September 28, 2026
Maha Gujarat
IndiaMehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાષ્ટ્રીય

અખિલ ખમાર જ્ઞાતિ સમાજના નવીન 3 વર્ષના હોદ્દેદારોની વરણી કરાઇ

કલોલ ખાતે યોજાયેલ સાધારણ સભામાં અમદાવાદના શૈલેષ જે. ખમારની પ્રમુખ તરીકે વરણી

દેશ અને વિદેશમાં વસતી ખમાર જ્ઞાતિનું એકમાત્ર સંગઠન કે જેની સ્થાપના 1984માં કરવામાં આવી હતી. તે અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળની ત્રિવાર્ષિક સાધારણ સભા કલોલમાં આવેલ કપીલેશ્ર્વર મહાદેવના હોલમાં ગત તા. 30-3-2024ને શનિવારે મળી હતી. આ સભામાં ખમાર જ્ઞાતિ મંડળના આગામી 3 વર્ષ માટેની પ્રતિનિધિ સભા અને પ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ. આગામી 3 વર્ષ માટે ખમારજ્ઞાતિના પ્રમુખ તરીકે અમદાવાદના બિલ્ડર-ઇજનેર શૈલેષ જે. ખમારની વરણી સર્વાનુમતે કરાયેલ છે.

જ્યારે ઉપપ્રમુખ તરીકે પાટણના હમલોગ પરિવારના અમિત એમ. ખમાર, કલોલના ડીકેશ ડી. ખમાર, મહામંત્રી તરીકે મહેસાણના મયુર એમ. ખમાર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ. આ વરણીની પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે ખમારજ્ઞાતિ મહામંડળના પૂર્વપ્રમુખ હિમાંશુ બી. ખમાર, કડી અને ગાંધીનગરના જયેશ જે. ખમારે કુશળતાપૂર્વક કામગીરી નિભાવેલ. નવા વરાયેલ પ્રમુખ શૈલેષ જે. ખમારે આગામી સમયમાં જ્ઞાતિના યુવાન-યુવતિઓ માટે યુવા શિબિરો, મહિલાઓ માટે મહિલા સમન્વયના કાર્યક્રમો, સમૂહલગ્નોત્સવ, સિનિયર સીટીજન્સ માટેના કાર્યક્રમો સહિત સમગ્ર ખમારજ્ઞાતિનાં સેતુરૂપ જ્ઞાતિના મુખપત્ર “ખમાર સંદેશને વધુ વ્યાપક, વાંચન સામગ્રીથી સભર કરવાની ખાત્રી આપેલ. નીચે પ્રમાણે હોદ્દેદારોની વરણી કરાયેલ.

શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળની આગામી 3 વર્ષ 2023-2024-2025 અને 2026ની નવીન ટીમના હોદ્દેદારો…

પ્રમુખ – શૈલેષભાઈ જેસંગભાઈ ખમાર – અમદાવાદ

ઉપપ્રમુખ – (1) અમીતભાઈ   મહેન્દ્રભાઈ – પાટણ અને (2) ડીકેશભાઈ દિપકભાઈ ખમાર – કલોલ

મહામંત્રી – મયુરભાઈ ઇશ્ર્વરભાઇ ખમાર – મહેસાણા

ખજાનચી – ચંદ્રવદન ઠાકોરલાલ ખમાર અમદાવાદ

ખમાર સંદેશ સંપાદક – દિપકભાઈ બાબુભાઇ ખમાર – રાધનપુર અને ભરતભાઈ મોહનભાઈ તંબોળી – અમદાવાદ

મંત્રી –  યોગીનીબેન પ્રકાશભાઈ – અમદાવાદ

Related posts

પાટણમાં કોંગ્રેસના રાહુલ ગાંધીની જંગી જાહેરસભા

museb

પાટણ-મહેસાણા પેસેન્જર અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના સમયમાં ફેરફાર

museb

પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનસિંહ ઠાકોર સહિત ૨૬ કાર્યકરોને મૂક્તિ અપાઇ

museb

શ્રીમતી એમ.કે.વ્યાસ અને શ્રીમતી વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળા પાટણ ખાતે બધિર બાળકો એ ઓર્ગેનિક રંગોથી હોળી-ધુળેટી તહેવાર સાથે વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી

mahagujarat

પાટણના નગરદેવીના મંદિરમાં અનોખો દીપોત્સવી મહોત્સવ યોજાશે

mahagujarat

શ્રી રોટલીયા હનુમાનજીનો પ્રથમ પાટોત્સવ-રોટલીયોત્સવ ઉજવાશે

mahagujarat

Leave a Comment