભાઇ શાસ્ત્રીના વ્યાસપીઠે હરીદ્વારમાં ગંગા કિનારે ૨૫ મે થી ભાગવત સપ્તાહ યોજાશે

mahagujarat

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા G-20 અંતર્ગત Y-20 નો પાટણ તાલુકા નો યુવા સંવાદ નો કાર્યક્રમ રાજપુર ITI ખાતે યોજાયો…..

museb

અમદાવાદના ‘આર.બી.ઝેડ’-હરિત ઝવેરી 100 કરોડનો આઇ.પી.ઓ. લાવી રહ્યા છે

museb

Leave a Comment