પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને જાગૃત સેવક લાલેશભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કરે દેહ દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો. અંગદાન મહાદાન કહેવાય છે તો દેહ દાન અંતિમ મહાદાન કહેવાય છે પાટણના અગ્રણી ભાઈઓ જગદીશભાઈ ઠક્કર, લાલેશભાઈ ઠક્કર તથા વિપુલભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કર ઉંમર વર્ષ 86 એ પોતાના મૃત્યુ પર્યાપ્ત પોતાનું દેહદાન આપવાનો સંકલ્પ જાહેર કરેલ છે .આ અંગેનું સંમત્તિ પત્ર- સંકલ્પ પત્ર એમણે ધારપુર મેડિકલ કોલેજને સોંપી દીધેલ છે. સમાજને દાખલ રૂપ આ હકીકત તો છે જ, પરંતુ સાથે પ્રેરણાદાયી પણ છે. સમાજ ના લોકો નું હીત સદાય પોતાના હૈયે રાખનાર દલપતભાઈ સમાજ સેવા માટે હંમેશા તત્પર રહા છે. પોતાની જૈફ ઉંમરે પણ તેઓ શ્રી સમાજ ને લગતી હિતકારી પ્રવૃત્તિઓમાં સદાય પ્રવૃત્ત રહે છે. પોતાના મૃત્યુ પછી પણ સમાજના કામમાં આવવું ,એટલું જ નહીં પણ ઉપયોગી થઈ પડવું એવી પણ મોટી બીજી સમાજ સેવા કઈ હોઈ શકે? “જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી” સમાજ હંમેશા દલપતભાઈ નો રૂણી રહેશે દલપતભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ. (અશોકભાઈ વ્યાસ દ્વારા)
અગાઉની પોસ્ટ