January 20, 2025
Maha Gujarat
IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

રાજયસભાના સાંસદ બાબુભાઈ જે. દેસાઈનો સન્માન કાર્યક્રમ યોજાશે

પાટણ ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સહિત સંતો-મહંતો અને રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં રાજય સભાના સાંસદ બાબુભાઈ જે. દેસાઈનો સન્માન કાર્યક્રમ યોજાશે

સન્માન કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા એપીએમસી હોલ પાટણ ખાતે ભાજપ બક્ષીપંચ મોરચાની આગેવોની હેઠળ બેઠક મળી

રાજ્યસભાના સાંસદ અને બક્ષીપંચ સમાજના ગૌરવ સમા બાબુભાઈ દેસાઇ ના ભવ્ય સન્માન માટેના આગામી તા. 7 મી ઓકટોબરના રોજ પાટણ પ્રગતિ મેદાન ખાતે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા તેના આયોજન અને કાર્યક્રમ ની રૂપરેખા તૈયાર કરવા શનિવારે એપીએમસી હોલ પાટણ ખાતે ગુજરાત બક્ષીપંચ સમાજ અને ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો, પાટણ શહેર અને જિલ્લા ભાજપ ના આગેવાનો, પદાધિકારીઓ, વિવિધ મંડલોના પ્રમુખ, મંત્રી સહિતના સભ્યોની ઉપસ્થિત મા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજયસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના આયોજિત આ ભવ્યાતિભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉદધાટક તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અન્ય રાજકીય મહાનુભાવો, સંતો, મહંતો ઉપસ્થિત રહેનારા છે ત્યારે આજની આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે. સી. પટેલે સમગ્ર કાયૅક્રમની રૂપરેખા વણૅવી આ સન્માન કાયૅક્રમ મા સમગ્ર જિલ્લા માથી અંદાજીત 25 હજારથી વધુ લોકો જોડાય તે માટે ભારતીય જનતા પાર્ટી ના તમામ આગેવાનો, મંડલ ના સભ્યોને અપીલ કરી મોટી સંખ્યામાં આ કાર્યક્રમ મા દરેક સમાજના યુવાનો સહિત તમામ સમાજના લોકો પણ જોડાઈ તે રીતે આયોજન ની તૈયારી કરવા આહવાન કર્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા અન્ય મહાનુભાવો અને આગેવાનોએ પણ કાર્યક્રમ ને સફળ બનાવવા પોતાના વિચારો રજૂ કરી બાબુભાઈ દેસાઈ ના સન્માન પ્રસંગ માટે કટીબદ્ધતા વ્યકત કરી હતી.

આ બેઠકમાં પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો.દશરથજી ઠાકોર, પાટણના પ્રભારી અને કર્ણાવતીના પૂર્વ અધ્યક્ષ અમરાઈવાડી ના પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાગરભાઇ, ઓબીસી મોરચાના પ્રદેશના અધ્યક્ષ પૂર્વ પ્રભારી અને તાજેતરમાં 27 ટકા અનામતના નિર્ણય ને લઇ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ને અભિનંદન આપવા માટેનું સંમેલન આયોજિત કરનાર મયંકભાઈ નાયક, પૂવૅ મંત્રી દિલીપજી ઠાકોર, પ્રદેશ ઉપાધ્યાય નંદાજી ઠાકોર, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી પાટણના જ વતની નરેશભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાષ્ટ્રીય મહિલા આયોગના પૂવૅ મહિલા સદસ્ય ડો.રાજુલબેન દેસાઈ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ જિલ્લા ના મહામંત્રીઓ, ઓબીસી મોરચા ભાજપ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, યુવાનો સહિત બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌને કાર્યક્રમ ને અનુરૂપ જરૂરી વિવિધ જવાબદારીઓ સોપવામાં આવી હતી.

Related posts

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીઓ ઇકો બ્રિક્સ કાર્યક્રમ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત પાટણ” અભિયાનમાં જોડાયા

museb

શ્રી રોટલીયા હનુમાનજીનો પ્રથમ પાટોત્સવ-રોટલીયોત્સવ ઉજવાશે

mahagujarat

પાટણ ખમાર જ્ઞાતિના ધો. 1થી12 સુઘી ના તેજસ્વી તારલાઓને સન્માન કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

museb

પાટણના હવેલી મંદિરોમાં પ.પૂ. ગો.શ્રી વ્રજેશબાવાની ગુણાનુવાદ સભા યોજાઇ

mahagujarat

પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને જાગૃત સેવક લાલેશભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કરે દેહ દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો.

mahagujarat

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર લખી પાટણ શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટર ના લગાવવા રજુઆત કરી

museb

Leave a Comment