*પાટણ જિલ્લા પૂર્વ કલેકટરશ્રી સુપ્રિત સિંઘ ગુલાટીએ કલેક્ટરશ્રીને આવકારી શુભકામનાઓ પાઠવી
રાજ્યમાં સનદી અધિકારીશ્રીઓની બદલી થતા પાટણ કલેકટર તરીકે શ્રી અરવિંદ વિજયને (IAS) આજરોજ પાટણ જિલ્લાનો ચાર્જ સંભાળી લીધો છે.
પાટણ જિલ્લો વિકાસની હરોળમાં અગ્રેસર બની રહે તે માટે માનવીઓની પાયાની મૂળભૂત જરૂરિયાત, શિક્ષણ, આરોગ્ય,પાણી,વિજળી,રસ્તા અને કૃષિ છેવાડાના ગામો સુધી પહોંચે તે માટે જિલ્લા સમાહર્તા શ્રી અરવિંદ વિજયને જિલ્લા વહીવટીતંત્ર વતી કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.
પાટણ જિલ્લા પૂર્વ કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી,નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, વિવિધ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓએ કલેકટરશ્રી અરવિંદ વિજયનને પુષ્પગુચ્છથી આવકારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.