Maha Gujarat
OtherPatanજગ્યાજિલ્લોરાજ્યશિક્ષણ

નૂતન વિનય મંદિર પ્રાથમિક શાળાનો પ્રવેશોત્સવ જેમાં ચારિત્ર વિજય મહારાજ સાહેબ શ્રી પરમ પૂજ્ય ગુરુજી આશીર્વાદ આપી બાળકોને સુંદર આશિર્વચન આપ્યા


આજે નૂતન વિનય મંદિર અને ધોરણ એકમાં તથા નવ માં નવા બાળકોના માટે પ્રવેશોત્સવ રાખવામાં આવ્યો હતો જેમાં દાખલ થનાર તમામ બાળકોનું ઉષ્માભરું સ્વાગત કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જૈન આચાર્ય પરમ પૂજ્ય ચારિત્ર્ય વિજય મારા સાહેબ આશીર્વાદ આપ્યા અને બાળકોને ખુબ સુંદર રીતે પ્રવચન આપીને બાળકોને પ્રભાવિત કર્યા સાથે સાથે શાળાના શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને સારું જ્ઞાન આપે અને તેમનું ભવિષ્ય થાય એટલા માટે એમને પણ આશીર્વાદ રતન આપ્યા છે ખુબ સુંદર આયોજન કર્યું છે આજે સૌ મિત્રોને સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આ ઉપરાંત મારા સાહેબ શ્રી શાળાના આચાર્યશ્રીની ઓફિસમાં જઈને તેમને પણ આશિર્વચન આપ્યા હતા. આજના સમયે આ સંસ્થામાં ખૂબ જ જરૂરીયાત મંદ બાળકો અભ્યાસ કરે છે અને જેના મા-બાપ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થાય છે એવા બાળકોને સંસ્થામાં શિક્ષણ આપવામાં આવે છે આજે બાળકોને દફતર આપવામાં આવ્યા નોટબુકો પણ આપવામાં આવી જે નમૂના રૂપ છોકરાઓને આપ્યા છે આખી સંસ્થાને દરેક બાળકને આજે જે પુસ્તકો અને નોટબૂકો દફ્તરો જે કંઈ આપ્યું છે તે શાળાના દરેક બાળકને આપવામાં આવનાર છે આ ઉપરાંત આ સંસ્થામાં સરકારશ્રી તરફથી મધ્યાન ભોજન નો કાર્યક્રમ પણ ચાલતો હોય છે ત્યારે મધ્યાન ભોજન તરફથી ધોરણ એક થી આઠ સુધીના તમામ બાળકોને રસ પુરી નું જમણ આપવામાં આવશે જેથી બાળકોને આનંદ પણ રહેશે આજનો કાર્યક્રમ ખૂબ સુંદર હતો આ તબક્કે દર વર્ષે દરેક શાળામાં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ ટ્રસ્ટ તરફથી એમના ટ્રસ્ટીઓ તરફથી પહેલા ધોરણના બાળકોને જે દફતર આપવામાં આવે છે તેમને પણ યાદ કરી સ્મરણ કરી અને તેમના આદર્શો કાયમ જીવંત રહે તેવી અપેક્ષા.

Related posts

પાટણના સિદ્ધિ સરોવરમાં મરેલાં કુતરાં અને માછલીઓ તરતી દેખાતા નગરપાલિકા ફરીથી વિવાદોનાં કઠેડામાં

mahagujarat

Mosbet Rəsmi Saytı: Onlayn Kazinoda Oynamaq Üçün Ən Etibarlı Platforma

Admin

ચૈત્રી નવરાત્રીના દિવસોમાં પાટણના નગરદેવી શ્રીકાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બે દિવસનો શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો જાજરમાન કાર્યક્રમ યોજાશે

mahagujarat

પાટણ જૈન મંડળ, મુંબઈના અગ્રણીઓની પાટણ વિકાસ પરિષદે શુભેચ્છા મુલાકાત લીધી

museb

શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્રારા નવીન બનનાર ચંદ્ર-કૃષ્ણા હોલનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

mahagujarat

લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા આરોગ્ય સેવા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ યોગદાન સ્વરૂપે અંદાજિત 9,80,000/ નવ લાખ એંસી હજાર રૂપિયાનું ABG (Arterial Blood Gas) મશીન ધારપુર મેડિકલ કોલેજને દાન આપવામાં આવ્યું.

mahagujarat

Leave a Comment