Maha Gujarat
Other

પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશનના ડૉ. જય ધ્રુવને મેકસીકોની યુનિવર્સિટી દ્વારા ડીએએસની પદવી થી સન્માનિત કરાયા

ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્ર માટે ગૌરવ તરીકે પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના મેનેજિંગ કમિટીના ડૉ. જય ધ્રુવને વિશ્વની પ્રતિષ્ઠિત Azteca University, મેક્સિકો દ્વારા પ્રતિષ્ઠિત Doctorate of Advanced Studies (D.A.S.) ઇન એજ્યુકેશનલ મેનેજમેન્ટની માનદ પદવી થી સન્માનિત કરવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરે શૈક્ષણિક ગુણવત્તા, સંશોધન, નવીનતા અને વ્યાવસાયિક ઉત્તમતા માટે જાણીતી એઝટેકા યુનિવર્સિટી વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઓ, 298 માં નંબરે સ્થાન ધરાવે છે ડો. જય ધ્રુવને આ વિશિષ્ટ સન્માન તેમના શૈક્ષણિક યોગદાન, સંશોધન, નવીન અભિગમ તથા સામાજિક ક્ષેત્રે કરેલા નોંધપાત્ર અને પ્રેરણાદાયી યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યું છે. શિક્ષણક્ષેત્રે ગુણવત્તાસભર પરિવર્તન લાવવા, સંસ્થાગત વિકાસને નવી દિશા આપવા, યુવાનોમાં સંશોધન અને નવીનતાની ભાવના પ્રેરિત કરવા તેમજ સમાજકેન્દ્રિત શિક્ષણ માટે સતત કાર્ય કરવાના તેમના પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે ડો. જય ધ્રુવે પોતાના માર્ગદર્શકો, સહકર્મીઓ, વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ સન્માન શિક્ષણ, સંશોધન, નવીનતા અને રાષ્ટ્ર નિર્માણ માટે વધુ સમર્પિત ભાવથી કાર્ય કરવાની નવી પ્રેરણા છે.

Related posts

પાટણના નગરદેવીના મંદિરમાં બેદિવસીય પંદરમાં શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

mahagujarat

પાટણના 200 વષૅ જુના રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિ- દિવસીય ઉજવણી કરાશે

museb

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો બે દિવસીય વર્ષિકોત્સવ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો

museb

શ્રીમતી આનંદીબેન ચૌધરીના સૌજન્ય થી સર્વ મંગલમ આશ્રમ સાગોડિયા ની શાળા ના 231 વિદ્યાર્થીઓને વોટર પાર્ક ના પ્રવાસે લઈ જવાયા: વોટર રાઇડર્સ ની મજા માણી.

mahagujarat

પ.પૂ. શ્રી રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ની વ્યાસપીઠે આગામી ૧ ડીસેમ્બરથી ૭ ડીસેમ્બરે પાટણમાં ભાગવત સપ્તાહ યોજાશે

museb

ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમની એસોસીએશન પાટણ દ્વારા શાળા આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન

museb

Leave a Comment