Maha Gujarat
IndiaMehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

સુરતના બારડોલી માર્ગ ઉપર ગોજારો કાર અકસ્માત પાટણના ત્રણ સગાભાઇ-બહેનોના કરૂણ મોત…

મામા-મામી સહિત કુલ 6ના મોત થયા

પાટણના બળીયાપાડામાં રહેતા હર્ષદભાઇ જીવાભાઇ પટેલના લગ્ન સુરતના માંડવી ખાતે થયા હતા. હર્ષદભાઇ તેમની પત્ની બે પુત્રીઓ અને પુત્ર સાથે તેમના સાસરે ગયા હતા. તેમના ત્રણ સંતાનોમાં દિકરી મેઘાબેન હર્ષદભાઇ પટેલ (ઉ.વ. 22), તમન્ના હર્ષદભાઇ (ઉ.વ. 16) અને પુત્ર અક્ષિત હર્ષદભાઇ (ઉ.વ. 12) તેમના માંડવી ખાતે રહેતા તેમના મામા મહેશભાઇ રાઠોડ, મામી અને મામાની દિકરી, દિકરા સાથે લગ્ન પ્રસંગે મામાની ગાડીમાં સુરત માંડવીથી બારડોલી તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમની ગાડી સાથે બામરોલી પાસે તેમની કારને ડમ્પરે ટક્કર મારતાં તેમની કારનો ભુક્કો બોલી ગયો હતો. આ ભયંકર અકસ્માતમાં કારમાં બેઠેલા મામા-મામી મામાની દિકરી તેમજ પાટણના આ ત્રણે ભાઇ બહેનો સહિત કુલ 6 જણાના કરૂણ મોત થયા હતા.

પાટણના હર્ષદભાઇ જીવાભાઇ પટેલ પરિવાર ઉપર દુ:ખનો પહાડ તુટી પડ્યો


કાળજુ કંપાવી નાખે તેવા આ ગોજારા અકસ્માતમાં મોતને ભેટેલા પાટણના ત્રણેય પાટણના ભાઇ-બહેનોના અર્થી શનિવારે રાત્રે પાટણ લવાયા હતા. રવિવારે સવારે ત્રણેય ભાઇ-બહેનોની અંતિમયાત્રા નિકળી ત્યારે પાટણનાં લેઉઆ પાટીદાર સમાજ સહિત અનેકો જોડાયા હતા. અશ્રુભીની આંખે ત્રણેય ભાઇ-બહેનોની એક સાથે અંતિમવિધિ કરાઇ હતી.
આ કરૂણ ઘટનાથી સમગ્ર પાટણ શહેરમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. પાટણના લેઉઆ પાટીદાર સમાજના હજી બે મહિના પહેલા એક સાથે પરણીત બે યુવાન સગા ભાઇઓના અચાનક મોત થયા હતાં. તેની શાહી હજી સૂકાઇ નથી ને આ ત્રણ સગા ભાઇ-બહેનના કરૂણ આઘાતજનક મોતથી લેઉઆ પાટીદાર સમાજે ભારે આંચકો અનુભવ્યો છે.


પાટણના હર્ષદભાઇ જીવાભાઇ પટેલ પરિવાર ઉપર તૂટી પડેલ આ દુ:ખના પહાડથી પાટણ શહેરના અગ્રણીઓ સહિત લોકો અશ્રુભીની શ્રધ્ધાંજલી પાઠવી રહ્યા છે, અને દુ:ખના સંદેશા વહેતા થયા છે. આ મૃતઆત્માઓની શાંતિ માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

Related posts

સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયામાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઇ

mahagujarat

પાટણથી પ્રભાસ પાટણ-સોમનાથની સીધી ટ્રેન શરૂ કરો

mahagujarat

પાટણના જિલ્લા કલેકટરશ્રી એ પાટણનાં વિશ્ર્વપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની મુલાકાત લીધી : કલેક્ટર શ્રી અરવિંદ વિજયન અભિભૂત થયા

museb

એક સાહસિક પરિવારે તલોદ જેવા નાના ગામમાં અલ્ટ્રા મોડલ ફેક્ટરી ઊભી કરી…

mahagujarat

પાટણનું કહેવાતું આઇકોનીક બસ સ્ટેશન : કામ ક્યારે પૂર્ણ થશે?

mahagujarat

મહેસાણાના અગ્રણી દિલીપભાઇ ચૌધરી જિલ્લાની શિક્ષણ સંસ્થાઓમાં ફરી મોદી સરકારની ઉપલબ્ધીઓ સમજાવી રહ્યા છે

museb

Leave a Comment