Maha Gujarat
IndiaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

પાટણમાં સનાતન ધર્મની વિરાટ ધર્મસભા યોજાશે : ભવ્ય શોભાયાત્રા નિકળશે

દ્વારકા પીઠાધિશ્ર્વરના જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં પાટણમાં સનાતન ધર્મની વિરાટ ધર્મસભા યોજાશે : ભવ્ય શોભાયાત્રા નિકળશે

“ભગવાન પરશુરામજીના પુસ્તકનું વિમોચન કરાશે, જીવદયા ભવનનું લોકાર્પણ કરાશે : ભગવાન જગન્નાથ મંદિરની ઉત્ખનન વિધિ પણ કરાશે

ઉત્તર ગુજરાતની ઐતિહાસિક, ધાર્મિક નગરી પાટણ ખાતે અનંત વિભૂષિત શારદા પીઠાધિશ્ર્વર દ્વારકાના જગદ્ગુરૂ શંકરાચાર્યજી પ.પૂ. સ્વામી શ્રી સદાનંદ સરસ્વતિ મહારાજશ્રી આગામી તા. 28, 29 નવેમ્બર એમ બે દિવસ માટે પધારી રહ્યા છે. આ પ્રસંગે તેઓશ્રીની વિરાટ ધર્મસભા, ભવ્ય શોભાયાત્રા, ભગવાન પરશુરામજીના પુસ્તકનું વિમોચન પ.પૂ. ગુરૂ મહારાજના વરદહસ્તે જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના, આરતી કાર્યક્રમ તેમજ જીવદયા ચેરીટેબલ સંચાલિત જીવદયા ભવનનું લોકાર્પણ જેવા કાર્યક્રમો યોજાશે.

પાટણના શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ બે દિવસીય કાર્યક્રમોની વિગતે માહિતી આપતા શ્રી જગન્નાથ મંદિરના પ્રમુખ પિયુષ આચાર્યએ જણાવેલ કે, તા. 28-11-2023ના રોજ પ.પૂ. શ્રી જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી સરસ્વતી મહારાજશ્રીની પાટણના જૂનાગંજમાં સાંજે 6-30 કલાકે વિરાટ ધર્મસભા યોજાશે. એ પહેલા પાટણના રેલ્વે સ્ટેશનથી જૂનાગંજ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. આ શોભાયાત્રામાં 500 જેટલી દિકરીઓ કળશ લઇ જોડાશે. દુર્ગાવાહિનીની બહેનો દ્વારા શોર્ય પ્રદર્શન, સાથે ભુદેવો દ્વારા મંત્રોચ્ચાર કરાશે. શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત સહિત સેવાકેમ્પોનું આયોજન કરાયેલ છે. પિયુષભાઇ આચાર્યએ જણાવેલ કે, સનાતન હિન્દુધર્મમાં શંકરાચાર્યજીનું સર્વોચ્ચ વિશિષ્ટ મહત્ત્વ અને પદ હોય છે. એક સમયે જ્યારે વિધર્મીઓ, વિવિધ સંપ્રદાયો-વાડાઓના કારણે આપણો પ્રાચીન સનાતન ધર્મ નષ્ઠ થઇ રહ્યો હતો, ત્યારે ભગવાન શિવે ખુદ આદ્યશંકરાચાર્ય સ્વરૂપે મનુષ્ય જન્મમાં પ્રગટ થઇ સનાતન ધર્મનું રક્ષણ કર્યું હતું. આદ્યશંકરાચાર્યજીએ માત્ર 13 વર્ષની ઉંમરે ભારતનું ભ્રમણ કરી સનાતન ધર્મ ઉજાગર કરેલ અને ભારતની ચાર દિશામાં ચાર મઠોની સ્થાપના કરી હતી. વર્તમાન સમયમાં સનાતન ધર્મની રક્ષા, સંવર્ધન અને વિકાસ માટે ભારતના ચારે શંકરાચાર્યોએ હિન્દુ સનાતન ધર્મની રક્ષા માટે પ્રચાર-પ્રસાર શરૂ કર્યા છે. જેના ભાગરૂપે પાટણમાં વિશાળ ધર્મસભાનું આયોજન કરાયેલ છે. આ ધર્મસભામાં પાટણની ધાર્મિક પ્રજા, હિન્દુ સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ, વિવિધ સંગઠનો જોડાશે જાહેર જનતાને પણ મોટી સંખ્યામાં જોડાવા તેઓએ અપિલ કરી હતી.

બીજા દિવસે તા. 29-11-2023ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ક્ધવેશન હોલમાં શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થનાર ભગવાન પરશુરામજીના પુસ્તકનું વિમોચન પ.પૂ. જગદ્ગુરૂ શંકરાચાર્યજી પ.પૂ. શ્રી સદાનંદ સરસ્વતી મહારાજશ્રીના વરદહસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉદ્યોગ અને શ્રમ રોજગાર મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત, અતિથિ વિશેષ તરીકે ટેમ્પલ આર્કિટેક્ચર શ્રી પિયુષભાઇ સોમપુરા, શ્રી અનુપમસિંહ ગેહલોત પોલીસ કમીશ્નર વડોદરા, શ્રી અરવિંદ વિજયન જિલ્લા કલેક્ટરશ્રી પાટણ, શ્રી રોહિતભાઇ દેસાઇ કવુલપતિ શ્રી હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી તેમજ શ્રી ડૉ. રવિન્દ્ર ડી. પટેલ જિલ્લા પોલીસવડા પાટણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં શ્રી કિશોરભાઇ શાસ્ત્રી જાણિતા ભાગવત કથાકાર પણ ધર્મસભામાં ઉપસ્થિત રહેશે. બીજા દિવસે જગન્નનાથ મંદિરમાં પૂજા-અર્ચના અને આરતીના કાર્યક્રમ બાદ મંદિર પરીસરમાં પ.પૂ. ગુરૂ મહારાજના વરદહસ્તે ૐ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના નવિન ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન હેમંતભાઇ તન્નાએ પૂરક માહિતી આપેલ. આ પ્રસંગે ગુજરાત બ્રહ્મસમાજના અગ્રણી હરગોવનભાઇ શિરવાડીયા, સંયોજક વિનોદભાઇ જોષી ઉપસ્થિત રહ્યા હતાં.

અહેવાલ : હર્ષદ ખમાર

Related posts

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

પાટણ જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયને (IAS) પદભાર સંભાળ્યો

mahagujarat

પાટણના પ્રાંતઓફિસર મિતુલભાઇ પટેલે રામરહીમ અન્નક્ષેત્ર ભવનની મુલાકાત લીધી

mahagujarat

હેરિટેજ કરાઓકે ગ્રુપ ઓફ પાટણ દ્વારા સંગીત સે સેવાનું આયોજન કરાયું

mahagujarat

સિધ્ધપુરમાં પીવાના પાણીનો સપ્લાય કરતી નગરપાલિકાની પાઈપો માંથી મળેલા માનવ અંગો ગૂમ થયેલી યુવતિ લવીના હરવાણીના જ હતા

mahagujarat

પાટણ રીજીયોનલ સાયન્સ સેન્ટરને મુંબઇના પ્રફુલ શાહે એન્ટીક કેમેરાઓની ભેટ આપી

mahagujarat

Leave a Comment