Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્યશિક્ષણ

પાટણની ધ્વનિ સંગીત પરિવારના પ્રમુખ પદે અશોક વ્યાસની પુન: વરણી

મંત્રીપદે અતુલ નાયક અને ટ્રેઝરર તરીકે અશ્ર્વિન નાયકની પણ પુન: વરણી

તાજેતરમાં મળેલી ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટની સામાન્ય સભામાં પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના ઉપાસક અન વિદ્વાન સાહિત્યકાર અશોકભાઇ વ્યાસ (દાદા) ની સંસ્થાના પ્રમુખ પદે પુન: વરણી કરવામાં આવી હતી. તેઓ સંગીત અને પાટણનો ઇતિહાસ બન્નેના તજજ્ઞ છે. તારીખ ૦૮/૦૮/૨૦૨૪ ના રોજ મળેલી કારોબારી સભામાં સંસ્થાના ઉપપ્રમુખ પદે કાનજીભાઈ પટેલ તથા નટવરસિંહ ચાવડા, અને મંત્રી તરીકે અશોકભાઈ વ્યાસ અતુલભાઈ નાયક અશ્વિનભાઇ નાયકલ અતુલભાઈ નાયક, ખજાનચી તરીકે  અશ્વિનભાઇ નાયક અને સહમંત્રી તરીકે આત્મારામભાઈ નાયી તથા મહાસુખલાલ મોદી અને ઇન્ટરનલ ઓડિટર તરીકે વિનોદભાઇ કડિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તદુપરાંત આ સંસ્થાના વર્ષ ૨૦૨૪-૨૫ના કારોબારી સભ્યો તરીકે ડો. શૈલેષભાઇ સોમપુરા, ડો. સ્મિતાબેન વ્યાસ, ડો. આરતીબેન પટેલ, ડો. પારસભાઇ ખમાર, ડો. વિરલભાઇ શાહ, ડો. વિમલભાઇ ખમાર, વિજયભાઇ ભાવસાર, પરિમલભાઈ રામી, સુરેશભાઈ નાયી, મૃગેશભાઇ રાવલ, પિયુષભાઈ ખમાર, રમેશચંદ્ર ઠક્કર, ઇશ્વરભાઈ પરમાર, શીતલબેન રાજપૂત, હરેશભાઇ નાથ, નૈમેશભાઈ ગાંધી, મયંકભાઈ ગાંધી, ઉષાબેન શાહની વરણી કરવામાં આવી હતી.

પાટણના લબ્ધપ્રતિષ્ઠિત મહાનુભાવોનું બનેલું. ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ પાટણ સહિત સમગ્ર ઉતર ગુજરાતની ગીત-સંગીતમાં રસ ધરાવતી તમામ વ્યક્તિઓને શાસ્ત્રીય ઢબે તૈયાર કરીને, તેમને યોગ્ય મંચ પૂરો પાડીને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તૈયાર થયેલી પ્રતિભાઓને રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રીયકક્ષાએ યોગ્ય રીતે રજૂ કરીને હરિફાઇમાં ભાગ લેવાની તક પૂરી પાડે છે.

સંસ્થા પોતે વર્ષમાં બે-ત્રણ કાર્યક્રમોનું આયોજન કરીને નિવડેલા તથા તાલિમ લઇ રહેલા છાત્રોને પોતાની કલા રજૂ કરવાનો મોકો પણ આપે છે. આ સંસ્થા હવે પોતાનો વ્યાપ વધારીને નવી-નવી પ્રતિભાઓને બહાર લાવવા સતત પ્રયત્નશીલ છે.

Related posts

સુગમ સંગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલયની કુ. શિખા નાયક

mahagujarat

શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્રારા નવીન બનનાર ચંદ્ર-કૃષ્ણા હોલનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

mahagujarat

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

પાટણ જિલ્લાની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા બદલી થયેલ કલેક્ટરશ્રી સુપ્રિતસિંહ ગુલાટી સાહેબનો વિદાય શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

પાટણ સ્ટેશનથી ઉપડતી લોકલ ટ્રેનો ફરી શરૂ કરાઇ : પાટણ-ભિલડી વચ્ચે ક્યારે શરૂ થશે..?

mahagujarat

‘મહાગુજરાત’માંથી પાટણ જિલ્લાના પ્રથમ દૈનિકના સફળ તંત્રી થનાર શ્રી મહેન્દ્રભાઇ ખમાર મારી નજરે… લેખક : શશીભાણ

mahagujarat

Leave a Comment