September 27, 2026
Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્યશિક્ષણ

પાટણના દ્વારકાધિશ મંદિરના પ્રાંગણમાં આવેલું અનોખું “દ્વારકેશ પુસ્તકાલય આજે અનેક વૈષ્ણવો લાભ લે છે

પાટણના તૃતિય પીઠાધિશ્ર્વર શ્રી દ્વારકાધિશ મંદિર દ્વારા “વાંચે વૈષ્ણવ, વંચાવે વૈષ્ણવના સંદેશા સાથે “શ્રી દ્વારકેશ પુષ્ટિ માર્ગી પુસ્તકાલય મંદિરના પ્રાંગણમાં મુખ્યગેટ પાસે શરૂ કરવામાં આવેલ છે. આ પુસ્તકાલયમાં હસમુખભાઇ સોની સેવાઓ આપી રહ્યા છે. આજથી લગભગ દોઢ વર્ષ પહેલા પ.પૂ.ગો. શ્રી ડૉ. વાગીશ કુમારજી મહારાજશ્રીએ આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરી આશિર્વાદ પ્રદાન કરેલ. વૈષ્ણવ સૃષ્ટિ માટે પુષ્ટિમાર્ગને લગતા અનેક પુસ્તકો, મેગેજીનો, ધાર્મિક ગ્રંથો આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. વૈષ્ણવોને આ પુસ્તકો ફ્રી વાંચવા આપવામાં આવે છે, રૂબરૂ આવી કે સગાસંબંધીઓ મારફત પણ પુસ્તકો વિગેરે વાંચવા મંગાવી શકાય છે. છેલ્લા દોઢ વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આ પુસ્તકાલયનો લાભ લીધો છે. પાટણની પ્રખ્યાત ફત્તેસિંહરાવ લાયબ્રેરી દ્વારા પણ આ પુસ્તકાલયને માર્ગદર્શન મળી રહ્યું છે. પાટણના દ્વારકાધિશ મંદિરના ટ્રસ્ટીઓ કૌશિક બી. સોની, ચિનુભાઇ એ. સોની, જશુભાઇ ટી. પટેલ દ્વારા પ્રોત્સાહન અને સહકાર મળે છે. આ પુસ્તકાલયનો વધુને વધુ લોકો લાભ લે તે માટે આ પુસ્તકાલયમાં સેવા આપતા હસમુખભાઇ જે. સોનીએ અપિલ કરી છે.

Related posts

ચીકી વૈકલ્પિક પ્રસાદ તરીકે પણ ના ચાલે…..

mahagujarat

નૂતન વિનય મંદિર પ્રાથમિક શાળાનો પ્રવેશોત્સવ જેમાં ચારિત્ર વિજય મહારાજ સાહેબ શ્રી પરમ પૂજ્ય ગુરુજી આશીર્વાદ આપી બાળકોને સુંદર આશિર્વચન આપ્યા

museb

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં પાટણના દ્વારકાધિશ મંદિરમાં ત્રિદિવસીય મહાઉત્સવ યોજાશે

mahagujarat

પાટણ જિલ્લાની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા બદલી થયેલ કલેક્ટરશ્રી સુપ્રિતસિંહ ગુલાટી સાહેબનો વિદાય શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

ભાદરવી પુનમે અંબાજી જતાં પદયાત્રીકો માટેનો અનોખો જય અંબે સેવા કેમ્પ : નવચંડીયજ્ઞથી પ્રારંભ

mahagujarat

પાટણના કોલેજ કેમ્પસમાં જવાના રેલ્વે નાળાની કફોડી હાલત…

mahagujarat

Leave a Comment