વરસાદમાં પણ પાણી અને કાદવ થી ભરાઈ જાય છે. આ કોલેજ કેમ્પસમાં 18,000 થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે…
પાટણ કોલેજ કેમ્પસ કે જ્યાં સાત જેટલી કોલેજો ,સ્કૂલો, પ્રાથમિક શાળાઓ, અંગ્રેજી માધ્યમની શાળાઓ અને હોસ્ટેલો આવેલી છે. જ્યાં 18,500 થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તે કોલેજ કેમ્પસમાં જવાના રેલ્વે નાળા માં ભરાતા વરસાદી પાણીને કારણે ખૂબ જ કફોડી હાલત થાય છે. સામાન્ય વરસાદમાં પણ આ રેલવે નું નાળુ ભરાઈ જાય છે.
ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી, કલેકટર શ્રી પાટણ, ધારાસભ્ય પાટણ અને પ્રાંત ઓફિસરને પણ નકલ મોકલી
કોલેજ કેમ્પસમાં જવાનો એક માત્ર માર્ગ બંધ થઈ જાય છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ તો લઈ પ્રાથમિક શાળામાં ભણતા હજારો બાળકો ની હાલત ખૂબ જ કફોડી થઈ જાય છે. આ રેલવેના નાળામાં ભરાતા પાણી માટે કોલેજના સત્તાવારા ઓ દ્વારા અવારનવાર તંત્ર સમક્ષ રજૂ આ તો કરાઈ છે. રેલવે નાળા માં ભરાતું પાણીતુરત નીકળી જાય તે મુજબનું કાયમી આયોજન કરવા માટે પણ રજૂઆતો કરાયેલ છે. પરંતુ તંત્રના બહેરા કાને આ વાત ધ્યાને આવતી નથી. આ કોલેજ કેમ્પસ ના ડાયરેક્ટર ડૉ.જેે.એમ. પંચોલી સાહેબે પાટણ પાલિકાના ચીફ ઓફિસરને એક પત્ર લખી આ નાળામાં ભરાયેલ પાણી અને કાદવને દૂર કરવા વિનંતી કરી છે. તાજેતરમાં પડેલા કમોસોમી વરસાદમાં આ નાળુ ભરાઈ ગયું છે