Maha Gujarat
Other

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમા આજથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અમલી

આજથી સાત સભ્યોની  નિતી નિર્ધારણ સમિતી અમલી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજથી 09/10/2023 થી ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ 2023 અમલમાં આવેલ છે. ત્યારે આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નીતિ નિર્ધારણ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં સાત સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.

આ સમિતિમાં હોદ્દાની રૂએ ચેર પર્સંન તરિકે કુલપતી ડૉ. રોહિતભાઇ દેસાઈ વિવિધ વિષયોના નિષ્ણાત અને વિદ્વાન તરિકે ડૉ. ઉદયભાઈ ચંદ્રકાંત ગોર યુનિવર્સિટીમાં થી પ્રોફેસર તરીકે ડૉ. ઇલાબેન સી પટેલ તેમજ પ્રો. ખુમાન એલ રાઠોડ નોંધાયેલા સ્નાતક પૈકી કિરીટકુમાર બાબુલાલ પરમાર તેમજ હિરેન અમૃતલાલ પટેલ તેમજ ભારતની પારલામેન્ટ દ્વારા રાષ્ટ્રિય હિતલક્ષી સંસ્થામાંથી એટલે કે એન આઇ ડી માંથી  પ્રો. અશોક સુભાષ મંડલ તેમજ મેમ્બર સેક્રેટરી તરીકે હોદ્દાની રૂએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. કમલભાઈ મોઢ ની નિમણુંક કરવામાં આવી છે.

આ સમિતી આજથી અમલમાં મુકવામાં આવી છે જેનો કાર્યકાળ 2 વર્ષ 6 માસ રહેશે. આજથી 1986થી અમલમાં આવેલ કોર્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમીક કાઉન્સિલનું વિસર્જન કરવામાં આવ્યું છે. હવે નવી શિક્ષણ નીતિ 2020 મુજબ યુનિવર્સિટીમાં હવે તમામ નીતિ નિર્ધારણ અને નિર્ણાયક ભૂમિકામાં રહેશે.

Related posts

ભારત વિકાસ પરિષદ-પાટણ ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ

mahagujarat

પાટણ ના પ્રાંત ઓફિસર મિતુલ ભાઇ પટેલે રામરહીમ અન્નક્ષેત્ર ની મુલાકાત લીઘી.

mahagujarat

મહેસાણાના અગ્રણી દિલીપભાઇ ચૌધરી જિલ્લાની શિક્ષણ સંસ્થાઓમાં ફરી મોદી સરકારની ઉપલબ્ધીઓ સમજાવી રહ્યા છે

museb

પાટણના ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા તૈયાર કરાયેલ પાણીની પરબનું લોકાર્પણ કરાયું

mahagujarat

શ્રીમતી આનંદીબેન ચૌધરીના સૌજન્ય થી સર્વ મંગલમ આશ્રમ સાગોડિયા ની શાળા ના 231 વિદ્યાર્થીઓને વોટર પાર્ક ના પ્રવાસે લઈ જવાયા: વોટર રાઇડર્સ ની મજા માણી.

mahagujarat

પાટણ ખમાર જ્ઞાતિની વાડીમાં આવેલ રામજી મંદિરમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે

museb

Leave a Comment