![](https://mahagujarat.in/wp-content/uploads/2023/05/5c173c14-1131-4c99-8dae-9985d68a6542.jpeg)
પાટણના બબાભાઇ હરગોવનદાસ ઝવેરી પરિવારે મુખ્ય યજમાન તરીકેનો લાભ લઇ પૂજાવિધી કરી
પાટણ ખાતે ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર સંચાલિત હિન્દુ સ્મશાન ભૂમિના ટ્રસ્ટી મંડળ દ્વારા સંપૂર્ણ આધુનિકીકરણ સાથે નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. આ સ્મશાન ભૂમિમાં ભગવાન શિવજીનું નવીન મંદિર તૈયાર થતા મંદિરમાં દેવાધિદેવ મહાદેવની પ્રતિમાનું અનાવરણ ગત રવિવારે ઇન્ટરનેશનલ શિવ કથાકાર પૂ.શ્રી ડૉ. લંકેશ બાપુના હસ્તે કરવામાં આવેલ.
આ પ્રસંગે આ મંદિરના મુખ્યદાતા તરીકે પાટણના બબાભાઇ હરગોવિંદદાસ ઝવેરી પરિવારે લાભ લીધો હતો. આજે આ મંદિરની પૂજનવિધીમાં પરિવારના લલીતભાઇ ઝવેરી અને રાજુભાઇ ઝવેરીએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે ડૉ. લંકેશ બાપુએ આ સ્મશાન ભૂમિનું જે રીતે નવનિર્માણ થનાર છે તે માટે સમગ્ર ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપી દાતાઓની ઉદારદારની ભાવનાને બિરદાવી આશિર્વાદ પાઠવ્યા હતા.
ભારતીય સંસ્કૃતિ કેન્દ્રના પ્રમુખ યતીનભાઇ ગાંધી, ટ્રસ્ટીઓ દર્શકભાઇ ત્રિવેદી, ભરત જે. પટેલ, ભરત પી. પટેલ, ભરત જી. પટેલ, ઘનશ્યામભાઇ પરીખ સહિતના ટ્રસ્ટીઓએ ડૉ. લંકેશબાપુનું સ્વાગત-સન્માન કરેલ.
આ પ્રસંગે દાતા પરિવારના લલીતભાઇ ઝવેરી અને રાજુભાઇ ઝવેરીનું પણ સન્માન કરાયેલ.
પાટણના વિદ્વાન ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે ડૉ. લંકેશ બાપુના હસ્તે હિન્દુ સ્મશાન ભૂમિમાં નિર્માણ કરાયેલ દેવાધિદેવ મહાદેવની સુંદર પ્રતિમાના અનાવરણ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં આમંત્રિતો, ભાવીકો, ધર્મપ્રેમી જનતા જોડાઇ હતી. સમગ્ર ભક્તિસભર વાતાવરણમાં આ “અંતિમ સંસ્કાર ભૂમિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
આ સ્મશાનગૃહનું આધુનિક રીતે સંપૂર્ણ નવિનીકરણ કરાઇ રહ્યું છે : યતીનભાઇ ગાંધી
આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર સંચાલિત હિન્દુ સ્માશન ભૂમિના પ્રમુખ યતીનભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે, અંતિમ સંસ્કાર એ હિન્દુ ધર્મના ૧૬ સંસ્કારો પૈકીનો છેલ્લો સંસ્કાર છે. મનુષ્યના જીવનમાં આ એક માત્ર સંસ્કાર એવો છે જેમાં એની જીવંત હાજરી હોતી નથી. નશ્ર્વર દેવ ત્યજી આત્મા જ્યારે તેના ઇષ્ટને મળવાની સફર ખેડે છે ત્યારે એ સફર આપણાં શાસ્ત્રો મુજબ દિવ્ય સફર ગણાય છે. હિન્દુ ધર્મનો આ અનિવાર્ય સંસ્કાર મનને શાંતિ પમાડે એવા ધાર્મિક તથા દિલાસાજનક વાતાવરણમાં સુવિધાપૂર્ણ સ્થળે અને તે પણ તદ્દન નિ:શુલ્ક થા તેવો નમ્ર પ્રયાસ અમારા સૌ ટ્રસ્ટીઓનો હંમેશાં રહ્યો છે. આ હિન્દુ સ્મશાનભૂમિમાં ફક્ત એક જ રૂપિયામાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, આઠ મણ લાકડું આપવામાં આવે છે.
આ સ્મશાન ભૂમિમાં વર્ષે દહાડે ૭૫૦ મૃતદેવો અગ્નિસંસ્કાર માટે આવતા હતા, તે સંખ્યા કોરોના કાળમાં એક જ મહિનામાં ૩૦૦ મૃતદેવો સુધી પહોંચી હતી. અંતિમવિધિ એ દરેક મૃતાત્માનો પવિત્ર હક છે અને તે માનભેર થાય તે પણ જોવાનું અને જો મૃતદેવ, કુટુંબીજનો રાત્રે ઘરમાં રાખેતો સંક્રમણનું જોખમ રહેલું હતું. તેવા સંજોગોમાં દિવસ-રાત ન જોતાં મધ્યરાત્રિએ પણ અગ્નિદાહ આપી દિવ્યાત્માને તેના ઇષ્ટ સુધી પહોંચાડાનો માર્ગ કરી આપ્યો હતો.
ટ્રસ્ટીગણ ઉપરોક્ત ઉત્કૃષ્ટ વિચારને અમલમાં મુકવાના નેક ઇરાદા સાથે સંપૂર્ણ સ્મશાન ભૂમિનું સમગ્રતયા નવિનીકરણ કરી રહ્યા છીએ. જેમાં અતિ અદ્યતન પ્રવેશદ્વારો, પાર્કિંગ શેડ, કેન્ટીન, સુંદર બાગ-બગીચા, ગઝેબો સાથેની બેઠક વ્યવસ્થા સાથેનો અદ્યતન નવીન ટોઇલેટ બ્લોક (સ્ત્રીઓ માટેની અલાયદી વ્યવસ્થા સાથે), બાથરૂમનું નવીનીકરણ, દેવાધીદેવ મહાદેવનું મંદિર સંપૂર્ણપણે નવું, મોરચ્યુરી રૂમ, સી.સી. ટી.વી. કેમેરા, ઓનલાઇન ફેસીલીટી સાથે, ઓડીયો સીસ્ટમ, એ.સી. કોફીન રૂમ, સભાખંડનું નવીનીકરણ, એ.સી. તથા કલર કામ સાથે, સોલર પેનલનું ઇન્સ્ટોલેશન, સમગ્ર સ્મશાન ભૂમિમાં બ્લોક પેવીંગ, ભઠ્ઠી ઉપરનો મુખ્ય શેડ, સાઇડના બન્ને શેઠ, બેઠક વ્યવસ્થા સાથે, ઓવર હેડ ટેંક, પાઇપલાઇન તથા પ્લમ્બીંગની ફીટીંગ સાથે નવીન જગ્યાનું લેવલીંગ તથા દિવાલ ગેટ તથા અન્ય નવીન ગાર્ડન ડેવલોપીંગ તથા અન્ય ખર્ચ, ભઠ્ઠીઓનું રીનોવેશન તથા ભઠ્ઠીવાળા પ્લેટફોર્મ ઉપર પથ્થરનું પેવીંગ કરાશે. સમગ્ર સ્મશાન ભૂમિમાં ઇલેકટ્રીક કેબલીંગ, ફીક્સ્ચર્સ તથા પોલ લાઇટ્સ, ડ્રેનેજ સીસ્ટમ, રાખ માટેનો શેડ – તેનું પ્લેટફોર્મ તથા અન્ય નાના-મોટા ખર્ચની સાથે-સાથે કાયમી નિભાવ ખર્ચને પહોંચી વળવાનું સારુ એક મોટી રકમ ડીપોઝીટ પેટે જમા કરવાનું નક્કી કરેલ છે.