સ્વર સંગીત મ્યુઝીકલ ક્લબના કલાકારોએ હનુમાન ચાલીસા ના પાઠ સાથે ભજનોની રમઝટ બોલાવી
પાટણના સ્વર સંદીપ મ્યુઝિકલ કલબ દ્વારા આજે હનુમાન જયંતીના દિવસે શ્રી હનુમાન ચાલીસા ના પાઠ અને ભજન સંધ્યા ના ભવ્ય કાર્યક્રમનું હેમંત સી. કાટવાલા ,રાજુભાઈ સી. કાટવાલા અને નિરવ સુરેશભાઇ ખમાર ના પરિવાર દ્વારા યશવીલા સોસાયટી, પદ્મનાથ ચાર રસ્તા નજીક આવેલા તેમના નિવાસસ્થાને યોજવામાં આવેલ.
પાટણના જાણીતા કલાકાર સંદીપ ખત્રી તથા તેમના સાથી કલાકાર વૃદ ઘ્વારા સંગીતના સૂરો સાથે હનુમાન ચાલીસા ના પાઠ સહિત સુંદર ભજનોની રમઝટ બોલાવવામાં આવેલ. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યા માં સ્નેહી ,સંબંધી, શુભેચ્છકો, ભારત વિકાસ પરિષદના સભ્યો, ખમાર જ્ઞાતિ સમાજ ના સભ્યો, યસ વિલા સોસાયટી ના રહીશો પરિવાર સહિત ઉપસ્થિત રહી આ કાયૅકમ માં સહભાગી બનેલ. શ્રી હનુમાનજીની આરતી બાદ કાર્યક્રમ પૂર્ણ થયેલ. આજે હેમંત સી. કાટવાલા ના ઘર્મ પત્ની કેતકી બેન નો જન્મદિન હતો. જન્મદિનની ઉજવણી કરી સૌ એ શુભેચ્છા ઓ પાઠવી હતી .