September 28, 2026
Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાષ્ટ્રીયશિક્ષણ

ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમની એસોસીએશન પાટણ દ્વારા શાળા આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન

પાટણ શહેરની સો વર્ષથી પણ વધારે વર્ષ પૂર્ણ કરી ચૂકેલી એકમાત્ર શાળા ડૉ. પંડ્યા અભ્યાસ ગૃહમાં અભ્યાસ કરતા બાળકોની આરોગ્યલક્ષી તપાસ અર્થે આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસીએશન દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહયોગી તરીકે પાટણની અગ્રવાલ હોસ્પિટલ અને શ્રીમંત ફત્તેહસિંહરાવ પુસ્તકાલય પણ જોડાયા હતા. આ કેમ્પમાં સેવા આપનાર તબીબોમાં ઉ.ગુ. યુવક મંડળના પ્રમુખ અને સિનિયર તબીબ ડૉ. જે.કે. પટેલ, એસોસીએશનના મંત્રી તથા કેમ્પના કો.ઓર્ડિનેટર ડૉ. અતુલ અગ્રવાલ, સિનિયર ફિઝીશિયન અને કાર્ડિયોલોજીસ્ટ ડૉ. જે.જે. ઠક્કર, સર્જન ડૉ. અમિત અગ્રવાલ, બાળરોગ નિષ્ણાત ડૉ. સુીનતા અમિત અગ્રવાલ, દાંતના નિષ્ણાત ડૉ. હેમલ કાટવાલા, યુરોલોજિસ્ટ ડૉ. સાહિલ અતુલ અગ્રવાલ, આંખના નિષ્ણાત ડૉ. આયુષી સાહિલ અગ્રવાલ, જનરલ ફિઝિશિયન તરીકે ડૉ. વીરલ પી. શાહ અને ડૉ. શૈલેષ સોમપુરાએ ખૂબ જ ધીરજપૂર્વક અને ખાસ કાળજીપૂર્વક અથાગ સેવાઓ આપી હતી.

આ પ્રસંગે ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમની એસોસીએશનના પ્રમુખ અશોકભાઇ વ્યાસ, ઉપપ્રમુખ હર્ષદભાઇ ખમાર, હેમંતભાઇ કાટવાલા, અજયભાઇ ખમાર, હર્ષદભાઇ ઠક્કર, સુનિલભાઇ સોની વિગેરેેએ ઉપસ્થિત રહી આરોગ્ય તપાસ કેમ્પની સફળતા માટે સરાહનીય કામગીરી બજાવી હતી. શ્રીમંત ફત્તેહસિંહરાવ પુસ્તકાલયના પ્રમુખ ડૉ. શૈલેષ સોમપુરા, અશ્ર્વિનભાઇ નાયક, સુનિલ પાગેદાર, રાજુભાઇ પરીખ, હસમુખભાઇ સોની વગેરેએ પણ આ કેમ્પમાં હાજર રહી સેવાઓ આપી હતી.

શાળાના આચાર્ય શ્રીમતી જશોદાબેન પટેલ તથા શાળાના શિક્ષણ સ્ટાફના ભાઇઓ અને બહેનોએ પણ ખડે પગે ઊભા રહી બાળકોના આરોગ્યની તપાસ શિસ્તપૂર્વક થાય એ માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. તપાસલક્ષી કાર્યક્રમ પૂરો થયા પછી શાળાના તમામ બાળકો અને સ્ટાફમિત્રોને સરસ મજાનો ગરમાગરમ મિષ્ટાન સાથે નાસ્તો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને દાતાશ્રી ડૉ. મયંકભાઇ જાની તરફથી કરાવવામાં આવ્યો હતો.

Related posts

પાટણના લેઉઆ પાટીદાર સમાજના બે સગા ભાઈઓના હૃદય રોગના હુમલો આવતા અકાળે દુ:ખદ અવસાન

mahagujarat

પાટણ જિલ્લાના સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજજ

museb

પાટણની આજની હાલત પી.એમ. ની “મન કી બાત સુધી પહોંચાડો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે પાટણ આવે ત્યારે તેમના પ્રવચનોમાં તેમને પાટણમાં વિતાવેલ ભૂતકાળને યાદ કરે છે

mahagujarat

પાટણમાં સનાતન ધર્મની વિરાટ ધર્મસભા યોજાશે : ભવ્ય શોભાયાત્રા નિકળશે

museb

પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશનના ડૉ. જય ધ્રુવને મેકસીકોની યુનિવર્સિટી દ્વારા ડીએએસની પદવી થી સન્માનિત કરાયા

mahagujarat

ચૈત્રી નવરાત્રીના દિવસોમાં પાટણના નગરદેવી શ્રીકાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બે દિવસનો શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો જાજરમાન કાર્યક્રમ યોજાશે

mahagujarat

Leave a Comment