September 27, 2026
Maha Gujarat
Patanઆંતરરાષ્ટ્રીયજગ્યારાજકીયરાજ્ય

પાટણ નીરજ સેવા ટ્રસ્ટ દ્રારા ઓવરબ્રિજ પર અકસ્માત ની સંભાવનાને લઈ બહિગોળ લેન્સો લગાવવાની કામગીરી નો પ્રારંભ કરાયો..

નીરજ સેવા ટ્રસ્ટની સેવા પ્રવૃતિ ખરેખર શહેરીજનો માટે ખૂબજ આશીર્વાદ રૂપ બની છે…

પાટણ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી અનેક સેવાકીય સંસ્થાઓ કાયૅરત છે પરંતુ પાટણની નીરજ સેવા ટ્રસ્ટની સેવા પ્રવૃતિ ખરેખર શહેરીજનો માટે ખૂબજ આશીર્વાદ રૂપ અને અસર કારક બની રહી છે.

તાજેતરમાં જ નીરજ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ  પાટણ શહેરના હાઇવે માર્ગો પર શિયાળો ઉનાળો અને ચોમાસાની પરવા કર્યા વિના દિવસ રાત ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોની સુવિધા માટે શહેરના હાઇવે વિસ્તારોના માર્ગો પર અધતન સુવિધા સભર સેફટી ડોમ કાયૅરત બનાવવામાં આવતા આ સેફટી ડોમ ફરજ પરના પોલીસ કર્મચારીઓ માટે આશીર્વાદ રૂપ બન્યાં છે. ત્યારે નીરજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા શહેરના રાજમહેલ રોડ પર બનાવવામાં આવેલા ટી આકારના ઓવરબ્રિજ ઉતરતા અને સર્વિસ રોડની સાથે જોડાતા રોડ પર અકસ્માત ની સંભાવનાને ધ્યાનમાં રાખી ૫૦ થી વધુ બહિગોળ લેન્સ લગાવવાની કામગીરી જિલ્લા પોલીસ વડા ના સંકલનમાં રહી ને હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આ બહિગોળ લેન્સ નું શહેરના સિધ્ધપુર – ચાણસ્મા હાઈવે પર ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પાટણમાં નીરજ સેવા ટ્રસ્ટના માગૅદશૅક અને હુડકો ના સ્વંતંત્ર ડિરેક્ટર કે.સી .પટેલ અને નિરજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી દર્શક ભાઈ ત્રિવેદી, મિલિંદભાઈ ત્રિવેદી, જીજ્ઞાબેન ત્રિવેદી, ચંદ્રિકાબેન ત્રિવેદી અને ડો.યશસ્વી ત્રિવેદીએ જણાવ્યું હતું.

 

 

Related posts

પાટણના પ્રાંતઓફિસર મિતુલભાઇ પટેલે રામરહીમ અન્નક્ષેત્ર ભવનની મુલાકાત લીધી

mahagujarat

ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમિની એસો. દ્વારા મહેશભાઇ શાહના સહકારથી “ડૉ. પંડ્યા અભ્યાસગૃહ શાળાના બાળકોને સ્વેટર, બુટ-મોજાનું વિતરણ કરાયું

mahagujarat

પાટણનાં નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો દ્વિદિવસીય સંગીત સમારોહ યોજાશે

mahagujarat

સુરતના બારડોલી માર્ગ ઉપર ગોજારો કાર અકસ્માત પાટણના ત્રણ સગાભાઇ-બહેનોના કરૂણ મોત…

mahagujarat

સાંસદની ગ્રાન્ટમાંથી મેં ક્યારે કમીશન લીધું નથી : ભરતસિંહ ડાભી

museb

ભારત વિકાસ પરિષદ-પાટણ ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ

mahagujarat

Leave a Comment