December 9, 2024
Maha Gujarat
OtherPatanજગ્યાજિલ્લોશિક્ષણ

પાટણની નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવર્સિટીના કેમ્પસ વચ્ચે આવેલ રસ્તો ખુલ્લો રાખવા માટે જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનનો આદેશ

આ કોલેજ કેમ્પસમાં 20,000 થી વધારે વિદ્યાર્થીઓ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરે છે તેમની સુરક્ષા ને હેતુને ધ્યાનમાં રાખી કલેક્ટરશ્રીનો આદેશ

રેલ્વે ફાટક ઉપર બ્રીજનું કામ ચાલુમાં હોઇ તેમજ નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી, પાટણના કેમ્પસમાં અંદાજીત 20,000 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરતાં હોઇ તેઓના તથા સ્થાનિક લોકોની અવર-જવર માટે અકસ્માત ના સર્જાય તેમજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, પાટણના કેમ્પસમાં આકસ્મિક ફાયર ફાયટર ત્યાં જઇ શકે તે હેતું વૈકલ્પિક રસ્તા તરીકે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, પાટણના કેમ્પસ અને નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી, પાટણના કેમ્પસ વચ્ચે આવેલ દિવાલ તોડી રસ્તો બનાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પાટણએ તા.17/02/2024 ની રોડ એન્ડ સેફટીની મીટીંગમાં સુચના આપી હતી. તથા તે અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ (રાજય), પાટણ દ્વારા તા.04/04/2024 ના રોજ બંન્ને કેમ્પસ વચ્ચેની અવરોધક દિવાલ તોડી રસ્તો ખુલ્લો કરવામાં આવેલ અને રેલ્વે ઓવર બ્રીજનું કામ ચાલુ હોઈ રેલ્વે ફાટક વાળો રસ્તો બંધ હોઈ આ માર્ગ બંધ ન કરવા પ્રાન્ત અધિકારી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, પાટણ ધ્વારા રજીસ્ટ્રારશ્રી, હેમચંન્દ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, પાટણને સુચના આપવામાં આવેલ હતી.

 

કોઇ અકસ્માત ના બને અને કોઈ દુર્ઘટના સમયે ફાયર ફાયટર જેવા મોટા વાહનો નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી, પાટણના કેમ્પસમાં જઇ શકે તે હેતુથી સદરહું રસ્તો ચાલુ છે કે કેમ? તે અંગે સ્થળ તપાસ કરાવતાં, કરબા તલાટીશ્રી, પાટણના તા.24/06/2024 ના પંચનામા મુજબ હેમચંન્દ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા દિવાલ ચણતર કરી બંન્ને કેમ્પસ વચ્ચેનો રસ્તો બંધ કરી દીધેલ હોઇ, નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી, પાટણના કેમ્પસમાં અભ્યાસ કરતાં 20 (વીસ) હજાર જેટલા વિધાથીઓ, કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં રહેતા વિધાર્થીઓના અવર-જવર માટે તથા કેમ્પસમાં આગ જેવી આકસ્મિક દુર્ઘટના બને તો મોટા ફાયર ફાયટરને નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી, પાટણના કેમ્પસમાં જવા માટે કોઈ માર્ગ આવેલ ન હોઈ, જાહેર હિતને ધ્યાનમાં લઈ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, પાટણ અને હેમચંન્દ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી,પાટણના કેમ્પસ વચ્ચે આવેલ રસ્તો ખુલ્લો કરાવવા પ્રાન્ત અધિકારી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, પાટણએ સંદર્ભદર્શિત પત્રથી દરખાસ્ત કરેલ છે.

નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી, પાટણના કેમ્પસમાં 20 (વીસ) હજાર જેટલી મોટી સંખ્યામાં વિધાર્થીઓ અભ્યાસ કરતાં હોઇ તથા સદરહું કેમ્પસની હોસ્ટેલોમાં પણ મોટી સંખ્યામાં વિધાર્થીઓ રહેતા હોઇ તેઓની અવર-જવર માટે તેમજ કેમ્પસમાં આગ જેવી આકસ્મિક દુર્ઘટના બને તો મોટા ફાયર ફાયટરને નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી, પાટણના કેમ્પસમાં જઈ શકે તે માટે જાહેર હિતને ધ્યાનમાં લઈ નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી, પાટણ અને હેમચંન્દ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, પાટણના કેમ્પસ વચ્ચે આવેલ રસ્તો ખુલ્લો રાખવા પ્રવર્તમાન સંજોગોમાં ઉચિત અને આવશ્યક જણાય છે.

તેથી શ્રીઅરવિંદ વિજયન, આઈ.એ.એસ.,જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ જિલ્લા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951 ની કલમ – 33(1)(ખ) થી મળેલ સત્તાની રૂએ તા. 02/07/2024 થી તા.02/08/2024 સુધી નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી, પાટણ અને હેમચંન્દ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી,પાટણના કેમ્પસ વચ્ચે આવેલ રસ્તો ખુલ્લો રાખવા માટે આદેશ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઇસમ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-131 અને ભારતીય ફોજદારી અધિનિયમ,1860 ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Related posts

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીઓ ઇકો બ્રિક્સ કાર્યક્રમ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત પાટણ” અભિયાનમાં જોડાયા

museb

પાટણના પારેવા સર્કલ થી ખાલકશા પીર રોડની હાલત સુધારો.

mahagujarat

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય પાટણ સેન્ટર સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરશે

museb

‘મહાગુજરાત’માંથી પાટણ જિલ્લાના પ્રથમ દૈનિકના સફળ તંત્રી થનાર શ્રી મહેન્દ્રભાઇ ખમાર મારી નજરે… લેખક : શશીભાણ

mahagujarat

પાટણમાં સનાતન ધર્મની વિરાટ ધર્મસભા યોજાશે : ભવ્ય શોભાયાત્રા નિકળશે

museb

સાંસદની ગ્રાન્ટમાંથી મેં ક્યારે કમીશન લીધું નથી : ભરતસિંહ ડાભી

museb

Leave a Comment