Maha Gujarat
MehsanaOtherPatanજગ્યાજિલ્લોરમતરાજકીય

માઁનો પરિવાર દ્વારા યોજાયેલ નાટક “આજ જાને કી જીદ ના કરોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો

તારીખ 13 એપ્રિલ, 2024ને શનિવારની રમણીય રાત્રિએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ચિક્કાર મેદાનીથી ભરાયેલા ક્ધવેશન હૉલમાં સાંસ્કૃતિક ક્ષેત્રે આગવું નામ ધરાવતી સંસ્થા “માઁનો પરિવાર દ્વારા અત્યંત સંવેદનશીલ કથાવસ્તુ ધરાવતું જાણીતા નાટ્ય લેખક તથા દિગ્દર્શક સૌમ્ય જોશીનું અફલાતૂન નાટક “આજ જાને કી જીદ ના કરોની અદ્ભૂત રજૂઆત થઇ. મુંબઇની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતાં એક પોલીસ ઓફિસર અને એક ધંધાદારી બાઇ અર્થાત્ ગણિકા વચ્ચે વાતચીત થતાં-થતાંમાં અચાનક અકલ્પનીય પ્રેમ પાંગરે છે. રેલગાડીના ડબ્બામાં જીજ્ઞા વ્યાસ અને મુકેશ રાવનો ધારદાર અભિનય અને ચોટદાર સંવાદો આખાય નાટકને જાનદાર બનાવે છે. ખરેખર તો મરાઠી નાટક ‘પ્રપોઝલ’ પરથી સૌમ્ય જોશીએ પોતાની સશક્ત કલમ દ્વારા આ નાટક માટે ગુજરાતીમાં રૂપાંતરણ કર્યું જેના માટે એમને સો-સો સલામ ભરવી પડે. કારણ કે સામાન્ય રીતે આવા અસામાન્ય વિષયને સ્પર્શ કરવો અને પાછું ગુજરાતી પ્રેક્ષકોને આ નાટક ગમાડવું એ સાધારણ ઘટના નથી. ‘વૅલકમ જિંદગી’, ‘102 નૉટ આઉટ’, ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ’ અને ખૂબ જ વખણાયેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના દિગ્દર્શક સૌમ્ય જોશીની હિંમતને પણ દાદ દેવી પડે. અલબત્ત નાટકના બન્ને કલાકારોના અભિનય-કૌશલ્ય ભૂલ્યા ભૂલાય તેમ નથી.

Related posts

ડૉ.આશુતોષ પાઠકનુ બી.ડી.એસ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ, પાટણની વાર્ષિક એન.એસ.એસ ની શિબીરમાં બૌદ્ધિ વ્યાખ્યાન યોજાયુ.

mahagujarat

એલ. એન. કે. કોલેજ ઓફ એજ્યુકેશન, પાટણની ગોલ્ડ મેડલમાં હેટ્રિક…

museb

પાટણના પ્રાંતઓફિસર મિતુલભાઇ પટેલે રામરહીમ અન્નક્ષેત્ર ભવનની મુલાકાત લીધી

mahagujarat

સુરતના બારડોલી માર્ગ ઉપર ગોજારો કાર અકસ્માત પાટણના ત્રણ સગાભાઇ-બહેનોના કરૂણ મોત…

mahagujarat

પાટણનાં પટોળાએ હવે માત્ર કલા જ નહિં પણ વ્યાવસાયિક સ્વરૂપ ધારણ ર્ક્યુ છે

mahagujarat

ચતુરભાઈ હીરાભાઈ પટેલ (દેહદાતા) ની પ્રાર્થના સભા યોજાઇ

mahagujarat

Leave a Comment