Maha Gujarat
Other

સત્તાધારી ભાજપની આબરૂના ધજાગરા પાટણ પાલિકાના સભ્યો અને ચીફ ઓફિસર વચ્ચે આક્ષેપો પ્રતિઆક્ષેપો

પાટણના નવા બસ સ્ટેશનને બી .યુ .પરમિશન આપવાનો વિવાદ સી.ઓ એ બિલ્ડરો સાથે લેતી દેતી કરી નિયમ વિરુધ્ધ નવા બસ સ્ટેશન ના બિલ્ડીંગ સહિત શહેર ના કેટલાક શોપીંગ સેન્ટરોને બી.યુ.પરમિશન આપી છે : શૈલેષ પટેલ, મુકેશ પટેલ

પાટણ નગરપાલિકામાં પાટણની પ્રજાએ ભાજપને જંગી બહુમતીથી સત્તા આપ્યા બાદ નગરનો વહીવટ સુચારુ રૂપે કરવાને બદલે શાસક પક્ષ ભાજપના બે ગ્રુપો કેટલાક સમયથી આમને સામને આવી ગયા છે અને ઝધડી રહા છે. સત્તાધારી પક્ષમાં જ બે ભાગલા પડ્યા છે ભાજપની આ આંતરિક જૂથબંધી હવે થંભવાનું નામ લેતી નથી. એક તરફ પાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર નું ગ્રુપ છે તો બીજી તરફ ઉપપ્રમુખ હિનાબેન શાહ ,કારોબારી ચેરમેન મુકેશ પટેલ, શૈલેષ પટેલ, નરેશ દવે, મનોજ પટેલ, રાજેન્દ્ર હિરવાણીયા જેવા નગર સેવકો નું ગ્રુપ કામ કરી રહ્યું છે
હવે આ ઝધડા માં ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સામે પણ આ નગરસેવકોએ મોરચો માંડ્યો છે. ભાજપના આ વિરોધી ગ્રુપના સભ્યોએ મીડિયાને સાથે રાખીને પાટણના નવા બની રહેલા બસ સ્ટેશનની ગઇ શુક્રવારે મુલાકાત લીધી હતી. ત્યારે પાલિકાના આ સભ્યોએ મીડિયા સમક્ષ પાટણના ચીફ ઓફિસર હીરલબેન ઠાકરે આ નવા બસ સ્ટેશનન ના આગળ ના શોપિંગ મોલ નું બાંધકામ ચાલુ હોવા છતાં અને તે પૂર્ણ થયું ન હોવા છતાં તેને બી યું પરમિશન આપી દીધી છે અને આ માટે ચીફ ઓફિસરે જેતે બિલ્ડર પાસે થી મોટી રકમની લેતી દેતી કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા
કારોબારી ચેરમેન મુકેશ પટેલ અને શૈલેષ પટેલે જણાવ્યું હતું કે હજી આ બસ સ્ટેશનના ત્રીજા ચોથા મજલા નું માં બાંધકામ ચાલુ હોવા છતાં આ બિલ્ડિંગને બી. યું. પરમિશન કેવી રીતે અપાયું? તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા. પાલિકાના આ ગ્રુપે ગંભીર આક્ષેપો કરતા મામલો વિવાદી બન્યો છે.

આક્ષેપોમાં કોઈ તથ્ય નથી આક્ષેપ કરનાર ટોળકી ને કહેવાતી મીઠાઈ ખાવા મળી નહી તેથી આવા આક્ષેપો કરે છે

: ચીફ ઓફિસર

જો કે ચીફ ઓફિસરે પલટવાર કરતા મીડિયા સમક્ષજણાવ્યું હતું કે આ ટોળકીને મારા આવ્યા પછી કંઈ મારી ખાવા મળતું ન હોવાના કારણે આવા આક્ષેપો કરી રહ્યા છે. તેમની સામેના આક્ષેપો તથ્ય વગરના છે મેં નિયમ મુજબ પારદર્શી રીતે મંજૂરી આપી છે.
કારોબારી ચેરમેન મુકેશ પટેલે આ ચીફ ઓફિસરે રેલવે સ્ટેશન નજીક વનરાજ સોસાયટી બહાર બની રહેલ એક શોપિંગ સેન્ટર ને પણ નિયમો વિરૃધ્ધ બી યું પરમિશન આપી લેતી કરી હોવાના આક્ષેપો કર્યા હતા
તેમણે આ બસ સ્ટેશનમાં અપાયેલ બી યું પરમિશન જી.ડી સી.આર ની જોગવાઈ વિરોધ હોવાનું જણાવી સરકાર અને નગરપાલિકાના કયા પ્રવર્તમાન નિયમ મુજબ આ મંજૂરી આપવામાં આવી એની ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરવી જોઈએ આવી મંજૂરીઓ સરકારી અધિકારી તરીકે હોદ્દા નો દુરુપયોગ કરી આવી મિલકતાના માલિકો કે ભાગીદારો સાથે મેળાપીણું કરી આર્થિક ફાયદો પહોંચાડવાના ઈરાદે કરેલ હોવાનું જણાવેલ
આ નગરસેવકોએ જણાવ્યું કે જો આની યોગ્ય સ્પષ્ટતા નહીં કરાય તો તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતા ની કલમો મુજબ પોલીસ ફરિયાદ તથા અન્ય કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી હોવાનું પણ તેઓએ પત્રકારોને જણાવ્યું હતું
સામે ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે મીઠાઈ (લાંચ)ખવાઈ હોવાના થતા આક્ષેપ અંગે જણાવ્યું હતું કે આ મીઠાઈ શબ્દ તો પાટણમાં આવી ત્યારે જ મને ખબર પડી
જો કે આ સૂચિત મીઠાઈ આ લોકોને હવે મળતી બંધ થતા આવા આક્ષેપો કરી રહ્યા છે તેમણે એમ પણ કહ્યું હતું કે મારા આવ્યા પહેલા આવી મંજુરી ઓ માટે પારદર્શક પક્રિયા થતી નહોતી નગરપાલિકામાં આવી મંજૂરીઓ માટે આવતી ફાઈલો પહેલા આ લોકો રોકી રાખતા અને બ્લેકમેલ કરી બિલ્ડરો પાસે પૈસા પડાવવાનું કામ કરતા હતા એ બધું હવે ઓનલાઇન પારદર્શક પ્રક્રિયામા મેં શરૂ કરતાં આ લોકો ની રોકડી બંધ થઈ ગઈ છે આ લોકોને મળતી મીઠાઈ બંધ થઈ જતા આવા ઉધામા શરુ કરાયા છે.
ચીફ ઓફિસર એક નગરસેવક ઉપર અનેક પોલીસ કેસો થયા છે અને આ નગરસેવક બુટલેગર હોવાનું હોવાનું જણાવ્યું હતું.
આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે સત્તાધારી ભાજપના બે ગ્રૃપો આમને સામને લડી રહ્યા છે. છતાં ભાજપનું મોવડી મંડળ ચુપ થઇને તમાચો જોઇ રહ્યું છે.

સરકારમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું જરૂર પડે પોલીસ ફરિયાદ પણ કરીશું : શૈલેષ પટેલ

Related posts

સ્વર સંદિપ મ્યુઝિકલ કલબ, પાટણ દ્વારા રફી-કિશોર-મુકેશ સંગીત સપ્તાહ ૨૦૨૬નો પ્રારંભ થયો પાટણના ચોરેચોટે, સભાગૃહોમાં સંગીતના સુરો સાથે ધુમમચાવશે

mahagujarat

પાટણના શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બિરાજતાં શ્રી ક્ષેમંકરી માતાજીનો મહાઅભિષેક તથા યજ્ઞ યોજાયો

mahagujarat

શાસકોને સાચુ કહેનારા સલાહકારોનાં કારણે પાટણની રાજસત્તાનો સુવર્ણકાળ હતો : શક્તિસિંહ ગોહિલ

museb

Myempire Casino Free Spins: Genießen Sie Online-Casino Spiele in Deutschland

Admin

નેપાળમાં હજારો ભારતીયો સહિત ૪૦૦ ગુજરાતીઓ ફસાયા : પરિવારજનો ચિંતામાં

mahagujarat

ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમિની એસો. દ્વારા મહેશભાઇ શાહના સહકારથી “ડૉ. પંડ્યા અભ્યાસગૃહ શાળાના બાળકોને સ્વેટર, બુટ-મોજાનું વિતરણ કરાયું

mahagujarat

Leave a Comment