Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીયશિક્ષણ

પાટણની નૂતન વિનય મંદિર હાઇસ્કૂલમાં બે ડીજીટલ સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરાયું

કિરીટભાઇ બી. શાહ જાપાનવાળા પરિવારના દાનથી પાટણની નૂતન વિનય મંદિર હાઇસ્કૂલમાં બે ડીજીટલ સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરાયું

પાટણની ગોળશેરીમાં વિનય મંદિર ટ્રસ્ટ સંચાલિત “શ્રીમતી હંસાબેન મનહરલાલ શાહ વિદ્યા સંકુલના શ્રીમતી પ્રેમીલાબેન વિરેન્દ્રભાઈ નગરશેઠ “નૂતન વિનય મંદિર હાઇસ્કૂલમાં આજે નવા બનેલા બે ડીજીટલ સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન પાટણ જિલ્લાના શિક્ષણા અધિકારીશ્રી અશોકભાઈ એન. ચૌધરીના હસ્તે કરાયેેલ. મુંબઈ વસતા જાપાનવાળા શ્રી બીપીનભાઈ જે. શાહ, પ્રભાવતીબેન બિપીનભાઇ શાહ, મંજુલાબેન બિપીનભાઇ શાહ તેમજ નિશ્ર્વલભાઈ અક્ષયભાઇ શાહના આત્મશ્રેયાર્થે આ નવીન ડીજીટલ બે સ્માર્ટ ક્લાસ દાનમાં મળેલ છે.


આ પ્રસંગે હેમ.ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક શ્રી મિતુલભાઈ ડેલીયા, જાણીતા શિક્ષણવિદ્ શ્રી કાનજીભાઈ વી. પટેલ, શ્રીમતી હેતલબેન વિપુલભાઈ નગરશેઠ, શ્રી દિલીપભાઈ આર. શાહ (મુંબઈ ) સહિત દાતા પરિવારના જલ્પાબેન, શેતલભાઇ શાહ જાપાનવાળા પરિવારે ખાસ હાજરી આપી હતી.


આ પ્રસંગે જિલ્લા શિક્ષણા અધિકારી શ્રી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું કે, જિલ્લાની ખૂબ ઓછી શાળાઓ પાસે સ્માર્ટ ક્લાસ છે, આ શાળામાં ભણતા ગરીબ મધ્યમવર્ગના બાળકો ખૂબ નસીબદાર છે કે, તેઓને આ શાળાના સંચાલકોની દીર્ઘદ્રષ્ટિ અને પ્રયાસોથી કુલ ચાર જેટલા ડીજીટલ સ્માર્ટ ક્લાસ મળ્યા છે. વિદ્યાર્થીઓને આ સ્માર્ટ કલાસના માધ્યમથી આધુનિક સારું શિક્ષણ મેળવી તૈયાર થવા તેમણે અનુરોધ કરેલ. શાળાના શિક્ષકોને પણ આધુનિક શિક્ષણ પદ્ધતિથી કટિબદ્ધ થઈ પણ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો.


હેમ.ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ ડેલીયાએ તેઓએ આ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હોવાનું જણાવી ગૌરવ વ્યક્ત કરેલ. વિદ્યાર્થીઓને આજના સમયે આ આધુનિક શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
શ્રી કાનજીભાઈ પટેલે આ શાળાનું શુન્યમાંથી જૈન શ્રેષ્ઠીઓના સહકારથી સર્જન અને વિકાસ કરવા બદલ શાળાના સંચાલક શ્રી દેવજીભાઈ પરમારને અભિનંદન આપેલ. આ શાળા પાસે પોતાનું મેદાન ન હોવા છતાં, આ શાળા ના બાળકો બાસ્કેટબોલમાં રાજ્ય કક્ષા એ પ્રથમ આવવા બદલ અભિનંદન આપેલ. દાતા પરિવારના શ્રી કીરીટભાઇભાઈ એ આ શાળામાં તેમના પરિવાર દ્વારા કુલ ત્રણ જેટલા ડીજીટલ સ્માર્ટ ક્લાસ બનાવી આપ્યા તેનો રાજીપો વ્યક્ત કરી વિદ્યાર્થીઓ શિક્ષકોને ઓનલાઇન આજનું આધુનિક સારું શિક્ષણ મેળવવા અનુરોધ કરેલ.
શાળાના સંચાલક દેવજીભાઈએ એક વખત આ શાળાનું મકાન જમીન દોસ્ત થઈ ગયેલ, મુંબઈ વસતા જૈન શ્રેેષ્ઠીઓના સહકારથી પાટણની ખૂબ જ જૂની આ શાળાનું ફરીથી નવનિર્માણ કરાયેલ હોવાનું જણાવી, આ શાળાના બધા જ વર્ગો ભવિષ્યમાં સ્માર્ટ બનાવવાની ખાતરી આપેલ. પાટણ ના જૈન અગ્રણી ધીરુભાઈ શાહે પણ શાળાના બાળકોને આજના સમયમાં સારું શિક્ષણ ને સારા સંસ્કારો મેળવવા જરૂરી હોવાનું જણાવી, વિદ્યાર્થીઓને ખૂબ ધ્યાન અને લગનથી અભ્યાસ કરવા તેમને અનુરોધ કરેલ.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી મનીષભાઇ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કરેલ. આ કાર્યક્રમમાં કેળવણી નિરીક્ષક મધુબેન દેસાઈ, અનીક્ષાબેન, કનુભાઈ, પાટણના અગ્રણીઓ શ્રી હર્ષદભાઇ ખમાર, મહાસુખભાઇ મોદીએ ખાસ હાજરી આપેલ. કાર્યક્રમનું સંચાલન શિક્ષક હરગોવનભાઇ રબારીએ કરેલ. પ્રારંભમાં શાળાની બાળાઓએ સુંદર સ્વાગત નૃત્ય રજુ કરેલ.

 

Related posts

ડૉ.આશુતોષ પાઠકનુ બી.ડી.એસ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ, પાટણની વાર્ષિક એન.એસ.એસ ની શિબીરમાં બૌદ્ધિ વ્યાખ્યાન યોજાયુ.

mahagujarat

પાટણમાં શહીદ દિન નિમિતે ‘શૌર્ય સંધ્યા’ કાર્યક્રમનું આયોજન કરાયું

mahagujarat

મહેસાણા-પાટણ-ભિલડી રેલલાઇનને ડબલ કરવામાં આવશે…

mahagujarat

પાટણથી પ્રભાસ પાટણ-સોમનાથની સીધી ટ્રેન શરૂ કરો

mahagujarat

પાટણના શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બિરાજતાં શ્રી ક્ષેમંકરી માતાજીનો મહાઅભિષેક તથા યજ્ઞ યોજાયો

mahagujarat

પાટણનાં જૈન જ્ઞાનમંદિર ખાતે જ્ઞાન સેમિનાર યોજાયો

museb

Leave a Comment