પુત્રી ના જન્મ દિને તિથી દાન કયું .લાભાર્થી ઓને ભોજન પીરસવાનો લાભ લીધો.
પાટણમાં ભૂખ્યાઓ ને ભરપેટ ભોજન પીરસતી સંસ્થા રામ રહીમ અન્ન ક્ષેત્રની આજે પાટણના પ્રાંત ઓફિસર શ્રી મિતુલભાઈ પટેલે તેમના પરિવાર સાથે મુલાકાત લીધી હતી .આજે તેમની સુપુત્રી જેનીશાનો જન્મદિવસ હતો. એના જન્મદિવસ પસંગે પ્રાંત ઓફિસના પરિવાર દ્વારા રામ રહીમ અન્ય ક્ષેત્રને મિષ્ઠાન સાથેની બે આજીવન તિથિ નું દાન કરવામાં આવેલ .પ્રાંત ઓફિસર મિતુલભાઈ પટેલ, તેમના ઘર્મ પત્ની સુ.શ્રી ધર્મિષ્ઠાબેન પટેલ સુપુત્રી જેનીશા, પુત્ર સાથવીકે આજના લાભાર્થીઓને ભોજન પીરસવાનો લાભ લીધો હતો .પુત્રી જેનીશા એ તેના જન્મદિનની ઉજવણી, રામ રહીમ અન્ન ક્ષેત્રના લાભાર્થીઓને ભોજન પીરસીને ઉજવી તેની ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી