પ.પૂ.ગો. શ્રી ડૉ. વાગિશકુમારજીની ખાસ ઉપસ્થિતીમાં કેબિનેટ મંત્રી સહિતના રાજકીય, સામાજિક આગેવાનો રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે*
ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાને લઈને સમગ્ર પાટણ શહેર અને જિલ્લામાં ભક્તો સહિત શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પાટણના શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ તેમજ રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને લઈને આજે જગદીશ મંદિર પરિસર ખાતેના હોલમાં પત્રકારો સાથે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના ક્ધવીનર પિયુષભાઈ આચાર્ય દ્રારા ભગવાન જગન્નાથ ની નીકળનારી 141 મી રથયાત્રા ની તેમજ ભગવાનના મામેરા સહિત રથયાત્રા ના ઉપલક્ષ્યમાં મંદિર પરિસર ખાતે આયોજિત ધાર્મિક ઉત્સવોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
રથયાત્રામાં ભગવાનના ચાંદી મઢીત 3 રથો સાથે અન્ય 8 રથો, 2 હાથી, 2 ઘોડા, 5 ઊંટ, 7 બેન્ડ, ડીજે, જુદી જુદી 75 ઝાંખીઓ, પ્રસાદના 15 ટ્રેક્ટરો જોડાશે
તેઓએ જણાવ્યું હતું કે ચાલું સાલે નિકળનારી ભારત ભરના ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની ઐતિહાસિક નગરી પાટણ ની ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રા તારીખ 20 જૂનના રોજ જગદીશ મંદિર પરિસર ખાતેથી બપોરે બે કલાકે ભગવાનની મહાઆરતી બાદ નિકળશે.
આ વખતે અષાઢીબીજે નિકળનારી આ શોભાયાત્રા ભવ્યાતિભવ્ય તો નિકળશે સાથે આ વખતે પૃષ્ટિ સંપ્રદાયના વૈષ્ણાવાચાર્ય તુતિય ગૃહાધિશ પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજી આ રથયાત્રામાં ખાસ ઉપસ્થિત રહી રથમાં બિરાજી ભગવાન સાથે પાટણની પરીક્રમા કરશે.
આ વખતે પ્રથમવાર આ રથયાત્રામાં ભગવાન પરશુરામજીનો રથ પણ રખાશે. રથની સાથે પાટણ બ્રહ્મ સમાજના ભાઇ-બહેનો ખૂબ મોટી સંખ્યામાં વિશિષ્ટ પરીધાનમાં જોડાશે, જે આ રથાયાત્રાની વિશેષ શોભાયા બની રહેશે.
રથયાત્રામાં ભગવાન પરશુરામજીના રથ સાથે બ્રહ્મસમાજના ભાઇ-બહેનો જોડાશે : યુવતીઓ તલવાર બાજીના ખેલ બતાવશે
પ.પૂ.ગો.શ્રી વાગિશકુમારજીની પાવન ઉપસ્થિતમાં કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપુત, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ, રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્યા ડો રાજુલ દેસાઈ, પાટણ કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો દ્રારા પ્રસ્થાન કરાવાશે.
આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સહિત બ્રહ્મ સમાજના આરાધ્યદેવ ભગવાન શ્રી પરશુરામજીના રથ સાથે અન્ય 7 રથો, 2 હાથી, 2 ઘોડા, 5 ઊંટ, 7 બેન્ડ, ડીજે, 75 જેટલી વિવિધ ઝાંખીઓ, 2500 મણ ચણા, મગના પ્રસાદ માટેના 15 ટ્રેક્ટરો જોડાશે.
આ રથયાત્રા મા 2 લાખથી વધુ ભકતો દર્શન, પ્રસાદનો લાભ લેશે. જયારે રથયાત્રામાં ભગવાનશ્રી પરશુરામજી ના રથ આગળ જોડાનાર પાટણ જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજની બહેનો સહિતની મહિલાઓ માટે સુરક્ષાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. રથયાત્રામાં સૌ પ્રથમ વાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો જોડાઈ હેરત અંગેના અંગ કરતબો રજૂ કરશે.
ચાલુ સાલે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા પોતાના નિયત રૂટ મુજબ જગન્નાથ મંદિર પરિસર ખાતેથી પ્રસ્થાન પામી હિંગળાચાચર, બગવાડાદરવાજા, સુભાષચોક, જુનાગંજ બજાર, પુન: હિંગળાચાચર,દોશીવટ બજાર, ત્રણ દરવાજા, રતનપોળ, સાલવીવાડા, મોટી સરાઈ, કસારવાડો, ધીવટા થઈ રાત્રે 11-00 કલાકે જગન્નાથ મંદિર પરિસર ખાતે સંપન્ન થશે.
રથયાત્રાના માર્ગ પર વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના સેવા કેમ્પો કાર્યરત બનાવાશે. તો પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા જુનાગંજ ખાતે મહાપ્રસાદના સેવા કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે.
ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રા પૂર્વે તા. 18 મી જુન ના રોજ ભગવાનના મામેરાના યજમાન પરિવાર ભૂમિબેન મયંકકુમાર પટેલના 92, ભગવતી નગર ખાતેના નિવાસ સ્થાને મામેરૂ પાથરવામાં આવશે. જે મામેરૂ તા.19 મીની સાજે 5-00 કલાકે યજમાન પરિવારના નિવાસ સ્થાને થી ભક્તિ સંગીતના સુરો વચ્ચે વિશાળ ભકતોની ઉપસ્થિતમાં પ્રસ્થાન પામી રાત્રે 9-00 કલાકે જગન્નાથ મંદિર પરિસર ખાતે પહોચશે. મંદિર ખાતે મામેરા સહિત યજમાન પરિવારનું ભવ્ય સામૈયું કરવામાં આવશે.
જયારે તા.19 મીના રોજ ભગવાન જગન્નાથજી ના મંદિર પરિસર ખાતે સવારે ભગવાન ની મહા પુજા, અચેના સાથે મહાઅભિષેક અને જાપાત્મક વિષ્ણુ યાગ અને ધ્વજા રોહણ કરવામાં આવનાર હોવાની માહિતી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.
પ્રેસ કોન્ફરન્સમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના ક્ધવીનર પિયુષભાઈ આચાર્ય, હર્ષદભાઈ રાવલ, કાંતિભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, રાજેશભાઈ રાવલ, મામેરાના યજમાન પરિવાર મયંકભાઈ પટેલ, રથયાત્રા મીડિયા ક્ધવીનર યશપાલ સ્વામી અને ગિરીશ પ્રજાપતિ સહિત જગન્નાથ મંદિરના સભ્યો ઉપસ્થિત રહેલ.