સુના બની રહેલા ગામડાઓને જીવંત બનાવવા પાંચ ગામ લેઉવા પટેલ સમાજનો પ્રેરક પ્રયાસ
ધંધા વ્યવસાય અને રોજગારી માટે શહેર તરફની આંધળી દોટ મૂકવાથી ગામડા સુના પડ્યા છે. સ્વજનોને છોડી ગામડાં ખાલી કરી શહેર તરફ જવાથી આજે દેશના પ્રત્યેક ગામ સુના પડ્યા છે. આવા સુના ગામને જીવંત કરતો એક અદ્ભુત સમર કેમ્પ પાંચ ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા પાટણ તાલુકાના બાલીસણા ગામે યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ ગામ લેઉઆ ગામ એટલે બાલીસણા, સંડેર, મણુંદ, ભાન્ડુ અને વાલમ આ ગામના સેંકડો પરિવારો આજે દેશ-વિદેશમાં વસે છે. ખાસ કરીને અમેરીકામાં ધંધા-રોજગાર ક્ષેત્રે આ સમાજના લોકોએ ખૂબ ભારે પ્રગતિ કરી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. આ સમર કેમ્પ તા.12 થી 14-05-2024 ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો. જેમાં એક સાથે 900 જેટલા બાળકો બાલીસણા ગામે એક સાથે રહી ગ્રામ્ય સંસ્કૃતિને માણવા ઉમંગભેર આવ્યા હતા. જેનાથી સમગ્ર ગામનો માહોલ મેળાની જેમ દિપી ઉઠ્યો હતો.
ગામડું અને ગ્રામ્ય સંસ્કૃતિને માણવા 900 બાળકો ઉમંગભેર જોડાયા
ગામના સહયોગ થકી 15 લાખની રકમ બાળકોના આ કેમ્પ માટે એકઠી કરવામાં આવી હતી. આજના સમયમાં દરેક ગામમાં વ્યવસાય અને ધંધા રોજગાર માટે અને વિદેશના મોહથી પ્રેરિત થઈ માતા પિતા અને વતન ને છોડી શહેરમાં વસવાથી સંયુક્ત કુટુંબનું સ્થાન વિભક્ત કુટુંબે લીધું છે. જેનાથી સહુથી વધુ નુકશાન સંતાનોને થયું છે. આવા બાળકોને અન્ય બાળકો સાથે વતનમાં ત્રણ દિવસ રોકાણ કરાવી ગામડું અને ગામની સંસ્કૃતિ માણવાનો આ અણમોલ અવસર બાળકોને મળ્યો હતો.
માતૃ-પિતૃ વંદના સાથે પ્રાચીન સંસ્કૃતિ જીવંત કરતા દ્રશ્યા
દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. બાળકોએ રોકેટ વિજ્ઞાન શીખી જાતે બનાવેલા રોકેટ ઉડાડ્યા, બેંક અને પોસ્ટ ના ફોર્મ ભરતા, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા અને વિવિધ પ્રકારના ફોર્મ ભરતા શીખ્યા, રંગ પુરની, કાગળ કામ, તયક્ષમ ૂજ્ઞસિ, લહફતત ાફશક્ષશિંક્ષલ, બ્રેઈન તજ્ઞિંળિશક્ષલ અને વિવિધ સર્જનાત્મક પ્રવૃતિઓ કરી.ગામમાં આવેલ ૠઈંઉઈની મુલાકાત દ્વારા ગામમાં રોજગારીની તકો વિશે જાણ્યું. સાંજે ગ્રામ દર્શન, વૃદ્ધાશ્રમ મુલાકાત અને સમૂહ આરતી કરી હતી રાત્રિ ભોજન માટે બાળક જેને કદી જાણતો નથી એવા અપરિચિત પરિવારમાં જઈ પરિવાર ભોજન કર્યું હતું.જેનાથી આતિથ્ય ભાવનાની સમજ પ્રત્યક્ષ રીતે મેળવી હતી. બાળક જે ઘેર ગયું એ પરિવારે બાળકની આરતી ઉતારી રંગોળીઓ પૂરી આનંદ મનાવ્યો હતી. દાદા દાદીના અનુભવો સાથે મીઠી ગોઠડી કરી હતી.
બીજા દિવસે ખેતર અને શેઢા નો પરિચય ,ખેતર નું મધુરું ભાતું ભોજન, બોર પરના વહેતા બંબામાં શીત સ્નાન અને ગ્રામ્ય સંસ્કૃતિથી જોડાવાનો અનેરો આનંદ બાળકોએ આજે માણ્યો હતો. બપોર બાદ એક અદ્ભુત મેળાનો આનંદ પણ બાળકોએ માણ્યો હતો. જેમાં વિવિધ પ્રકારના ખાણી પીણી સ્ટોર, ટ્રેક્ટર સવારી, કુંભારના ચાકડા ચલાવવા, રેંટિયો કાંતવો, માટીના કુંડા રંગવા, દહીં બનાવટની ગોરસી,ખીચું, પાપડ, ખાવાનો અને રમવાનો આનંદ માણ્યો.
દિકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસીના બીજા ડોઝથી રક્ષીત કરાઇ
ટેલીસ્કોપના માધ્યમથી બાળકોને ચંદ્રદર્શન કરાવ્યા હતા. રાત્રે રામમંદિરની સમૂહ વલય આરતી કરી હતી. બાલીસણા ગામનો સાંસ્કૃતિક કાર્યક્રમ ભૈરવની પ્રસ્તુતિ, બાળકોએ તૈયાર કરેલ નાટક ‘ના હું તો વિદેશ નઈ જાઉં’ સમગ્ર ગામને ગામ છોડી વિદેશ નાસી જતા યુવાનોને સૂચક સંદેશ આપ્યો હતો.
બાળકો ત્રણ દિવસના અનુભવો પત્ર લેખનમાં લખી ભુલાતી જતી પત્રલેખન કળાનો અનુભવ મેળવ્યો. ગામના મુખ્ય અને મહત્વના સ્થળે સારું પેઇન્ટિંગ કરતા બાળકોએ ઉત્તમ સંદેશ આપતા ભીંત પોસ્ટર બનાવ્યા હતા.
ત્રીજા દિવસે આપણા સહુની પ્રિય દેશી રમતો સાતોડિયું, ખોખો, કબડ્ડી, પૈડું ફેરવવું, ભમરડો, કુકા,કોડીઓ, તીર કામઠાની રમત, ચોખંડા કૂદવા જેવી અનેક રમતો ગામના આબાલ વૃધ્ધો સાથે રમ્યા.એક સાથે એક હજાર બાળકો તેમને સમર કેમ્પની પૂર્ણાહુતિ સમયે લેવા આવનાર તેમના માતા પિતાની એક સાથે વંદના કરી હતી.
દિકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસીનો બાલીસણામાં અગાઉ પ્રથમ ડોઝ લીધો હતો તેમને બીજો ડોઝ અને આ કેમ્પમાં આવેલ દીકરીઓ કે જેમણે એક પણ ડોઝ નથી લીધો તેવી દિકરીઓને પ્રથમ ડોઝ બાલીસણાના દાતા મહેન્દ્રભાઈ નટવરલાલ પુંજીલાલના સહયોગ થી આપી દીકરીઓના ભાવિને સલામત બનાવતું માનવીય કાર્ય કરવામાં આવ્યું હતું.
અદ્ભુત સમર કેમ્પ બાળકો માટે અદ્વિતિય રહ્યો હતો. આપ આપના ગામ, સમાજ અને સમુદાય સુધી લઈ જઈ તુટતા જતા ગામ, ગામની સંસ્કૃતિ, ખોવાયેલું બાળપણ અને ખોવાતી જતી મૂલ્ય પરંપરાઓને પુન: જીવિત કરો એવી ભાવના સૌએ વ્યક્ત કરી હતી.