Maha Gujarat
Other

પાટણ ખમાર જ્ઞાતિ દ્રારા માતાજીના વરઘોડાનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

પાટણ ખમાર જ્ઞાતિના જ્ઞાતિજનો દ્રારા ચાલુ સાલે આસો સુદ ૧૩ ને રવિવારના રોજ માતાજીના વરઘોડાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. વાડીમાં મંદિરને સુંદર શણગારી મહાકાળી માતાજીને તેમજ રામજી ભગવાનને ફુલોની સુંદર આંગી રસિકલાલ દેવચંદદાસ ખમાર પરિવાર તરફથી કરવામાં કરવામાં આવી હતી. જ્યારે માતાજીને સાડીની શોભા ડો. નિખિલભાઇ બાબુભાઇ તથા ડો. વિમલભાઇ બાબુભાઇ ખમાર પરિવારે કરી હતી. ત્યાર બાદ સાંજે માતાજીને પાલખીમાં પધરાવી વાજતે ગાજતે સમગ્ર શહેરની પરિક્રમા કરાવી હતી. જેમાં તમામ ભાઇ બહેનોએ જોડાઇ અને વરઘોડાની શોભા વધારી હતી અને બહેનોએ આનંદ થી ગરબા ગાઈ વરઘોડાની મજા માણી હતી. માતાજીની પાલખીને ખભે ઉચકીને શહેરની પરિક્રમા કરવા માટેનો લ્હાવો ચિતરંજન કનૈયાલાલ ખમાર પરિવાર તેમજ હસમુખભાઇ સોમાભાઇ ખમાર પરિવારે લીધો હતો. જ્યારે માતાજીને પાલખીમાં પધરાવવા માટે નટુભાઈ ઘેલાભાઈ ખમાર પરિવાર, વરઘોડામાં રામણદીવો લેવા માટે રસીકલાલ દેવચંદદાસ ખમાર પરિવાર અને પ્રસાદ માટે પુનમચંદ ગોપાલદાસ ખમાર પરિવારે લાભ લીધો હતો.

જ્યારે સમગ્ર શહેરની પરિક્રમા કરી માતાજી નિજ મંદિરમાં પરત પધાર્યા ત્યારે માતાજીને પોખવા માટે, રમેશભાઈ પોપટલાલ ખમાર પરિવાર, ( વડોદરા ) – માતાજીને તેમના મૂળ સ્થાને બેસાડવા માટે પોપટલાલ નાગરદાસ ખમાર પરિવાર, (વડોદરા) અને માતાજીની મહાઆરતી ઉતારવા માટે શાહિલ નરેન્દ્રભાઈ ખમાર પરિવારે ( સાફાવાળા ), લાભ લઇ ધન્યતા અનુભવી હતી. અને અંતમાં સમગ્ર જ્ઞાતિજનોએ સાથે પ્રસાદ લઇ માતાજીની પરમ કૃપા જ્ઞાતિ પર થઇ એવો અહેસાસ અનુભવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના પ્રમુખશ્રી મધુભાઇ ખમાર અને હર્ષદભાઇ ખમાર ની સાથે તમામ ટ્રસ્ટીશ્રી, મહામંડળના પદાધિકારીઓ અને તમામ પ્રતિનિધીઓ તેમજ જ્ઞાતિજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

મહાશિવરાત્રીથી પાટણ-સોમનાથની ટ્રેન આપો

museb

પાટણ ના પ્રાંત ઓફિસર મિતુલ ભાઇ પટેલે રામરહીમ અન્નક્ષેત્ર ની મુલાકાત લીઘી.

mahagujarat

સુરતના બારડોલી માર્ગ ઉપર ગોજારો કાર અકસ્માત પાટણના ત્રણ સગાભાઇ-બહેનોના કરૂણ મોત…

mahagujarat

પાટણની નૂતન વિનય મંદિર શાળામાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ : સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ, શૈક્ષણિક કીટ વિતરણ અને ખેલ પ્રતિભાઓનું સન્માન

mahagujarat

તૃતીય પીઠાધીશ પદે ડો. વાગીશકુમારજી મહારાજશ્રીનું વિધિવત કાંકરોલી ખાતે ગાદીતિલક થયું

museb

એલ. એન. કે. કોલેજ ઓફ એજ્યુકેશન, પાટણની ગોલ્ડ મેડલમાં હેટ્રિક…

museb

Leave a Comment