September 18, 2026
Maha Gujarat
Other

લણવા જવાહર નવોદય વિધાલયનું બિલ્ડીંગ ભયજન

બિલ્ડીંગ રીપેરીંગના બદલે નવી બનાવવાની રજુઆત સાથે કલેકટરને આવેદનપત્ર અપાયુ

આ કેન્દ્રીય વિદ્યાલયનું નામ જવાહર સાથે જોડાયેલું છે, તેથી આ સરકારને રસ ક્યાંથી હોય?

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા સ્થિત જવાહર નવોઘ્ય વિદ્યાલય (જેએનવી)ની બિલ્ડિંગ અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં છે. નવી બિલ્ડિંગ બનાવવાને બદલે માત્ર રિપેરિંગ કામ શરૂ કરાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક નવી બિલ્ડિંગનું કામ શરૂ કરવાની માંગ કરી છે. જો આ દિશામાં નક્કર નિર્ણય નહીં લેવાય, તો ઉગ્ર આંઘેલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

લણવા જેએનવીમાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં હોવા અંગે વાલીઓએ અગાઉ ૨૮/૦૮/૨૦૨૫ ના રોજ પણ રજૂઆત કરી હતી. સીપીડબલ્યુડી, એનઆઈટી કુરુક્ષેત્ર અને એનબીસીસી જેવી  સંસ્થાઓની સંયુક્ત તપાસમાં આ બિલ્ડિંગને ’અનસેફ’ જાહેર કરાઈ  છે. આ સંસ્થાઓએ નવી બિલ્ડિંગ માટે અંઘજે ૪૯.૯૩ કરોડનો પ્લાન રજૂ કર્યો હતો. તેમ છતાં, એનવીએસ હેડક્વાર્ટર દ્વારા ૧૪/૦૧/૨૦૨૬ ના રોજ માત્ર ૨૫.૨૦ મ કરોડના ’સ્પેશિયલ રિપેર’નો ઓર્ડર મ અપાયો છે. વાલીઓનો આક્ષેપ છે કે નિષ્ણાતો દ્વારા અનસેફ જાહેર કરાયેલી બિલ્ડિંગમાં માત્ર રિપેરિંગ કરવું એ બાળકોના જીવ સાથે ચેડા સમાન છે.

ઓફ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ચાઈલ્ડ રાઈટ્સ (એનસીપીસીઆર) દ્વારા પણ આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે. વિદ્યાલયના આચાર્યએ પણ ૨૦/૦૧/૨૦૨૬ ના રોજ પત્ર   લખીને કલેકટરને વાલીઓના વિરોધ અને સ્થિતિની ગંભીરતા વિશે જાણ કરી હતી. વાલીઓની મુખ્ય માંગ છે કે બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક નવી બિલ્ડિંગનું કામ શરૂ કરાય અને ત્યાં સુધી વૈકલ્પિક સુરક્ષિત વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. વાલીઓએ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બનશે, તો તેની સંપૂર્ણ નૈતિક અને કાયઘકીય જવાબઘરી જિલ્લા પ્રશાસન અને સંબંધિત વિભાગની રહેશે.

Related posts

1win giriş analizi – statistika ilə düzgün başlanğıc

Admin

એસ. પી. ઠાકોર સર્વોદય હાઇસ્કૂલ, કાંસાના શિક્ષક ડૉ. રાજગોપાલ મહારાજાને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

mahagujarat

પાટણ સ્ટેશનથી ઉપડતી લોકલ ટ્રેનો ફરી શરૂ કરાઇ : પાટણ-ભિલડી વચ્ચે ક્યારે શરૂ થશે..?

mahagujarat

પાટણ-મહેસાણા-ગોઝારીયા ફોરલેન નેશનલ હાઇવે-ઓવબ્રીજોનું કામ ગોકળ ગાય ગતીએ : 1100 કરોડનો પ્રોજેક્ટ અણઘડનીતિના કારણે અટવાયો

mahagujarat

પાટણના રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં એસ.કે. ટ્રસ્ટના પ્રફુલભાઇ કે. શાહ દ્વારા સ્માર્ટ ક્લાસનું દાન : અર્પણવિધિ કાર્યક્રમ

mahagujarat

પાટણના પારેવા સર્કલ થી ખાલકશા પીર રોડની હાલત સુધારો.

mahagujarat

Leave a Comment