આજરોજ ડૉ.પાઠકે રાષ્ટ્રીય સેવા યોજનાની ખાસ શિબીર ખારી વાવડી મુકામે યોજાઈ હતી. જેમા કોલેજના યુવા સ્વયં સેવક વિદ્યાર્થીઓ જોડાયા હતા લાભાર્થી કૉલેજના યુવા સ્વયં સેવકોને બૌદ્ધિ વ્યાખ્યાન દરમ્યાન સંબોધન કરતા સતત સતર્ક રહિને જાગૃત થવાનું આહવાન કર્યું હતુ. બૌદ્ધિ વ્યાખ્યાન મા તેઓએ કૉલેજના યુવાનોને સાભળવું અને સમઝીને સાભળવાનો મર્મ સમજાવ્યો હતો અને જણાવ્યું હતું કે હવે યુવાવસ્થામા તમામ ઈન્દ્રિયોને જાગૃત રાખવાની જરૂર છે અને તેની સાથે સાથે *સ્વ* ને ઓળખીને કારકિર્દિમા લક્ષ્યને અનુસરવા આત્મ જ્યોતિ જગાવવાની જરૂર હોવાનું જણાવ્યું હતુ તેમજ સફળતા મેળવવાનો એકમાત્ર ગુરૂમંત્ર સખત મહેનત અને પ્રામાણિક જીવન જીવવાની સલાહ આપી હતી.
શિબીરના કાર્યક્રમ અધિકારીશ્રી. ડૉ.પારસ ખમાર અને પ્રો.મેહુલ જાની એ બૌદ્ધિ વ્યાખ્યાનના તજજ્ઞ તરીકે ડૉ. પાઠકે આવકાર તેમજ શાબ્દીક સ્વાગત પ્રવચન આપ્યુ હતું.