September 18, 2026
Maha Gujarat
Other

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) અને એ.જે. વિદ્યામંદિર સ્કૂલ (AJVM) દ્વારા બે દિવસીય ભવ્ય ફેન્ટેસિયા ફેસ્ટ 3.0 – ક્લાસરૂમ થી કોમર્સ નું સફળ આયોજન

Learning by Doing જ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરે છે – ડૉ. જય ધ્રુવ

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) અને એ.જે. વિદ્યામંદિર સ્કૂલ (AJVM) દ્વારા બે દિવસીય ભવ્ય ફેન્ટેસિયા ફેસ્ટ 3.0 – ક્લાસરૂમ થી કોમર્સ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા ઉત્સવમાં 38,000થી વધુ મુલાકાતીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને વ્યવસાયિક કૌશલ્યને વધાવી લીધા હતા।

આ ફેસ્ટ માત્ર મેળો નહોતો, પરંતુ વિદ્યાર્થીઓ માટે એક જીવંત “શીખતા શીખતા કમાવાનો” અનુભવ હતો. 100થી વધુ સ્ટોલ્સમાં 400 વિદ્યાર્થીઓ પોતે જ યુવા ઉદ્યોગપતિ બની માર્કેટિંગ અને વેચાણ જેવી પ્રક્રિયાઓનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.

સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતાનો સંગમ : 100+ સ્ટોલ્સ મા 2 દિવસ મા 38,000 થી વધુ મુલાકાતીઓ આવ્યા

વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા અને પાટણના નાગરિકોએ આ ઉત્સવને હર્ષોલ્લાસથી માણ્યો અને વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપ્યું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, લોકલ ફોર વોકલ નો ભાવ તથા નાણાકીય શિસ્ત સાથે જવાબદારીનો વિકાસ કરવો હતો.

ઉત્સવમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્ટોલ્સને વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા, જે વિદ્યાર્થીઓ માટે ગૌરવની ક્ષણ બની રહી.

વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે વિશેષ મહેમાનો તરીકે શ્રી વી.કે. નાયી( IPS) – પોલીસ અધિક્ષક, શ્રી હિરેન ચૌહાન – પ્રાંત અધિકારી, NGES કોલેજ કેમ્પસના સંચાલક ડો. જય ધ્રુવ પાટણના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમના વિચારોને પ્રોત્સાહિત કર્યા અને નવી દિશા આપી.।

આ પ્રસંગે  ડો. જય ધ્રુવ એ પ્રેરણાદાયી વિચાર વ્યક્ત કરતા જણાવ્યું કે: “શિક્ષણનો સાચો અર્થ માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત નથી. જ્યારે વિદ્યાર્થી વિચાર કરે, સર્જે અને પોતાની મહેનતથી કમાય – ત્યારે સાચી શિક્ષણ પ્રક્રિયા પૂર્ણ થાય છે. NGESનો ધ્યેય છે કે દરેક વિદ્યાર્થી આત્મનિર્ભર બને અને ભારતને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે.”

ફેન્ટેસિયા ફેસ્ટ 3.0 દ્વારા NGESએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે માત્ર શિક્ષણ આપતું સંસ્થા નથી, પરંતુ વિદ્યાર્થીઓને જીવન માટે તૈયાર કરતું એક સશક્ત મંચ છે – જ્યાં સપનાઓને ઉડાન મળે છે અને ભવિષ્ય ઘડાય છે.

Related posts

શ્રી પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ડી.જે. પટેલ પુનઃ વરણી..

mahagujarat

પાટણ જિલ્લાના સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજજ

museb

પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ’સમિટ યોજાઈ

mahagujarat

પાટણની હિન્દુ સ્મશાન ભૂમિમાં તૈયાર કરાયેલ મંદિરમાં દેવાધિદેવ મહાદેવજીની પ્રતિમાનું ડૉ. લંકેશ બાપુના હસ્તે અનાવરણ કરાયું

mahagujarat

આશા, સંવાદિતા, શાંતી અને સ્થીરતા ને સાચા અર્થમા ચરિતાર્થ કરતું પ્રમુખ પદ એટલે ભારતની જી ૨૦ની અધ્યતા – ડૉ.આશુતોષ પાઠક

mahagujarat

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ : ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા

mahagujarat

Leave a Comment