ભારત વિકાસ પરિષદનો 62મો સ્થાપના દિન ઉજવાયો
બીજ મંત્રથી વટવૃક્ષ બનેલી ભારત વિકાસ પરિષદની શરૂઆત 10 જુલાઈ 1963માં દિલ્હીમાં થઈ હતી. આજે આખા ભારતમાં 1500 જેટલી શાખાઓ કાર્યરત છે. જેમાં 1 લાખથી પણ વધુ પરિવાર સભ્યો જોડાયેલા છે. સેવા અને સંસ્કારના કાર્યની સાથે દેશ પ્રેમના કાર્ય કરતી સંસ્થા આજે 62મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેની ઉજવણી આખા દેશમાં થઈ રહી છે.
આ સંદર્ભે ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા આજરોજ સંસ્કાર ગાર્ડન અને લાવણય સોસાયટીની સામે 21 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સંસ્થાના કારોબારી સભ્યો અને દાતાઓ દ્વારા છોડ માટે પાંજરાનો સહયોગ મળ્યો હતો અને તેમના હસ્તેજ આ છોડ વવડાવવામાં આવ્યા હતા.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નગરપાલિકા કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, સંસ્થાના ટ્રસ્ટીઓ ભાનુભાઈ સોની, અશ્વિનભાઈ પારેખ, શાંતિભાઈ સ્વામી, ગુજરાત ઉત્તર મહામંત્રી પારસભાઈ ખમાર શાખાના મંત્રી મમતાબેન ખમાર, કારોબારી સભ્ય દિલીપભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, હેમંતભાઈ કાટવાલા, વિજય વી પટેલ, ડૉ. શૈલેષભાઈ સોમપુરા, કમલેશભાઈ સ્વામી, જીતુભાઈ ઓતિયા, નારણભાઈ પટેલ, અંબરભાઈ મોદી, રીતેશભાઈ રામી, રાજુભાઈ પરીખ, મહિલા સયોજિકાઓ મમતાબેન ગાંધી, સ્મિતાબેન વ્યાસ, રક્ષાબેન સોની વગેરે સભ્યો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ માટે સંયોજક પર્યાવરણપ્રેમી શાંતિભાઈ પટેલે ખૂબજ મહેનત કરી હતી અને લોકોને આ છોડ માત્ર વાવવા નહીં પરંતુ નિયમિત જલાભિષેક કરવાનો અને ઉછેર કરવા પણ સૂચન કર્યું હતું. આમ જીવન રક્ષક પ્રાણ વાયુ ફક્ત વૃક્ષો જ તૈયાર કરે છે તે માટે પાટણ શહેરને હરિયાળુ કરવાનો ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આ રોડ પર 100 જેટલા વૃક્ષો પાંજરા સાથે વાવવાનો સંકલ્પ પણ કર્યો છે.