જન્મભૂમિ પાટણે અમને ઉત્તમ સંસ્કારો આપ્યા છે
અમદાવાદના ‘આર.બી.ઝેડ’-હરિત ઝવેરી 100 કરોડનો આઇ.પી.ઓ. લાવી રહ્યા છે
અમદાવાદમાં આર.બી.ઝેડ.ના માલિક રાજુભાઇ ઝવેરીએ પાટણ ખાતે જણાવ્યું હતું કે, ‘હું પોતે પાટણનો વતની છું મારી જન્મભૂમિ અને વિદ્યાભૂમિ પાટણ રહી હોઇ આ ભૂમિનો પ્રભાવ અને સંસ્કારોનું ફળ મને સતત મળતું રહ્યું છે. તેમણે જણાવ્યું કે, તેમના પિતાશ્રી બબાભાઇ હરગોવનદાસ ઝવેરી પાટણના ઝવેરી બજારમાં પ્રખ્યાત પ્રતિષ્ઠિત ઝવેરી હતા તેઓ મોટા વેપારી હોવા સાથે સેવાભાવી ધાર્મિક મનોવૃત્તિ ધરાવતા હતા. તેઓની કર્તવ્ય નિષ્ઠાના કારણે અમારા પરિવારે પાટણ પંથકમાં નામના અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.
પાટણના વતની અને અત્યારે અમદાવાદમાં સોના, ચાંદી આભુષણોના વ્યવસાયમાં હોલસેલ અને રીટેલક્ષેત્રે સારી નામના પ્રગતિ હાંસલ કરેલ આર.બી.ઝેડ-હરીત ઝવેરીના માલિક રાજુભાઇ ઝવેરી દ્વારા આગામી દિવસોમાં કંપનીનો આઇપીઓ બહાર આવી રહ્યો છે. આ અંગે પાટણના પત્રકારોને માહિતી આપવા તેમજ પાટણવાસીઓ આ આઇપીઓ વધુ ભરે તે માટે તેમની પેઢી, તેમના ધંધાકીય વિકાસ, નેટવર્ક વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
રાજુભાઇએ જણાવ્યું કે, “અમદાવાદ જઇ તેમના પરિવાર દ્વારા ખૂબ મોટો ધંધો વિકસાવવા છતાં માદરેવતન પાટણ પ્રત્યેની તેમની યાદો અને આદર, પ્રેમ જરાય ઓછો થયો નથી. આ સંસ્કારી ભૂમિએ અને અમારા પિતાશ્રીએ આપેલ સંસ્કારોથી અમો દેશ-વિદેશમાં અમારો વ્યવસાય વિસ્તૃત કરેલ છે. જ્વેલર્સના વ્યવસાયમાં આર.બી.ઝેડ. અને હરીત ઝવેરીના નામે નિત્તીમત્તા, પ્રમાણીક્તા અને પુરુષાર્થના સહારે કાઠ્ઠ કાઢી 2008માં પ્રાઇવેલ લિમીટેડ કરી 2014માં 1 હજાર સ્કે.ફીટનો અને 2018માં અમદાવાદમાં શિવરંજની રોડ ઉપર 11 હજાર સ્કે.ફીટનો વિશાળ શો-રૂમ બનાવી જ્વેલર્સ ક્ષેત્રે અલગ ઓળખ અને દબદબો ઉભો કર્યો હોવાનું જણાવેલ.
આ ઉપરાંત 2016માં તેમણે દાગીના બનાવાની વિશાળ અદ્યતન ફેક્ટરી બનાવી દેશભરના જ્વેલર્સના તૈયાર દાગીનાની ડિઝાઇન બનાવી માલ સપ્લાય કરી રહ્યા છે. આજે દેશભરમાં આર.બી.ઝેડે. એક આગવી ઓળખ નામના ઉભી કરી હોવાનું જણાવેલ.
આ પ્રસંગે હાજર રહેલ રાજુભાઇના પુત્ર હરીત ઝવેરીએ પણ તેમના પિતાશ્રીના વારસામાં મળેલા સંસ્કારો અને સિધ્ધાંતોને પૂર્ણ સમયમાં મૂકી રહ્યા હોવાનું જણાવેલ. હરીત ઝવેરીએ જણાવેલ કે, “માત્ર પૈસા નહીં પરંતુ ગ્રાહકોને વિશ્ર્વનીય સોનું અને દાગીના મળે તેવો તેમનો સંપૂર્ણ પ્રયાસ રહ્યો હોવાનું જણાવેલ. આજે દેશના 20 રાજ્ય 72 મોટા સીટીમાં આર.બી.ઝેડ. જ્વેલર્સની નેટવર્ક વિકાસ પામી રહ્યું છે. પબ્લીકને તેનો લાભ મળી રહે તે માટે તેઓ 100 કરોડનો આઇ.પી.ઓ. લાવી રહ્યા હોવાનું જણાવી જન્મભૂમિ પાટણથી તેમને કાયમ પ્રેમ, આદર, પ્રેરણા મળતા રહ્યા છે એમ આઇ.પી.ઓ.ને પાટણમાંથી ભરપુર પ્રતીસાદ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરેલ.
આ પ્રસંગે કંપનીના ચીફ ફાઇનાન્સ ઓફિસર હર્ષવર્ધન ભારદ્વાજે આર.બી.ઝેડ. જ્વેલર્સ અને તેની નાણાંકીય સધ્ધરતા અંગે આંકડા રજૂ કરી વિસ્તૃત માહિતી આપેલ.
એવા બબાભાઇ હરગોવનદાસ ઝવેરી પરીવારના શુભેચ્છક, પાટણના પ્રાચીન મહાકાળી માતાના મંદિરના પૂજારી અશોકભાઇ વ્યાસ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.