Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યારાષ્ટ્રીય

પ.પૂ. શ્રી રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ની વ્યાસપીઠે આગામી ૧ ડીસેમ્બરથી ૭ ડીસેમ્બરે પાટણમાં ભાગવત સપ્તાહ યોજાશે

હરીઓમ ગૌશાળા અનાવાડાના લાભાર્થે ભવ્ય આયોજન

અનાવાડા સ્થિત ગૌશાળાની ટીમે પોરબંદર થઇ પૂ. ભાઇશ્રીના આશિર્વાદ મેળવ્યા

પાટણ ખાતે આગામી પહેલી ડિસેમ્બર થી સાતમી ડિસેમ્બર સુધી બિમાર અને અશક્ત ગૌ માતાની હોસ્પિટલ તથા ગૌશાળા (હરિ ઓમ ગૌશાળા અનાવાડા)ના લાભાર્થે યોજાનાર ગૌ ભાગવત કથા માટે વિશ્ર્વ પ્રસિદ્ધ ભાગવત્ કથાકાર પૂ.પૂ. શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈ શ્રી)ના પોરબંદર સ્થિત સાંદિપની મંદિર ખાતે પાટણ ગૌશાળાની ટીમને વિધિવત આમંત્રણ આપી પ.પૂ. રમેશભાઈ ઓઝાના સ્વ હસ્તે શ્રીફળ, પત્ર આપી કથા માટે પૂ.ભાઈ શ્રીએ વિધિવત સંમતિ આપી.
પ.પૂ. રમેશભાઈ ઓઝાએ સંપૂર્ણ કથા આયોજન વિશે ઝીણવટભરી માહિતી મેળવી ખુશી વ્યક્ત કરી હતી. ગૌશાળાના કાર્યકર્તાઓએ ભાગવત સપ્તાહ સંપૂર્ણ સફળ બનાવવા માટે ભાઈશ્રીના આશીર્વાદ મેળવ્યા તથા આશ્રમ સ્થિત ગૌશાળાની મુલાકાત લીધી.

આગામી સમયમાં પાટણ ની હરીઓમ ગૌશાળા આગવી ઓળખ ઉભી કરી સંપૂર્ણ ગુજરાતમાં ક્યારેય ન થઈ હોય એવી ભવ્ય કથાનું આયોજન કરવા સૌના પ્રયત્નો કરવાની પૂ. ભાઇશ્રીને ખાત્રી આપેલ. બીમાર ગાયોની સારવાર માટે હજારો દાતાઓના સહયોગથી આ ગૌશાળાને વધારે અધ્યતન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરેલ.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા આગામી દિવસોમાં ભવ્ય તૈયારીઓ કરનાર હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

Related posts

ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમની એસોસીએશન પાટણ દ્વારા શાળા આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન

museb

પાટણ જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયને (IAS) પદભાર સંભાળ્યો

mahagujarat

શ્રીમંત ફતેસિંહરાવ લાયબ્રેરીનું ગંગાબા રોજગાર કેન્દ્ર

mahagujarat

પાટણ નીરજ સેવા ટ્રસ્ટ દ્રારા ઓવરબ્રિજ પર અકસ્માત ની સંભાવનાને લઈ બહિગોળ લેન્સો લગાવવાની કામગીરી નો પ્રારંભ કરાયો..

mahagujarat

પાટણનું ઘરેણું એવા ત્રણ દરવાજાની હાલત સુધારવા શ્રી હર્ષ કીલાચંદે સૂચન કર્યુ કીલાચંદ પરિવાર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવા ખાત્રી આપી

mahagujarat

અખિલ ખમાર જ્ઞાતિ સમાજના નવીન 3 વર્ષના હોદ્દેદારોની વરણી કરાઇ

museb

Leave a Comment