November 7, 2024
Maha Gujarat
IndiaOtherPatanજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી ભવ્ય રથયાત્રા નિકળશે


આ વર્ષે યજમાન પરિવાર દ્વારા ભગવાનનું ભવ્ય મામેરું ભરાશે : યજમાન પરિવારના નિવાસસ્થાનેથી શોભાયાત્રા નિકળશે

સમગ્ર ભારત ભરની ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની પાટણ ની ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી તારીખ 20 જૂનના રોજ નીકળનાર છે. રથયાત્રાને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત પાટણ શહેરના ભગવાન જગન્નાથજીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભગવાન જગન્નાથજીની આ 141મી રથયાત્રાને અનુલક્ષીને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રાને અનુલક્ષીને તારીખ 18 જૂન ના રોજ ભગવાન ના મામેરાનો લાભ લેનાર આ વખતે યજમાન પરિવાર એવા મયંકભાઇ રમેશભાઈ પટેલે લીધો છે. તેમના ભગવતીનગર ખાતેના નિવાસ્થાને ભગવાનનું મામેરુ લોક દર્શનાર્થે પાથરવામાં આવશે. આ મામેરામા 3 મુગટ, 3 સેટ, સોળશણગાર, રૂ.1.71 લાખ રોકડ, 750 ગ્રામ ચાંદી, રેશમી કપડાં, પીતાંબર સહિતનું ભગવાનનું મામેરુ ભરાશે. જે મામેરૂ તા. તા. 19 જુનના રોજ યજમાન પરિવાર એવા મયંકભાઇ રમેશભાઈ પટેલના ભગવતી નગર ખાતેના નિવાસ


સ્થાનેથી સાંજે 5:00 કલાકે વાજતે ગાજતે સણગારેલી બગીમાં મામેરું નીકળશે. જે શહેરના બગવાડા દરવાજા, હિગળાચાચર થઈ ને ભગવાન જગન્નાથજી ના મંદિર ખાતે આવશે, જયાં મામેરાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત ઉપસ્થિત ભક્તો દ્વારા ભવ્ય સામૈયુ કરાશે.


ભગવાન શ્રી જગન્નાથજીની 141મી રથયાત્રા ના મામેરા સહિત વિષ્ણુયાગ તેમજ અન્ય આયોજિત ધાર્મિક પ્રસંગનો લાભ લેવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના ક્ધવીનર પિયુષભાઈ આચાર્ય દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે.

Related posts

NGES કેમ્પસમાં આ વર્ષથી નવીન કોલેજ MSc (CA & IT) શરૂ કરવામાં આવી

museb

પાટણની નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવર્સિટીના કેમ્પસ વચ્ચે આવેલ રસ્તો ખુલ્લો રાખવા માટે જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનનો આદેશ

museb

પાટણમાં ભગવાન પદ્મનાથના સપ્ત રાત્રી મેળાનો પ્રારંભ થશે

museb

પાટણના 200 વષૅ જુના રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિ- દિવસીય ઉજવણી કરાશે

museb

પાટણમાં કોંગ્રેસના રાહુલ ગાંધીની જંગી જાહેરસભા

museb

પાટણ લોકસભાની સીટ ઉપર ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ જામશે

museb

Leave a Comment