હેરિટેજ કરાઓકે ગ્રુપ ઓફ પાટણ દ્વારા સંગીત સે સેવા પ્રકલ્પ અંતર્ગત હીરા શંકર ચેરીટેબલ ટ્રસ્ટ, પાટણ થકી ખીમિયણા ગામે ચાલતા દીકરાનું ઘર, વૃદ્ધાશ્રમ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ ના પ્રાચીન મંદિર કાલિકા માતાજી ના ઉપાસક તેમજ સંગીત મર્મજ્ઞ અશોકભાઈ વ્યાસ, ડૉ.જીતુભાઈ પટેલ, મેશ્વા ક્લિનિક, ડૉ. પ્રહલાદભાઈ પટેલ, દંત ચિકિત્સક, હરેશભાઈ વ્યાસ, પદ્મ શ્રી. પુરુષોત્તમ ભાઈ ઉપાધ્યાયના નાના ભાઈ દીપકભાઈ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ તરીકે અમૂલ્ય હાજરી આપનાર શ્રી અશોકભાઈ એ તમામ કલાકારો ને ગાયકીના મુખ્ય છ તત્વો ને ધ્યાનમાં રાખવાની શિખામણ આપી હતી જેમાં સુર, તાલ, લય ભાવ, અભિવ્યક્તિ ભાષા ના સ્પષ્ટ ઉચ્ચારણનો સમાવેશ થાય છે. હેરિટેજ કરાઓકે ગૃપ ના યુવા અને ઉગતા ગાયકો એ વરિષ્ઠ નાગરિકોને જૂના નવા કર્ણ પ્રિય ગીતોથી જલસા કરાવી દીધા હતા. કાર્યક્રમની શુરૂવાત સંજયભાઈ ખમાર ની સૂરીલી પ્રાર્થના થી કરવા માં આવી હતી. અને કાર્યક્રમ ને સૂરીલો વિરામ દીપકભાઈ ના સુરમયી ભજન થી આપવામાં આવ્યો હતો. ગીતોની પ્રસ્તુતિ દરમ્યાન. જતિનભાઈ રાવલ, ઉદયભાઈ પટેલ, પ્રતિકભાઈ પટેલ, રાજીવભાઈ ત્રિવેદી, રમેશભાઈ રાણા વગેરે કલાકારો એ પોતાની કૃતિઓની પ્રસ્તુતિ સાથે સાથે સેવા કાર્ય તરીકે તમામ વરિષ્ઠ નાગરિકો ને જીવન જરૂરી વસ્તુઓ ધરાવતી ભેટ જેવી કે ટૂથ પેસ્ટ, ઉલિયું, હૈર ઓઇલ, નહાવાના સાબુ, નેલકટર વગેરે ભેટ માં આપ્યા હતા. સંગીત સે સેવા ના સૂત્ર ને સાર્થક કરતા ગૃપ ના નવોદિત ગાયક અને શહેરના નામાંકીત ડૉકટર શ્રી.જીતુભાઈ પટેલ, મેશવા ક્લિનિક દ્વારા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમને રૂપિયા એક લાખ અગિયાર હજારનું માતબર દાન જાહેર કરવા માં આવ્યું હતું અને એક સહયોગીએ નામ જાહેર નહીં કરવાની શરતે વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ રહેવાસીઓને પોતાના જન્મદિવસની ખુશી માં અલ્પાહાર ની વ્યવસ્થા પણ કરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન કરવા માટે ડૉ.આશુતોષ પાઠકે ભારે જહેમત ઉઠાવી હતી.