ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશન યુનિવર્સીટી, ગાંધીનગર સંલગ્ન એલ. એન. કે. કૉલેજ ઑફ ઍજ્યુકેશન (સી.ટી.ઈ.), પાટણને IITE યુનિવર્સીટીમાં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ અપાવનાર કોલેજની 55મી બેચના પ્રશિક્ષણાર્થી શેખ હફસાબાનુંને ખુબ ખુબ અભિનંદન. તા. 3 માર્ચ 2025ના રોજ IITE કેમ્પસ, ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી માનનીય પ્રફુલભાઈ પાનસુરીયાની ઉપસ્થિતિમાં આયોજિત દીક્ષાંત સમારોહમાં કોલજના પ્રશિક્ષણાર્થી શેખ હફસાબાનુંને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો.
શિક્ષણ જગતમાં ઐતિહાસિક ઘટના સમાન સમગ્ર ગુજરાતમાં સતત ત્રીજી વાર પ્રથમ ક્રમાંક મેળવવા બદલ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઇના ટ્રસ્ટીશ્રી અને જનરલ સેક્રેટરીશ્રી જિગ્નેશભાઈ અરવિંદભાઈ શાહ, NGES કેમ્પસ મેનેજમેન્ટ, સન્માનીય એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર પંચોલી સર, સર્જનશીલ અને આગવી સૂઝ ધરાવતા CDO શ્રી જય ધ્રુવ સર તેમજ એલ. એન. કે. કોલેજ ઓફ એજ્યુકેશન પાટણના આચાર્ય ડો. જી. એન. પ્રજાપતિ તથા એલ. એન. કે. પરિવાર સળંગ ત્રીજી વખત ગોલ્ડ મેડલ મેળવવામાં સતત માર્ગદર્શન, પ્રેરણા અને સહકાર આપવા બદલ તેમજ કોલેજને ગુજરાતની શ્રેષ્ઠ શિક્ષક પ્રશિક્ષણ કોલેજ બનાવવાના પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો હતો.. તેમજ ગોલ્ડ મેડલ મેળવનાર હફસાબાનુંને કોલેજનું અને NGES કેમ્પસનું ગૌરવ વધારવા માટે NGES કેમ્પસ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.