Maha Gujarat
IndiaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય પાટણ સેન્ટર સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરશે

આગામી 3 અને 4 ફેબ્રુઆરીના રોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય પાટણ સેન્ટર સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરશે

સન્માન સમારંભ, મંગલમૂર્તિ સભાગૃહનું ઉદ્ઘાટન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો

સંસ્કાર, સંસ્કૃતિ, શિક્ષણ, કળા, શિલ્પ, સ્થાપત્ય, વિજ્ઞાન, ધર્મ અને આધ્યા ત્મિકતાથી દૈદીપ્યમાન ભૂમિ એટલે અણહિલપુર પાટણ આજથી 50 વર્ષ પહેલાં પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય દ્વારા સોનામાં સુગંધ સમાન ઐતિહાસિક નગર પાટણની સંસ્કૃતિમાં આધ્યાત્મિકતાનું બીજ રોપાયું હતું આ બીજ આજે વટવૃક્ષ બનીને સંસ્થાએ સેવાઓની સુવાસ દેશ વિદેશમાં ફેલાવી પોતાનું દિવ્ય દર્શન નામ સાર્થક કર્યું છે. પાટણના ઈતિહાસમાં આ અહર્નિશ ઇશ્ર્વરીય સેવા ઓનો અડધી સદીનો સુવર્ણકાળ પૂર્ણ કરવાનો અનેરો ઉત્સવ સુવર્ણ જયંતિમહોત્સવઆગામી તા. 3 અને તા.4 ફેબ્રુઆરીના રોજ મનાવાઈ રહ્યો છે. સાથે- સાથે પાટણથી દિવ્ય જ્ઞાન ધારણ કરી વિશ્ર્વ સ્તરની સેવામાં જીવન સમર્પિત કરનાર પાંત્રીસ સમર્પિત બહેનો તેમજ 25 કરતાં વધુ વર્ષથી નિયમિત આધ્યા ત્મિક જ્ઞાન અને સહજ રાજયોગનો અભ્યાસ કરતા ભાઈ-બહેનોની સેવાઓને બિરદાવવા માટે સન્માન સમારોહ તથા દિવ્ય દર્શન ભવન ના મંગલમૂર્તિ સભાગૃહ નું મંગલ ઉદ્ઘાટન એવા આ ત્રિવિધ અવસર નું આયોજન દિલ્હી સેન્ટરના પરમ શ્રદ્ધેય, તપસ્વીમૂર્ત રાજયોગિની બ્ર.કુ.આશા દીદી, માઉન્ટ આબુના રાજયોગિની બ્ર.કુ. શીલુદીદી, અમદાવાદના રાજયોગિની બ્ર.કુ. ચંદ્રિકા દીદી સહિતના રાજકીય, સામાજિક આગેવાનો ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે.

આ ત્રિવિધ અવસરની રૂપરેખા પ્રદાન કરવા શુક્રવારે પાટણ સેન્ટરના રાજયોગિની બ્રહ્માકુમારી નિલમદીદી, મહેસાણા સેન્ટરના રાજયોગિની બ્રહ્માકુમારી સરલાદીદી, પાટણ સેવાકેન્દ્રના બ્રહ્મા કુમારી નીતાબેન, બ્રહ્મા કુમારી નિધિબેન તથા સર્વ બ્રાહ્મણ પરિવારની ઉપસ્થિતમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, દિવ્ય દર્શન ભવન, ઊંઝા રોડ પાટણ ખાતે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ઉપસ્થિત રહેલા બ્રહ્માકુમારી સરલાદીદી અને નીલમ દીદીએ જણાવ્યું હતું કે પરમ પિતા પરમાત્મા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા પાટણની ભૂમિ પરમાત્માની ભૂમિ બની છે 50 વર્ષ પહેલા આધ્યાત્મિકતાની ચિંગારીએ આજે પાટણને આધ્યાત્મિક જ્ઞાન દ્ધારા ગામડે ગામડે જઈને વ્યસન મુક્તિ, મહિલા સશકિતકરણ, કુરિવાજો દુર કરવા સહિતના કાર્ય કરી  બહેનોની દિવ્યતા અને પવિત્રતા થકી પરમાત્મા નું કતેવ્ય જ્ઞાન પિરસવામાં આવ્યું છે અને તેના બીજ સશકત બની આજે વટવૃક્ષ બન્યા છે.

બ્રહ્માકુમારીની બહેનોએ મીરા બની માનવ કલ્યાણનો ઉધ્ધાર કરી આજે 50 વષેની ગોલ્ડન જયુબિલી  ઉજવવાનુ આયોજન કર્યું છે. 50 વર્ષ પૂર્વ પાટણમાં બ્રહ્માકુમારી શરૂ થયેલ. બ્રહ્માકુમારીની બહેનોએ પરમ કૃપાળુ પરમાત્મા ના કાર્યમાં અવિરતપણે કાર્ય કરેલ છે.

આવશ્યકતા આવિષ્કારની જનની છે બ્રહ્માકુમારી સંસ્થાનમાં ગુપ્તદાનને મહત્વ આપવામાં આવે છે  ત્યારે પાટણ ઊંઝા માર્ગ પર આકાર પામેલ વિશાળ બ્રહ્માકુમારી સંકુલની ભવિષ્યમાં ખૂબ સુંદર સેવાઓ વધશે. સમાજ મા અત્યારે ટેન્શન વધી રહ્યા છે ત્યારે પરિસ્થિતિના સમયે દરેક આત્મા પરમાત્મા પાસે રાજયોગ નું જ્ઞાન મેળવવા આવશે ત્યારે પાટણનુ આ કેન્દ્ર લાઈટ હાઉસનું કામ કરશે તેમ જણાવી આગામી તા. 3 અને તા. 4 ફેબ્રુઆરીએ યોજાનાર ત્રિવિધ કાર્યક્રમની માહિતી પ્રદાન કરી હતી. આ પ્રસંગે આશિર્વચન માટે રાજયોગીની બ્ર.કુ. આશાદીદી, ડાયરેક્ટર ઓમ શાંતિ રિટ્રેટ સેન્ટર, દિલ્હી, મંગલમૂર્તિ સભાગૃહના ઉદ્ઘાટક તરીકે શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપુત, મુખ્ય મહેમાન તરીકે પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટભાઇ પટેલ સહિત બ્ર.કુ. ચંદ્રિકાદીદી, ઉપાધ્યક્ષ યુવાપ્રભાગ-અમદાવાદ, બ્ર.કુ. શીલુદીદી, ઉપાધ્યક્ષ શિક્ષણ પ્રભાગ માઉન્ટ આબુ, બ્ર.કુ. સરલાદીદી અધ્યક્ષા કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ, મહેસાણા સહિત હેમ.ઉ.ગુ. યુનિવર્સિટીના કુલપતિ રોહિત દેસાઇ, ડૉ. યોગેશાનંદ ગોસ્વામી, જી.એમ.ઇ.આર.એસ. ગાંધીનગર, અને પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ખાસ ઉપસ્થિત રહેશે.

પાટણ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના બ્ર.કુમારી નિલમદીદી, સેવાકેન્દ્રના બ્ર.કુ. નિતાબેન, બ્ર.કુ. નિધીબેન સહિત બ્ર.કુ. ભાઇ-બહેનો આ કાર્યક્રમ માટે ભવ્ય તૈયારીઓ કરી રહ્યા છે. આ ત્રિવિધ અવસરનો મુખ્ય કાર્યક્રમ હાંસાપુર નજીક આવેલ ખોડાભા હોલમાં તા. 4-2-2024ના રોજ સવારે 10-00 કલાકે યોજાશે. શોભાયાત્રા તા. 3-2-2024ના રોજ પાટણની એમ.એન. હાઇસ્કૂલથી બપોરે 3-00 કલાકે નિકળી શહેરના મુખ્યમાર્ગ પરથી પસાર થઇ બ્રહ્માકુમારીના દિવ્યદર્શન ભવને જશે. તા. 4-2-2024ના રોજ સવારે 9-00 કલાકે મંગલમૂર્તિ સભાગૃહનું ઉદ્ઘાટન કરાશે.

બ્રહ્માકુમારી સેન્ટર ખાતે આયોજિત કરાયેલ પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાની બેઠક પૂર્વે પાટણના પત્રકાર રાજુભાઈ સોની તેમજ હર્ષદભાઈ ખમારે સૌને આવકાર આપેલ. જયારે આભાર વિધિ સિનિયર પત્રકાર અશ્વિનભાઈ જોષી દ્રારા કરવામાં આવી હતી.

Related posts

અમદાવાદના ‘આર.બી.ઝેડ’-હરિત ઝવેરી 100 કરોડનો આઇ.પી.ઓ. લાવી રહ્યા છે

museb

પિયુષભાઈ સોમપુરા એ રૂપિયા પાંચ કરોડના ખર્ચે પાટણ નું ભગવાન જગન્નાથજી નવું ભવ્ય મંદિર બનાવી આપવાની પહેલ કરી

mahagujarat

આ વખતે વિશ્ર્વપ્રસિધ્ધ પટોળાના વસ્ત્રો પરિધાન કરી સૌ પ્રથમવારભગવાન જગન્નાથજી પાટણ નગરની પરીક્રમાએ નિકળશે

mahagujarat

પાટણના ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા તૈયાર કરાયેલ પાણીની પરબનું લોકાર્પણ કરાયું

mahagujarat

પાટણમાં સનાતન ધર્મની વિરાટ ધર્મસભા યોજાશે : ભવ્ય શોભાયાત્રા નિકળશે

museb

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા લાખો ભક્તોની ઉપસ્થિતીમાં ભવ્યાતિભવ્ય નિકળશે

mahagujarat

Leave a Comment