સત્તાવાળાઓ કે સરકાર સામે પ્રશ્ર્નોની રજુઆત કરનારાઓ વચ્ચે શહેરના રાજકારણીઓ દિવાલ બનીને ઉભા થઈ જતા હોવાથી પ્રશ્ર્નો રજુ થઇ શક્તા નથી : પાટણમાં આવતા પ્રવાસીઓ શહેરની સ્થિતિ જોઇને નારાજગીની ભેટ સાથે લેતા જાય છે : ભાજપ સંગઠન વામણું પૂરવાર થઈ રહ્યું છે
પાટણ શહેર અને જિલ્લામાં ઘણા બધા લોકો વડાપ્રધાનની દર મહિને પ્રસારિત થતી મન કી બાતને રસ અને ધ્યાન પૂર્વક સાંભળે તો છે જ. પણ તેમાં કહેવામાં આવતી વાતોની લેશમાત્ર અસરો પાટણ જિલ્લા કે શહેરનાં વહિવટર્ક્તાઓ કે રાજકારણીઓને થતી હોય તેમ લાગતું નથી. એવો અહેસાસ પાટણની પ્રજા કરતી હોય તેમ લાગે છે. મન કી બાતનો 100મો એપિસોડ હમણાં ગયા રવિવારે સાંભળવામાં આવ્યો હતો. એમાં વડાપ્રધાને શિક્ષ્ાણ, સ્વચ્છતા, ગરીબી, પ્રશિક્ષ્ાણ કોરોના જેવા અનેક પ્રકારનાં મુદાઓને આવરી લીધા હતા. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારો ઉપરાંત વિદેશમાં પણ મન કી બાતે ભારે લોકચાહના મેળવી છેે. લાખો લોકોએ મન કી બાતનો અમલ ર્ક્યો છે અને આત્મસાત કરીને પે્રરણા મેળવી પણ છે.
પરંતુ ઐતિહાસિક-સાંસ્કૃતિકનગરી પાટણ શહેરમા મન કી બાતની કોઈ અસર જોવા મળતી નથી. પાટણ શહેરમાં છેલ્લા 30 વર્ષ્ાથી નગરપાલિકામાં ભાજપની સત્તા એકચક્રી રીતે ચાલી રહી છે. પરંતુ પાટણ નગરપાલિકાએ પાટણ શહેર માટે શું ર્ક્યુ તે મોટો પ્રશ્ર્ન છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે દરેક જિલ્લાની જેમ પાટણ જિલ્લાને પણ ગ્રાન્ટોનો ધોધ વરસાવ્યો છે. પણ તે ગ્રાન્ટો યોગ્ય રીતે વપરાઈ છે કે નહિં?, તેનાં કામો યોગ્ય રીતે થાય છે કે નહિં? અને જો નથી થયા તો શા માટે નથી થયા ? તે અંગે કાગળો પર કે સંકલન બેઠકોમાં પણ ચચાર્યુ જ હશે. પરંતુ જમીની સ્તરે આ કામો યોગ્ય રીતે થયેલા લેશમાત્ર દેખાતા જ નથી. પાટણ જિલ્લાની કેટલીક નગરપાલિકાઓએ શું કામો ર્ક્યા ? ક્યા કામો ર્ક્યા? તે શું લોકો જાણે છે ખરા? પાટણ શહેર ભાજપ સંગઠન જવાબદાર છે. સામાન્ય નાગરિક પણ જવાબદાર છે.
પહેલાનાં સમયમાં તો નાનામાં નાના પ્રશ્ર્નો માટે પાટણનાં વેપારીઓ અને સંસ્થાઓનાં અગ્રણીઓ દ્વારા સત્તાવાળાઓને સાચી વાતો કરીને તેમને સાચી હકિક્તોનું દર્પણ દેખાડી શક્તા હતા. અને રજુઆતો કરી શક્તા હતા. હવે તો પાટણ શહેરમાં પડેલા ખાડા, તુટેલા રોડ, શહેરમાં ઠેર ઠેર દબાણો, જાહેર માર્ગો ઉપર આડેઘડ ઉભી રહેતી લારીઓ. પ્લાષ્ટીકનો કચરો જાહેર માર્ગ પર ફેંક્તા જોવા મળે છે. છતાં તેઓને કહેવા કે ટોકનારું કોઈ નથી. આડેધડ પાર્કિગ, ગટરોનાં ઉભરાવાનાં રોજિંદા પ્રશ્ર્નો, સ્વચ્છતાનો મુખ્ય મુદો શહેરની પરેશાની વધારે છે. ઠેરઠેર ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે.
છેલ્લા બે વર્ષ્ાથી શહેરનાં રોડ તુટેલા છે પણ તેમાં નવા તો ન બનાવો તો વાંધો નથી પરંતુુ તેમાં ડામરનાં થિગડાં મારીને કામચલાઉ કામગીરી તો કરી શકાય છે ને.. કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો ખાડાઓમાં માટી નાંખીને સંતોષ્ા માની લેવામાં આવે છે.
પાટણની રાણીની વાવ ને વડાપ્રધાન દ્વારા વિશ્ર્વ વિરાસતમાં સ્થાન આપવામાં આવ્યુ છે. પરંતુ તે દિશામાં કોઈ પગલાં ભરીને શહેરમાં પ્રવાસીઓને આકર્ષ્ાીને તેમાંથી આર્થિક ઉપાર્જન થાય અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે કોઈ કામગીરી થતી નથી. કોઈ નેતાઓ કે અધિકારીઓ પાટણમાં આવે તો તેઓ સામે રજુઆત કરનારા શહેરીજનોને રાજકારણનાં કેટલાક માધાંતાઓ રજુઆત કરનાર અને અધિકારી વચ્ચે મોટી દિવાલ બનીને ઉભા રહી જઈને તંત્ર અને સંગઠનની નબળાઈઓની પોલ ન ખુલી જાય તે માટેનાં પ્રયાસો કરીને સામાન્ય જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે.
પાટણ શહેરમાં ભાજપનું સંગઠન દ્વારા છતાં કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી તેવો પ્રશ્ર્ન જનતા પૂછે છે? શું આ લોકો પર મન કી બાતની કોઈ પણ પ્રકારની અસરો થતી નથી? પાટણની સોડા, પાટણની ચકચકતી બરણીમાં દૂધ લેવા જવાની વાત વડાપ્રધાન પણ વારંવાર યાદ કરતા રહે છે. પણ પાટણની આજની હાલત કેવી છે? તેની વાત વડાપ્રધાન સુધી પહોંચે તેની કોઈને ચિંતા કેમ નથી?
પાટણનો વિકાસ કેવી રીતે કરવો? તેનાં માટે કમ સે કમ રાજકીય અગ્રણીઓ શા માટે આગળ આવતા નથી? પાટણમાં રેલ્વેનો વિકાસ થઈ રહયો છે પણ તેના થકી વેપાર, જી.આઈ.ડી.સી. ઉદ્યોગોનેા પ્રોત્સાહન મળે તેવી કોઈ કાર્યવાહી થાય તે દિશામાં કેમ કોઈ ઇચ્છતું નથી કે વિચારતું નથી? શહેરનાં ટ્રાફિક, સ્વચ્છતા, બસસ્ટેન્ડ, ઓવરબ્રીજ, પાણી ભરાવાનાં અનેક પ્રશ્ર્નો આજે પણ જવાબ માંગી રહયા છે.
ભાજપની પ્રચંડ બહુમતિ છતાં કોઇ સંમતિપૂર્વકનાં નિર્ણયો લેવાતા નથી : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કાયમ પાટણની જુની વાતો ને યાદ કરીને પાટણ શહેરને તેમજ લોકોને તેમનાં દિલમાં સ્થાન આપેલું છે. પાટણની રાણીની વાવને વિશ્ર્વ વિરાસતમાં સ્થાન તેમજ રૂા. 100ની નોટ પર પણ રાણીની વાવનું સ્મૃતિ ચિહ્ન મૂકીને વિશ્ર્વભરમાં પાટણને અગ્ર સ્થાને મૂક્યું છે દેશ વિદેશમાંથી રાણીની વાવ જોવા માટે પાટણ આવતા પર્યટકો પણ પાટણની સ્થિતિ નિહાળીને નારાજગીની ભેટ સાથે લઇને જાય છે.
અગાઉનાં પાલિકા પૂર્વ પ્રમુખો દ્વારા શહેરને સારું બનાવવાના પ્રયાસ કરતા હતાં. જો કે, આજે 39નું સંખ્યાબળ ભાજપનું હોવા છતાં પણ કોઇ નિર્ણયો પર સહમતિ ન આપી શકાતી હોય ત્યારે પાટણનાં ટ્રાફિક રોડ રસ્તા, સ્વચ્છતા સહિતના પ્રશ્ર્નો તો યથાવત જ રહેવાનાં છે!!